તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • World Largest Cargo Plane Leaves UK With 3 Oxygen Units And Thousand Ventilators For India

સૌથી મોટા કાર્ગો પ્લેનથી આવી રહી છે મદદ:ઉત્તરી આયરલેન્ડથી 3 ઓક્સિજન પ્લાન્ટ અને 1 હજાર વેન્ટિલેટર લઈને વિમાન નીકળ્યું; કાલે દિલ્હી આવશે

3 મહિનો પહેલા
  • ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ અત્યંત દુઃખદ - બ્રિટિશ હેલ્થ સેક્રેટરી

કોરોનાની બીજી લહેરનો સામનો કરવા માટે ભારતની સહાયતા માટે વિશ્વનાં આશરે 40થી વધુ દેશો આગળ આવ્યા છે. જેમાં ઉત્તરી આયરલેન્ડનાં બેલકાસ્ટથી 18 ટન ઓક્સિજન યુનિટ (પ્લાન્ટ) અને 1 હજાર વેન્ટિલેટર લઈને દુનિયાનાં સૌથી વિશાળ વિમાને ભારત તરફ ઉડાન ભરી દીધી છે. આ સમગ્ર ઘટનાની જાણકારી બ્રિટિશ સરકારે આપી છે.

વિદેશ, કોમન વેલ્થ અને ડેવલોપમેન્ટ ઓફિસ (FCDO)એ કહ્યું હતું કે એરપોર્ટનાં કર્મચારીઓ રાતભર તનતોડ મહેનત કરીને એંટોનાવ-124 કાર્ગો પ્લેનમાં જીવન રક્ષક દવાઓનો જથ્થો લોડ કર્યો હતો. FCDOએ જ આ સપ્લાઈનાં ફન્ડિંગમાં સહાયતા કરી હતી. લોડિંગ એરક્રાફ્ટ રવિવાર સવાર સુધીમાં (9 મે) દિલ્હી પહોંચી શકે છે.

આ ત્રણેય ઓક્સિજન પ્લાન્ટમાં 500 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાય છે. એક સમયે માત્ર 50 લોકો ઉપયોગ કરી શકે છે.
આ ત્રણેય ઓક્સિજન પ્લાન્ટમાં 500 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાય છે. એક સમયે માત્ર 50 લોકો ઉપયોગ કરી શકે છે.

ભારતની સહાયતા કરવી એ અમારી નૈતિક ફરજમાં આવેઃ રોબિન સ્વૉન
લોડિંગ કરતા સમયે ઉત્તરી આયરલેન્ડનાં સ્વાસ્થ્ય મંત્રી રોબિન સ્વૉન પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. તેઓએ કહ્યું હતું કે ભારતને સહાયતા કરવી એ અમારી નૈતિક ફરજમાં આવે અને અમે અમારાથી સંભવ હશે એટલી મદદ કરીશું. બ્રિટન અને ભારત સાથે મળીને આ મહામારી સામે લડત આપી રહ્યા છે. જ્યાં સુધી બધા સુરક્ષિત નથી ત્યાં સુધી આપણે પણ સુરક્ષિત નથી.

ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ અત્યંત દુઃખદ - બ્રિટિશ હેલ્થ સેક્રેટરી
બ્રિટનથી ગત મહિનામાં 200 વેન્ટિલેટર અને 495 કન્સન્ટ્રેટર ભારતમાં મોકલવામાં આવ્યા હતા, જેની ફન્ડિંગ FCDOએ કરી હતી. વળીં, બ્રિટનનાં સ્વાસ્થ્ય સચિવ મેટ હેનકોકે જણાવ્યું હતું કે મહામારીનાં કારણે ભારતની પરિસ્થિતિ અત્યંત દુઃખદ છે. અમે અમારા મિત્ર સાથે ખભાથી ખભો મેળવીને ચાલીએ છીએ. આપણે આ વૈશ્વિક મહામારીનો એકસાથે સામનો કરી રહ્યા છીએ. તેવામાં અમે વેન્ટિલેટર, ઓક્સિજન જનરેટકર અને અન્ય સહાયતા પણ ભારતને આપી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...