તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Any Government In The World Had To Bow To The Taunts Of The Disgruntled World, The 'tractor Factor' Has Always Been Involved In The Agrarian Movements.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ટેકો’ માગતા ખેડૂતો ‘ભાવ’ નથી આપતા:જગતના નારાજ તાત સામે વિશ્વની કોઈપણ સરકારે ઝૂકવું પડ્યું, કૃષિ આંદોલનોમાં ‘ટ્રેક્ટર ફેક્ટર’ હંમેશાં સામેલ રહ્યું

24 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમેરિકન એગ્રિકલ્ચર મૂવમેન્ટમાં સામેલ ખેડૂતોએ પાકની યોગ્ય કિંમત અંગે કરેલા આંદોલનમાં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનાં બહેન ગ્લોરિયા કાર્ટર સ્પાન પણ સામેલ હતાં. - Divya Bhaskar
અમેરિકન એગ્રિકલ્ચર મૂવમેન્ટમાં સામેલ ખેડૂતોએ પાકની યોગ્ય કિંમત અંગે કરેલા આંદોલનમાં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનાં બહેન ગ્લોરિયા કાર્ટર સ્પાન પણ સામેલ હતાં.
 • 1977માં અમેરિકાના નેબ્રાસ્કામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી.
 • જર્મનીમાં નવેમ્બર 2019માં નવી કૃષિ નીતિ સામે 40,000 ખેડૂતોએ રેલી યોજી

ભારત સરકારના ત્રણ કૃષિ કાયદાઓનાં વિરોધમાં 78 દિવસથી દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ જ્યારે 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી યોજી ત્યારે માર્ગો પર ટ્રેક્ટરોની લાંબી કતારોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માગણી સાથે સરકાર સામે અડીખમ રહેલા ખેડૂતો હવે રેલ રોકો આંદોલન કરવાનું એલાન પણ કરી ચૂક્યા છે. ભારતમાં ચાલી રહેલું આ ખેડૂત આંદોલન દુનિયાનું પ્રથમ આંદોલન નથી, વિશ્વભરના અનેક દેશોમાં ખેડૂતોએ પોતાનો અસલી મિજાજ જે તે દેશની સરકારની અન્યાયી નીતિઓ સામે બતાવી દીધો છે, જેની સામે મહદ્અંશે કોઈપણ સરકારને ઝૂકવાનો વારો આવ્યો છે. આવો જાણીએ કે વિશ્વના વિવિધ દેશોમાં ખેડૂતો કયા કારણોસર નારાજ થયા અને કઈ રીતે જે તે દેશની સરકારને ઝૂકવા મજબૂર કરી.

ભારતમાં 78 દિવસથી કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી યોજી હતી. એ દરમિયાન હિંસા થતાં સમગ્ર સ્થિતિમાં નવો વળાંક આવ્યો હતો.
ભારતમાં 78 દિવસથી કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી યોજી હતી. એ દરમિયાન હિંસા થતાં સમગ્ર સ્થિતિમાં નવો વળાંક આવ્યો હતો.

નેધરલેન્ડમાં 2,000 ખેડૂતોએ હાઈવે જામ કર્યો
નેધરલેન્ડમાં ઓક્ટોબર 2019માં સરકારની નીતિઓનાં વિરોધમાં 2,000 જેટલા ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ યોજી હતી. સરકારે વાસ્તવમાં, નાઈટ્રોજન ઉત્સર્જન ઘટાડવા માટે મરઘીઓ અને સુવરોની સંખ્યા ઘટાડવાનો આદેશ જારી કર્યો હતો. જેના કારણે ખેડૂતોએ ડચ હાઈવે દેખાવો દરમિયાન જામ કરી દીધો હતો. ખેડૂતોના આ દેખાવોથી હાઈવે પર 1000 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

અમેરિકામાં સામાન્ય ખેડૂતોના સંગઠને સરકારને ધ્રુજાવી હતી
વાત છે 1977ની કે જે સમયમાં અમેરિકામાં સામાન્ય ખેડૂતોનું એક સંગઠન કોલોરાડો રાજ્યના કેમ્પો ખાતે રચાયું હતું. જેને અમેરિકન એગ્રીકલ્ચર મૂવમેન્ટ નામ અપાયું હતું. આ સંગઠનમાં સામેલ ખેડૂતોની માગણી હતી કે તેઓ ખેતીનો પાક ઉગાડવા માટે જે ખર્ચ કરે છે અને એ પાકથી મળતી રકમ વચ્ચે સંતુલન હોવું જોઈએ. રસપ્રદ એ છે કે તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના બહેન ગ્લોરિયા કાર્ટર સ્પાન પણ આ ખેડૂત આંદોલનમાં સામેલ રહ્યા હતા અને બેશક આ ખેડૂતોએ એ સમયમાં ટ્રેક્ટર રેલી પણ યોજી હતી.

1977માં નેબ્રાસ્કામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી. તેમની આ મૂવમેન્ટમાં નેબ્રાસ્કાના ગવર્નર જે. જેમ્સ એક્સોન પણ સામેલ થતા એ ખેડૂત આંદોલનને ખૂબ વેગ મળ્યો હતો.
1977માં નેબ્રાસ્કામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી. તેમની આ મૂવમેન્ટમાં નેબ્રાસ્કાના ગવર્નર જે. જેમ્સ એક્સોન પણ સામેલ થતા એ ખેડૂત આંદોલનને ખૂબ વેગ મળ્યો હતો.

5000 ખેડૂતોની સાથે નેબ્રાસ્કાના ગવર્નર પણ જોડાયા હતા
1977માં નેબ્રાસ્કામાં ખેડૂતોએ પોતાની ખેતપેદાશ માટે વધુ નફો મળવો જોઈએ એવી માગણી સાથે ટ્રેક્ટર રેલી યોજી હતી. તેમની આ મૂવમેન્ટમાં નેબ્રાસ્કાના ગવર્નર જે. જેમ્સ એક્સોન પણ સામેલ થતા એ ખેડૂત આંદોલનને ખૂબ વેગ મળ્યો હતો. વાસ્તવમાં, પ્રેસિડન્ટ જિમી કાર્ટરના શાસને બાકી નીકળતી લોનની વસૂલાત માટે ખેતરો ટાંચમાં લેવાનો નિર્ણય એકવાર તો ખેડૂતોના આક્રોશ બાદ ટાળ્યો હતો પરંતુ જેવી ખેડૂતોની હડતાળ સમેટાઈ કે તરત જ કાર્ટર શાસને બાકી લોન વસૂલવાના હેતુથી ફરી ખેતરો ટાંચમાં લેવા શરૂ કર્યુ હતું. જેના કારણે 1979માં ફરીથી ખેડૂતોએ વિશાળ રેલી યોજી અને ટ્રેક્ટરો સાથે દેશની રાજધાની વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા હતા. આખરે કાર્ટર સરકારે પોતાની કૃષિ નીતિમાં ફેરફાર ખેડૂતોની તરફેણમાં કરવા તૈયારી દર્શાવી હતી. જો કે લાંબા સમયે આ ખેડૂત સંગઠન વિખેરાઈ ગયું હતું.

જર્મનીમાં નવી કૃષિ નીતિ સામે 40000 ખેડૂતોએ રેલી યોજી

બર્લિનમાં ટ્રેક્ટર રેલી યોજી હતી. વિરોધમાં 40,000 જેટલા ખેડૂતો ઊમટી પડ્યા હતા. ટ્રેક્ટરો સાથે માર્ગો પર ખેડૂતોનો આ કાફલો 10 કિમી લાંબો જોવા મળ્યો હતો.
બર્લિનમાં ટ્રેક્ટર રેલી યોજી હતી. વિરોધમાં 40,000 જેટલા ખેડૂતો ઊમટી પડ્યા હતા. ટ્રેક્ટરો સાથે માર્ગો પર ખેડૂતોનો આ કાફલો 10 કિમી લાંબો જોવા મળ્યો હતો.

જર્મનીમાં નવેમ્બર 2019માં સરકારની નવી કૃષિ નીતિના વિરોધમાં બર્લિનમાં ટ્રેક્ટર રેલી યોજી હતી. વિરોધમાં 40,000 જેટલા ખેડૂતો ઉમટી પડ્યા હતા. ટ્રેક્ટરો સાથે માર્ગો પર ખેડૂતોનો આ કાફલો 10 કિમી લાંબો જોવા મળ્યો હતો. જર્મન સરકારની નવી કૃષિ નીતિમાં ‘ઈન્સેક્ટ પ્રોટેક્શન’ કાયદાનો પ્રસ્તાવ હતો. જેમાં પેસ્ટિસાઈડ્સનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત સામેલ છે. જો કે હજુ આ વિવાદનો યોગ્ય અંત આવ્યો નથી અને ખેડૂતોમાં હજુય રોષ વ્યાપેલો છે.

ફ્રાન્સમાં ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે પેરિસમાં ટ્રાફિક જામ કર્યો

અમેરિકાના જિનેટિકલી મોડિફાઇડ પાક, સસ્તા કેનેડિયન બીફ તથા જંતુનાશકોના છંટકાવ સાથેના બ્રાઝિલિયન સોયાબીન્સના મુદ્દે ફ્રેન્ચ સરકાર દ્વારા કરાયેલા ટ્રેડ એગ્રીમેન્ટ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.
અમેરિકાના જિનેટિકલી મોડિફાઇડ પાક, સસ્તા કેનેડિયન બીફ તથા જંતુનાશકોના છંટકાવ સાથેના બ્રાઝિલિયન સોયાબીન્સના મુદ્દે ફ્રેન્ચ સરકાર દ્વારા કરાયેલા ટ્રેડ એગ્રીમેન્ટ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

ફ્રાન્સમાં ખેતીની ઓછી આવકના મામલે ખેડૂતો રોષે ભરાયા હતા. 2019માં પેરિસના માર્ગો પર મોટી સંખ્યમાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે ઉમટી પડ્યા હતા અને રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોં વિરુદ્ધ દેખાવો કર્યા હતા. વાસ્તવમાં, અમેરિકાના જિનેટિકલી મોડીફાઈડ પાક, સસ્તા કેનેડિયન બીફ તથા જંતુનાશકોના છંટકાવ સાથેના બ્રાઝિલિયન સોયાબીન્સના મુદ્દે ફ્રેન્ચ સરકાર દ્વારા કરાયેલા ટ્રેડ એગ્રીમેન્ટ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. 1000થી વધુ ટ્રેકટરો સાથે વિરોધ કરતા ખેડૂતો સામે આખરે ફ્રેન્ચ સરકાર ઝૂકી હતી અને ખેડૂત યુનિયનના આગેવાનો સાથે વાતચીત શરૂ કરી હતી. જે ચર્ચાનો સરકારે ખેડૂતોની તરફેણમાં નિર્ણયો લેવાની ખાતરી આપતા સુખદ અંત આવ્યો હતો અને આખરે ખેડૂતોએ દેખાવો બંધ કર્યા હતા.

સ્પેનમાં ખેતપેદાશોની યોગ્ય કિંમત આપવા દેખાવો

સ્પેનમાં ખેતપેદાશોની નિકાસમાં નુકસાનની ભીતિ સર્જાતાં અને EU ફાર્મ સબસિડીમાં 15%નો કાપ મૂકવાના પ્રસ્તાવ બાદ ખેડૂતો પાસે આંદોલન સિવાય કોઈ માર્ગ રહ્યો નહોતો.
સ્પેનમાં ખેતપેદાશોની નિકાસમાં નુકસાનની ભીતિ સર્જાતાં અને EU ફાર્મ સબસિડીમાં 15%નો કાપ મૂકવાના પ્રસ્તાવ બાદ ખેડૂતો પાસે આંદોલન સિવાય કોઈ માર્ગ રહ્યો નહોતો.

સ્પેનના એક્સ્ટ્રેમેદુરા પ્રદેશમાં ફળો અને શાકભાજી ઉગાડતા ખેડૂતોએ પાકની રિટેલ કિંમતોનું સ્તર નક્કી કરવામાં આવે એવી માગણી સાથે ઉગ્ર દેખાવો શરૂ કર્યા હતા. બ્રિટન યુરોપીયન સંગઠનમાંથી બહાર નીકળી ગયું (બ્રેક્ઝિટ) તેનાથી ખેતપેદાશોની નિકાસમાં નુકસાનની ભીતિ સર્જાતા અને EU ફાર્મ સબસિડીમાં 15%નો કાપ મૂકવાના પ્રસ્તાવ બાદ ખેડૂતો પાસે આંદોલન સિવાય કોઈ માર્ગ રહ્યો નહોતો. ત્યારબાદ રોષે ભરાયેલા ખેડૂતોએ ફેબ્રુઆરી 2020માં દક્ષિણપશ્ચિમ સ્પેનમાં ટ્રેકટરો સાથે રેલી યોજીને રસ્તા પર જામ સર્જી દીધો હતો. જો કે સ્પેનિશ સરકારે ખેડૂતોની ખેતપેદાશો માટે યોગ્ય કિંમત આપવા વિશે કોઈ પ્રયાસ કર્યા નથી.

પેરુમાં ખેતમજૂરો રોજિંદા વેતનમાં વધારાની માગણી સાથે વીફર્યા
પેરૂમાં ખેતરોમાં કામ કરતા કામદારો તેમને મળતા રોજિંદા વેતનમાં વધારો કરવાની માગણી સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. લિમા ખાતે હજારો ખેતમજૂરોએ રસ્તાઓ પર જામ સર્જી દીધો હતો. આખરે તો જો કે સરકારે ઝૂકવું પડ્યું હતું. પેરૂના ખેતમજૂરોના સંગઠન સાથે સરકારની 7 કલાક જેટલી લાંબી ચર્ચા ચાલી અને આખરે પેરુની સરકારે કૃષિ કાયદામાં ફેરફાર કરવામાં આવશે એવી ખાતરી આપી હતી.

પેરુના ખેતમજૂરોના સંગઠન સાથે સરકારની 7 કલાક જેટલી લાંબી ચર્ચા ચાલી અને આખરે પેરુની સરકારે કૃષિ કાયદામાં ફેરફાર કરવામાં આવશે એવી ખાતરી આપી હતી.
પેરુના ખેતમજૂરોના સંગઠન સાથે સરકારની 7 કલાક જેટલી લાંબી ચર્ચા ચાલી અને આખરે પેરુની સરકારે કૃષિ કાયદામાં ફેરફાર કરવામાં આવશે એવી ખાતરી આપી હતી.

ટ્યુનિશિયામાં ઈંધણ મોંઘું થતાં ખેડૂતો વીફર્યા
દેશના જીડીપીમાં 8.15% જેટલો હિસ્સો ધરાવતા ટ્યુનિશિયાના કૃષિ ક્ષેત્રમાં સામેલ ખેડૂતોએ તેમની ખેતપેદાશોનો યોગ્ય ભાવ આપવાની માગણી કરી હતી. ટ્યુનિશિયામાં ઈંધણ મોંઘું થવાથી અને ખેતપેદાશોની પૂરતી કિંમત ન મળતી હોવાના મામલે સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા. માર્ગો પર ઉતરી આવેલા ખેડૂતોએ સરકારને દોડતી કરી દીધી હતી. જો કે અહીં ખેડૂતોની માગણીઓ અંગે હજુ સરકારે કોઈ નિર્ણય લીધો નથી.

કેન્યામાં કોફી ઉત્પાદન ઘટતાં ખેડૂતોનું વિરોધપ્રદર્શન
કેન્યમાં મુરાન્ગા કાઉન્ટીમાં કોફીના ખેડૂતો સરકારના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોનો આરોપ હતો કે કોફી ઉત્પાદનમાં તેમનો સમાજ દેશમાં ત્રીજા ક્રમે રહ્યો અને સરકાર તેમને કોઈ મદદ આપવા માટે તૈયાર નથી. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યવાહી થયા પછી મામલો બિચક્યો હતો. તેમણે ઉગ્રતાથી સરકાર સમક્ષ દરમિયાનગીરી કરવા માગ કરી હતી. ખેડૂતોએ કોઓરેટિવ્સના અધિકારીઓ દ્વારા સર્જાતી મુશ્કેલીઓ દૂર કરવાની માગણી સાથે દેખાવો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો