તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Report:Workers Were Working In The Dam At The Time Of The Tragedy; The Flow Was So Fast That The Mountains And Bushes Were Scattered In Uttarakhand

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડના રૈણી ગામથી રિપોર્ટ:દુર્ઘટના વખતે મજૂરો ડેમમાં કામ કરી રહ્યા હતા; વહેણ એટલું ઝડપી હતું કે પહાડ અને વૃક્ષો વિખેરાઈ ગયાં

ચમોલીએક મહિનો પહેલાલેખક: હિમાંશુ ઘિલ્ડિયાલ
ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારે આવેલા પૂરને કારણે ઘણા લોકો ગુમ છે. રૈણી ગામમાં હાઈવે પર પરિવારજનના સમાચાર મળવાની રાહ જોઈ રહેલાં મહિલા અને બાળકો. - Divya Bhaskar
ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારે આવેલા પૂરને કારણે ઘણા લોકો ગુમ છે. રૈણી ગામમાં હાઈવે પર પરિવારજનના સમાચાર મળવાની રાહ જોઈ રહેલાં મહિલા અને બાળકો.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રૈણી ગામના લોકો રવિવારે સવારે નાસ્તો કરી ચૂક્યા હતા. કોઈ ખેતર તરફ જવાની તૈયારીમાં હતું, તો કોઈ જરૂરી સામાન ખરીદવા માટે જોશીમઠ માટે નીકળી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો. શરૂઆતમાં કોઈને કંઈ સમજાયું નહીં, પણ નદીમાં પૂર જોઈને સૌ ચોંકી ગયા. વહેણ એટલું ઝડપી હતું કે રસ્તામાં આવતાં પહાડો, વૃક્ષો અને મોટા બોલ્ડર ઘણા કિમી નીચે ઋષિગંગા અને ધૌલીગંગા નદીઓના સંગમ સુધી પહોંચી ગયાં.

‘જે સમયે પૂર જોવા મળ્યું ત્યારે નદીમાં બની રહેલા ડેમની વચ્ચેવચ મજૂર કામ કરી રહ્યા હતા. ગામના લોકોએ બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું. ગામના અમુક પરિવારોના ખેતર નદી કાંઠે છે. તે લોકો તેમનાં ખેતરોમાં જ હતા,’ આ વાત જણાવતા ગામના પ્રધાન શોભા રાણા ઘેરા શોકમાં જોવા મળ્યા હતા.

જે સમયે પૂર જોવા મળ્યું ત્યારે નદીમાં બની રહેલા ડેમની વચ્ચેવચ મજૂર કામ કરી રહ્યા હતા.
જે સમયે પૂર જોવા મળ્યું ત્યારે નદીમાં બની રહેલા ડેમની વચ્ચેવચ મજૂર કામ કરી રહ્યા હતા.

લગભગ થોડીક મિનિટમાં બધું સમાપ્ત થઈ ગયું
સ્થાનિક રહેવાસી ભગવાન સિંહ રાણાએ જણાવ્યું હતું કે અમે લોકોના જીવ બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ અમુક મિનિટમાં બધુ સમાપ્ત થઈ ગયું. નદીકિનારે બનેલા શિવાલય અને આરાધ્ય કાલી મંદિર પણ વહેણમાં વહી ગયાં.

ગામના લોકોએ ઊંચાઈ પર જઈને બૂમો પાડી
ગામના લોકોના જણાવ્યા પ્રમાણે, રવિવારે સવારે સાડા 10 વાગ્યે ગ્લેશિયર તૂટ્યો. વહેણને સૌથી પહેલા પેન્ગ મુરંડા ગામના લોકોએ જોયું. તે આસપાસના ગામના લોકોને સતર્ક કરવા માટે ઊંચાઈવાળા સ્થળે જઈને બૂમાબૂમ કરવા લાગ્યા, પણ વહેણની ગતિ તેમના અવાજ કરતાં વધુ હતી.

લોકો આસપાસના ગામના લોકોને સતર્ક કરવા માટે ઊંચાઈવાળા સ્થળે જઈને બૂમાબૂમ કરવા લાગ્યા, પણ વહેણની ગતિ તેમના અવાજ કરતાં વધુ હતી.
લોકો આસપાસના ગામના લોકોને સતર્ક કરવા માટે ઊંચાઈવાળા સ્થળે જઈને બૂમાબૂમ કરવા લાગ્યા, પણ વહેણની ગતિ તેમના અવાજ કરતાં વધુ હતી.

કૃત્રિમ સરોવરમાં ગ્લેશિયરનો હિસ્સો પડ્યો
જોશીમઠથી 23 કિમી આગળ મલારી બોર્ડર પર હાઈવે પાસે આવેલું રૈણી ગામ છે. અહીંથી લગભગ 20 કિમી ઉપર પહાડીથી ગ્લેશિયરનો એક હિસ્સો તૂટીને કૃત્રિમ સરોવરમાં પડ્યો હતો. આનાથી રૈણી સહિત આસપાસના વિસ્તારમાં ભારે તબાહી મચી ગઈ હતી.

રૈણી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ.
રૈણી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ.

પૂરમાં 5 ઝૂલા પુલ અને રૈણી ગામનો પુલ તબાહ
રવિવારે આવેલા પૂરમાં 5 ઝૂલા પુલ સહિત મલારી બોર્ડર હાઈવે પર બનેલો રૈણી ગામનો મુખ્ય પુલ પણ વહી ગયો. રૈણીમાં 13.2 મેગાવોટનો ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ પણ પૂરી રીતે કાટમાળમાં દબાઈ ગયો હતો. આ પ્રોજેક્ટની ટનલ, સ્ટાફ ક્વાર્ટર અને મશીનો પૂરમાં તણાઈ ગયાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો