• Gujarati News
  • National
  • Workers Hoisted The Tricolor, Fireworks Were Also Set Off; This Bridge Is 35 Meters Higher Than The Eiffel Tower

જમ્મુ-કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઉંચો બ્રિજ તૈયાર:કર્મચારીઓએ લહેરાવ્યો તિરંગો, આતિશબાજી પણ કરવામાં આવી; આ પુલ એફિલ ટાવર કરતા પણ 35 મીટર ઉંચો

2 મહિનો પહેલા

જમ્મુ-કાશ્મીરમાં બની રહેલા દુનિયાનો સૌથી ઉંચા ચેનાબ રેલ્વે પુલની ઓવરઆર્કનું કામ પૂર્ણ થઈ ચૂક્યુ છે. શનિવારે આ પુલનો ગોલ્ડન જોઇન્ટને લગાવવામાં આવ્યો હતો. અત્યારે પુલ બનાવવાનું કામ 98% પૂરુ થઈ ચૂક્યુ છે. આ પ્રસંગે કાર્યકરોએ તિરંગો લહેરાવ્યો હતો અને સાથે આતિશબાજી પણ કરી હતી. બ્રિજનું નિર્માણ કોંકણ રેલ્વે ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક (USBRL) પરિયોજના પ્રમાણે થયુ છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 28 હજાર કરોડ ખર્ચવામાં આવ્યા છે.

કોંકણ રેલ્વેના ચેરમેન અને એમડી સંજય ગુપ્તાએ કહ્યુ હતુ કે આ બ્રિજને બનાવવમાં ઘણો સમય લાગ્યો છે. ખરાબ હવામાન, ઉંચાઈ, આ બધુ જ પુલનાં નિર્માણ વખતે નડ્યું છે. પુલનું નિર્માણ મુંબઈ સ્થિત બુનિયાદી ઢાંચા પ્રમુખ Afcons દ્વારા કરવામાં આવ્યુ છે.

શનિવારે પુલનું કામ પૂર્ણ થતા કાર્યકરોએ તિરંગો લહેરાવ્યો હતો.
શનિવારે પુલનું કામ પૂર્ણ થતા કાર્યકરોએ તિરંગો લહેરાવ્યો હતો.

ગોલ્ડન જોઇન્ટ શું છે?
ગોલ્ડન જોઇન્ટ સિવિલ એન્જિનિયર્સ દ્વારા આપવામાં આવતી એક વ્યાખ્યા છે. ગોલ્ડન જોઇન્ટ એ જોઇન્ટ છે જેમાં કોઈ નવી પાઇપિંગ વસ્તુની વેલ્ડિંગ હાલમાં રહેલી લાઈન સાથે જોડી દેવામાં આવે છે. ગોલ્ડન જોઇન્ટની મદદથી હાઈ સ્ટ્રેન્થ ગ્રિપ (HSFG)બોલ્ટની મદદથી બ્રિજ અને બ્રિજ ઓવરઆર્ક ડૈકને બે ભાગોમાં જોડી દેવામાં આવે છે. જોકે આનો મતલબ એ નથી કે જોઇન્ટની વેલ્ડિંગ સોનાની થઈ જશે!

જમ્મુ-કાશ્મીરમાં 16 નવા રેલ્વે પુલ બની રહ્યા છે
Afconsના ગિરિધર રાજગોપાલને જણાવ્યુ હતુ કે 'અમે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે ગોલ્ડન જોઇન્ટ પૂરુ થયા બાદ બીજા અન્ય પુલોનું કામ પણ 98% પૂર્ણ થઈ જશે.' Afcons ચેનાબ બ્રિજ સાથે કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ (KRCL) માટે જમ્મુ-કાશ્મીરમાં 16 અન્ય રેલ્વે પુલોનું પણ નિર્માણ કરી રહ્યુ છે. આ બધા જ પુલ ઉધમપુર-શ્રનગર-બારામુલા રેલ લિંક (USBRL) પરિયોજનાનો ભાગ છે.

બ્રિજ પર છેલ્લી ડૈક લગાડતા કાર્યકરો.
બ્રિજ પર છેલ્લી ડૈક લગાડતા કાર્યકરો.

સિંગલ-આર્ક રેલ્વે બ્રિજની વિશેષતા
દુનિયાના સૌથી ઉંચા સિંગલ-આર્ક રેલ્વે બ્રિજ રિયાસી જીલ્લામાં બક્કલ અને કૌડીના વચ્ચે બનાવવમાં આવ્યો છે. 1.3 કિલોંમીટર લાંબો આ રેલ્વે બ્રિજ નદીની સપાટીથી 359 મીટરની ઉંચાઈએ છે. આ પુલ 324 મીટર ઉંચા એફિલ ટાવરથી પણ 35 મીટર ઉંચો છે. બ્રિજ પર 17 કેબલ્સ પર ઊભો છે. આ પુલ 8ની તિવ્રતાના ભૂકંપને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ બ્રિજ 260 પ્રતિકલાકની ઝડપને પણ સહન કરવાની ક્ષમતા ધરાવે છે.

આ બ્રિજને બનાવવા પાછળ એન્જિનિયર્સની કમાલ છે.
આ બ્રિજને બનાવવા પાછળ એન્જિનિયર્સની કમાલ છે.

આ બ્રિજમાં બ્લાસ્ટ લોડ ટેક્નોલોજી ઉપયોગ થયો છે. કોઈપણ વિસ્ફોટ અને પ્રેશરની પુલ પર અસર નહિ થાય. હાલ બનિહાલ અને બારામુલાની વચ્ચે રેલ છે. એવું જાણવામાં આવી રહ્યુ છે કે આ વર્ષના ડિસેમ્બર સુધીમાં જનતાને સૌંપી દેવામાં આવશે.