રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે દેશની મહિલા કુસ્તીબાજોએ મોરચો માંડ્યો છે. સિંહ અને કેટલાક કોચ પર ઓલિમ્પિક ચેમ્પિયન ખેલાડીઓએ યૌનશોષણના આરોપ લગાવ્યા છે. બુધવાર એટલે કે 18મી જાન્યુઆરીથી 200થી વધુ ખેલાડીઓ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ પર યૌનશોષણ કરવાના આરોપ લગાવનાર મહિલા કુસ્તીબાજોને ખેલ મંત્રાલયે ગુરુવારે વાતચીત માટે બોલાવ્યા હતા. ઓલિમ્પિક અને કોમનવેલ્થ જેવી સ્પર્ધાઓમાં મેડલ જીતનાર સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ જેવા રેસલર્સે જણાવ્યું હતું કે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ ખેલાડીઓનું યૌનશોષણ કરે છે.
બજરંગ પુનિયા: અમારી સાથે દેશના બધા જ રેસલર્સ છે. અધ્યક્ષે કહ્યું હતું કે પ્રૂફ આપશો તે ફાંસીએ ચડી જઈશ. પહેલા અમારી સાથે બે છોકરીઓ હતા, હવે અમારી સાથે પ્રૂફ તરીકે 6-7 છોકરીઓ છે, જેનું શોષણ અધ્યક્ષે કર્યું છે. અમે પાછળ નહિ હટીએ. અમે રાજીનામાથી સંતોષ મહિ મળે. અમે ફેડરેશનને ભંગ કરાવવા માગીએ છીએ.
વિનેશ ફોગાટ: અમારો એક-એક દિવસ કિંમતી છે. બેઠકમાં અમને સંતોષકારક જવાબ મળ્યો નથી. અમારા જે પણ આરોપો છે, તે સાચા છે. અમે સમ્માન માટે લડીએ છીએ. અમે આખા દેશને એ નહિ જણાવતા માગતા કે દેશની દીકરીઓ સાથે શું-શું થઈ રહ્યું છે. જે દિવસે બધી જ દીકરીઓએ મીડિયાને જાણ કરી છે, તે દિવસ કુશ્તી માટે દુર્ભાગ્યપુર્ણ દિવસ હશે.
અમે અધ્યક્ષનું રાજીનામું પણ માગીએ છીએ અને અધ્યક્ષને જેલ પણ મોકલીશું. અમારી સાથે ખૂબ જ ખોટું થયું છે. અમે વગર સબૂતે અહીં બેઠા નથી. અધ્યક્ષ બે મિનિટ સુધી અમારી આંખો-આંખો નાખીને બોલી દે તેઓએ કંઈ ખોટું કર્યું નથી. અમારી લડાઈ છોકરીઓને સોષણથી બચાવવાની છે. જો અમે જ સુરક્ષિત નથી, તો આ દેશમાં એક પણ છોકરી પેદા ના થવી જોઈએ. અધ્યક્ષે યુપીની કુશ્તી ખતમ કરી દીધી છે. જો અમારી માગો માનવામાં નહિ આવે તે છોકરીઓ સાથે FIR દાખલ કરીશું.
સાક્ષી મલિક: બેઠકમાં અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે. અમે આ આશ્વાસનથી ખુશ નથી. અમને યોગ્ય કાર્યવાહી જોઈએ છે.
બજરંગ પુનિયાએ વૃંદા કરાતને મંચ પરથી નીચે ઉતાર્યા
આ તરફ ધરણા દરમિયાન કમ્યુનિસ્ટ પાર્ટી CPI(M)ની નેતા વૃંદા કરાત મંચ પર ચઢી ગઈ હતી. બજરંગ પુનિયાએ તેમને મંચ પરથી નીચે ઉતરી જવા કહ્યું હતુ. બજરંગે કહ્યું હતુ કે, પ્લીઝ આ મુદ્દા પર રાજકારણ ન કરવું જોઈએ. અમારી લડાઈ ફેડરેશન સામે છે, સરકાર સામે નહીં.
મહિલા કુસ્તીબાજો અને ખેલ મંત્રાલય વચ્ચે વાતચીત પુર્ણ
ખેલ મંત્રાલયે ગુરુવારે એ મહિલા કુસ્તીબાજોને વાતચીત કરવા માટે બોલાવ્યા હતા જેમણે કુસ્તી એસોસિએશનના અધ્યક્ષ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા છે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ જેવી સ્પર્ધાઓમાં મેડલ જીતનાર સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ જેવી કુસ્તીબાજોએ જણાવ્યું હતું કે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ યૌનશોષણ કરે છે. ફેડરેશનના કોચ પણ વર્ષોથી આવું કરી રહ્યા છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં સેઘની બેઠક. સિંહ પદ છોડી શકે છે
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રેસલિંગ ફેડરેશનની એક્ઝિક્યુટિવ કમિટી અને એન્યુઅલ મીટિંગ (AGM) યોજાવા જઈ રહી છે. અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પણ આ બેઠકમાં હાજરી આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં બ્રિજભૂષણ શરણ સિંહ પોતાના રાજીનામાની જાહેરાત કરી શકે છે.
ગીતા અને બબીતા ફોગાટનું ટ્વિટ...
3 મહત્વના નિવેદન
1. બજરંગ પુનિયા: અમે દેશ માટે રમીએ છીએ, અમે તેના માટે લડીએ છીએ. આ લડાઈ જે ચાલી રહી છે તે અમારા સન્માનની લડાઈ છે.
2. WFIના અધ્યક્ષ: જો એક પણ આરોપ સાચો નીકળે તો મને ફાંસી આપી દેજો. પ્રદર્શન કરનારા ખેલાડીઓ ઓલિમ્પિક મેડલ જીતી શકતા નથી. માટે તેઓ નારાજ છે, એટલા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે.
3. ભાજપ નેતા બબીતા ફોગાટઃ જ્યાં આગ લાગે છે, ત્યાંથી જ ધુમાડો નીકળે છે. હું આજે જ આ લોકોની ફરિયાદ ઉકેલવાનો પ્રયાસ કરીશ.
ભારતીય રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે બુધવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે યૌનશોષણ કરવાના આરોપ લગાવ્યા છે. તેમની સાથે લગભગ 20 રેસલર દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણાં પર બેઠા હતા.
રેસલર્સ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની ગંભીર નોંધ લેતાં ખેલ મંત્રાલયે રેસલિંગ એસોસિયેશન પાસેથી 72 કલાકની અંદર જવાબ માગ્યો છે. જો આ મામલે જવાબ આપવામાં નહીં આવો તો રેસલિંગ એસોસિયેશન સામે કાર્યવાહી કરવામાં આવશે. ઇન્ટરનેશનલ રેસલર દિવ્યા કાકરાને એક વીડિયો પોસ્ટ કરીને બ્રિજભૂષણ શરણનું સમર્થન કર્યું છે.
આરોપોનું પરિણામ - મહિલા કોચિંગ કેમ્પ રદ કરી દીધો
ખેલ મંત્રાલયે લખનઉમાં 18 જાન્યુઆરીથી શરૂ થયેલા મહિલા કુસ્તી કેમ્પને પણ રદ કરી દીધો છે. આ કેમ્પમાં 41 મહિલા કુસ્તીબાજો ભાગ લેવાની છે. મંત્રાલયે આદેશમાં કહ્યું છે કે કેમ્પમાં જે મહિલા કુસ્તીબાજો પહોંચી ગયા છે તેમને ત્યાં રહેવા સુધી તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે.
જંતર-મંતર પર કુસ્તીબાજોનાં ધરણાં
ધરણાં દરમિયાન ખેલાડીઓએ કયા આરોપ લગાવ્યા, વાંચો ક્રમમાં...
વિનેશ ફોગાટે બુધવારે ધરણામાં કહ્યું હતું - નેશનલ કેમ્પમાં મહિલા રેસલર્સના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ અને કોચ યૌનશોષણ કરે છે. નેશનલ કેમ્પમાં તહેનાત કેટલાક કોચ વર્ષોથી મહિલા કુસ્તીબાજોનું યૌનશોષણ કરી રહ્યા છે. ઘણી મહિલા રેસલર્સે પણ આ અંગે ફરિયાદ કરી હતી.
બજરંગ પુનિયાએ કહ્યું હતું કે અમારો વિરોધ WFI અને જે રીતે તેઓ કુસ્તીબાજોનાં હિતોને ધ્યાનમાં રાખ્યા વિના કામ કરી રહ્યા છે તેની સામે છે. આ મામલાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. આ મામલે અધ્યક્ષે રાજીનામું આપી દેવું જોઈએ. અમે આ મામલે વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે સીધી વાત કરીશું.
WFI અધ્યક્ષે કહ્યું- જો આરોપો સાચા હશે તો હું ફાંસી પર લટકી જઈશ
આ તરફ, WFI અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું- વિનેશ ફોગાટના આરોપો પાયાવિહોણા છે. તેમની પાસે આરોપોના કોઈ પુરાવા નથી. જો કોઈ પીડિત છે તો પુરાવા સાથે મારી સામે આવે. જો આરોપો સાચા હશે તો હું ફાંસી પર લટકી જઈશ.
મહિલા આયોગની ખેલ મંત્રાલય અને દિલ્હી પોલીસને નોટિસ
મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીમાલએ ધરણાં પર બેઠેલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી અને આ મામલે ખેલ મંત્રાલય અને દિલ્હી પોલીસને નોટિસ આપી હતી. WFI અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ કરતાં તેમણે કહ્યું હતું કે- આપણા દેશ માટે મેડલ લાવનારી સિંહણો રસ્તા પર ધરણાં પર બેઠી છે, જે ખૂબ જ શરમજનક વાત છે.
વિનેશના આરોપ- જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
વિનેશે કહ્યું- ટોક્યો ઓલિમ્પિકમાં હાર બાદ WFIના અધ્યક્ષે મને 'ખોટો સિક્કો' કહી મારા પર માનસિક ત્રાસ ગુજાર્યો. હું દરરોજ મારા જીવનનો અંત લાવવા બાબતે જ વિચારો કરી રહી હતી. જો કોઈ રેસલરને કંઈ થશે તો તેની જવાબદારી WFIના અધ્યક્ષની રહેશે.
વિનેશ આટલે જ અટકી નહોતી. તેણે કહ્યું- કોચ મહિલાઓને હેરાન કરી રહ્યા છે. અમારી સ્થિતિ એવી છે કે મંજૂરી લીધા વગર પાણી પીવા પણ જઈએ તોપણ ફેડરેશન ગુસ્સે થાય છે. અમને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. જો અમને કંઈ થશે તો એના માટે અધ્યક્ષ જ જવાબદાર રહેશે. અમે અમારું કરિયર દાવ પર લગાવીને અહીં ધરણાં પર બેઠાં છીએ.
આ કુસ્તીબાજ ધરણાં પર બેઠા છે
અમારા અંગત જીવનમાં પણ દખલગીરી કરવામાં આવી રહી છે
WFI અમારા અંગત જીવનમાં પણ દખલગીરી કરે છે અને અમને પરેશાન કરે છે. તેઓ અમારું શોષણ કરી રહ્યા છે. જ્યારે અમે ઓલિમ્પિકમાં ગયા ત્યારે અમારી પાસે ફિઝિયો કે કોચ નહોતા. દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ કહ્યું- જ્યારથી અમે અવાજ ઉઠાવ્યો છે ત્યારથી અમને ધમકીઓ આપવામાં આવી રહી છે. વિનેશે કહ્યું હતું કે ફેડરેશનના ખેલાડીઓ પર બળજબરીથી પ્રતિબંધ લગાવવામાં આવે છે, જેથી ખેલાડી રમી ન શકે. હું લગભગ 10 વર્ષથી ફેડરેશન સાથે વાત કરવાનો અને અમારા મુદ્દાઓ સમજાવવાનો પ્રયાસ કરી રહી છું, પરંતુ કોઈ સાંભળવા માટે તૈયાર જ નથી.
શું છે સમગ્ર મામલો?
ભાસ્કરનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ફેડરેશને વિશાખાપટ્ટનમમાં સિનિયર રેસલિંગ ચેમ્પિયનશિપ માટે નવા રેફરીને બોલાવ્યા હતા. નવા રેફરીને નિયમોની જાણકારી નહોતી. તેમણે ખોટા નિર્ણયો આપ્યા. એને કારણે ખેલાડીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો અને આ મામલે વિવાદ પણ થયો હતો.
જ્યારે બજરંગ પુનિયાના અંગત કોચ સુજિત માને મેચના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા ત્યારે તેમને ફેડરેશને સસ્પેન્ડ કરી દીધા હતા. સોનીપતમાં લાગેલા સિનિયર કેમ્પમાં સુજિત માનનું નામ નહોતું. ફેડરેશનની આવી મનમરજીને કારણે ધરણાં કરવામાં આવી રહ્યા છે.
અધ્યક્ષને લખેલા પત્ર પરથી વિરોધ મામલે જાણવા મળ્યું: WFI આસિસ્ટન્ટ સેક્રેટરી
WFI સામે કુસ્તીબાજોના વિરોધ મામલે WFIના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરે કહ્યું- મને ખબર નથી કે શું મામલો છે. WFIના અધ્યક્ષને તમામ રેસલર્સે પત્ર લખ્યો, જેના પરથી મને પ્રદર્શન વિશે ખબર પડી. હું અહીં તેમની સમસ્યા બાબતે પૂછવા આવ્યો છું.
વિરોધ ચાલે ત્યાં સુધી કોઈ ખેલાડી ટૂર્નામેન્ટ નહીં રમે
બજરંગ પુનિયાએ કહ્યું હતું કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી ભારતના તમામ ટોચના કુસ્તીબાજો કોઈપણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ નહીં રમે. ફેડરેશન રેસલર્સ સાથે સારો વ્યવહાર કરતું નથી. તમામ રેસલર્સ આ મામલે PM ઓફિસ અને ગૃહમંત્રીને અમારી મદદ કરવા વિનંતી કરી રહ્યા છીએ.
હવે બુધવારની ધરણાંની તસવીરો જુઓ
રેસલર્સે કર્યું ટ્વીટ
રેસલર્સે WFI સામે ટ્વીટ કર્યું અને પોતાની મુશ્કેલીઓ જણાવી હતી. હવે જુઓ રેસલર્સના ટ્વીટ...
દિવ્યા કાકરાને ફેડરેશનનું સમર્થન કર્યું
આ તરફ, કોમનવેલ્થ ગેમ્સ મેડલિસ્ટ દિવ્યા કાકરાને કુસ્તી ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહનું સમર્થન કર્યું છે. તેમણે મોડી રાત્રે વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે રેસલર્સની તરફથી લગાવવમાં આવેલા આરોપો પાયાવિહોણા છે. દિવ્યાએ વધુમાં જણાવ્યું હતુ કે બ્રિજભૂષણ સિંહ આવ્યા બાદ ખેલાડીઓને આપવામાં આવતી સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.