• Gujarati News
  • National
  • Women Are Demanding The Right To Worship Maa Shringar Gauri In Gyanvapi Masjid Premises

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મહિલાઓ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મા શ્રૃંગાર ગૌરીની પૂજાનો હક માગી રહી છે

વારાણસીએક મહિનો પહેલાલેખક: ચંદન પાંડે
  • કૉપી લિંક
  • રહસ્યો ખુલવાના બાકી, વાત શિવલિંગની પૂજાના અધિકારની નથી
  • સીતા સાહૂએ જણાવ્યું કે તેમણે કેસ કેમ દાખલ કર્યો

જ્ઞાનવાપી મસ્જિદના પરિસરના કુંડમાં મળેલા શિવલિંગની પૂજાના અધિકારને લઈને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સતત બીજા દિવસે અનશન પણ રહ્યા. આ મામલો કોર્ટમાં છે. સરકાર કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહી છે પણ સંત સમાજ પૂજાના અધિકાર પર અડગ છે. જ્ઞાનવાપીમાં પૂજાના અધિકારને લઈને આ પહેલી લડાઈ નથી. એક લડાઈ શ્રૃંગાર ગૌરી મંદિર માટે પણ લડાઈ રહી છે. લડાઈમાં કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ પ્રકરણમાં કેસ દાખલ કરી આ મામલાને ચર્ચામાં લાવનાર પાંચ મહિલાઓ છે. તેમાં 4 વારાણસી અને 1 દિલ્હીની છે.

શ્રૃંગાર ગૌરી અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે કેસ દાખલ કરનાર સીતા સાહૂએ ભાસ્કર જૂથને કેસ દાખલ કરવા પાછળની કહાણી બતાવી. તેમણે કહ્યું કે 2020માં હું શ્રૃંગાર ગૌરીના દર્શન માટે ચૈત્ર નવરાત્રના ચોથા દિવસે સવારે 7 વાગ્યે જ્ઞાનવાપી સ્થિત ગેટ નજીક લાઈનમાં ઊભી હતી. તંત્રએ આશરે 9:30 વાગ્યે દર્શનની મંજૂરી આપી. એક એક કરી મહિલાઓ અંદર જવા લાગી. ભીડને લીધે પૂજિત ચબુતરા સુધી પહોંચવામાં તકલીફ પડી.

ધક્કામુક્કી વચ્ચે મારા હાથથી સુહાગની સામગ્રી પડી ગઈ. મને દુ:ખ થયું અને હું રડવા લાગી. ત્યારે પૂજા કરવા આવેલી બીજી મહિલાઓએ મને શાંત કરાવી. મને લાગ્યું કે વર્ષમાં ફક્ત એક દિવસ આ મંદિર સુહાગનો માટે ખુલે છે. તેમાં પણ દર્શન માટે ફક્ત 1 કલાકની મંજૂરી મળે છે. ત્યારે મારી મુલાકાત લક્ષ્મી દેવી, રેખા પાઠક અને મંજૂ વ્યાસ સાથે થઈ. લક્ષ્મી દેવીના પતિ સોહનલાલ આર્યની મદદથી અમે વકીલ હરીશંકર જૈનને મળ્યા અને કોર્ટમાં કેસ દાખલ કરવા પહોંચ્યા. સીતાએ કહ્યું કે રેખા પાઠક પિતા સાથે બાળપણમાં મંદિરે જતી હતી. ત્યારે ત્યાં બેરીકેડીંગ નહોતું.

ફક્ત ચબુતરાની પૂજા થાય છે, દેવીના દર્શન 1991થી બંધ છે
સીતા સાહૂએ કહ્યું કે માતા શ્રૃંગાર ગૌરીના દર્શન થતા નથી. ત્યાં ફક્ત ચબુતરો છે જેની પૂજા થાય છે. મા ગૌરીનો સંપૂર્ણ પરિવાર કાર્તિકેય, ગણેશ, વિશ્વેવરનાથ પરિસરની અંદર છે. 1991થી અહીં દેવીના દર્શન બંધ થઇ ગયા હતા. તંત્રએ રોક લગાવી હતી. બાબા વિશ્વેશ્વર નાથ અને માતા શ્રૃંગાર ગૌરી મંદિર નાગર શૈલીથી બન્યા છે. આ શૈલીથી બનેલા મંદિરોને પથ્થરથી બનાવાયા છે. તેમાં 8 મંડપ હોય છે. મુક્તિ મંડપ, દંડપાણી મંડપ, યજ્ઞ મંડપ, કુબેર મંડપ, શ્રૃંગાર મંડપ, ગણેશ મંડપ, ઐશ્વર્ય મંડપ. શ્રૃંગાર મંડપ મંદિરના મુખ્ય દ્વારની ઠીક સામે હતું. માન્યતા છે કે જે બાબા વિશ્વેશ્વરનાથના દર્શન માટે આવે છે તેણે પહેલા માતા શ્રૃંગાર ગૌરીથી આજ્ઞા લેવી પડે છે. દક્ષિણ ભારતમાં પણ મોટાભાગના મંદિર નાગર શૈલીથી બનેલા છે. સીતા સાહૂએ કહ્યું કે ઔરંગઝૈબે જ્યારે વારાણસીમાં મંદિરોને તોડવાનો આદેશ આપ્યો હતો તો પહેલા માતા શ્રૃંગાર ગૌરીનું મંડપ તૂટ્યું. પછી વિશ્વેશ્વરનાથનું મંદિર તોડી જ્ઞાનવાપી મસ્જિદ બની.

પૂજાના અધિકારની માગ સાથે 26 વર્ષ પહેલા અરજી દાખલ કરાઈ હતી
લક્ષ્મી દેવી:
વારાણસીના સોહનલાલ આર્યની પત્ની છે. તે શ્રૃંગાર ગૌરી જ્ઞાનવાપી કેસમાં પક્ષકાર છે. 26 વર્ષ પહેલા અરજી કરી હતી. ત્યારે એડવોકેટ કમિશનર હતા અને તપાસનો આદેશ અપાયો હતો. વિરોધને લીધે નિરીક્ષણ ના થયું. લક્ષ્મી દેવીએ 2021માં અરજી કરી. તેમાં પતિએ સાથ આપ્યો.
સીતા સાહૂ: અરજદાર સીતા સાહૂ વારાણસીના ચેતગંજની વતની છે. તેમણે ચૈત્ર નવરાત્રમાં ફક્ત એક દિવસની પૂજા કરવાની વ્યવસ્થાને વકીલ જૈનના માધ્યમથી પડકારી.
મંજૂ વ્યાસ: વારાણસીના રામઘાટ મોહલ્લાની વતની મંજૂ વ્યાસ શ્રૃંગાર ગૌરી અને જ્ઞાનવાપી કેસમાં અરજદાર છે. તેમણે કહ્યું કે તમામ મહિલાઓ સુહાગની રક્ષા માટે અહીં દર્શન કરવા જતી હતી પણ ચોખટથી પાછી ફરી જતી હતી. અમારી માગ છે કે મંદિર વર્ષભર ખુલે.
રેખા પાઠક: વારાણસીના હનુમાન ફાટક મોહલ્લાની વતની રેખાને રોજ દર્શન નહીં કરી શકવાનું ખૂંચતું હતું. વિશ્વ વૈદિક સનાતન સંઘના સહયોગથી અરજી કરી.
રાખી સિંહ: નવી દિલ્હીના હૌજ ખાસની વતની છે. તે વૈદિક સનાતન સંઘના અધ્યક્ષ જિતેન્દ્ર સિંહ બિસેન સાથે સંકળાયેલી છે. રાખીના જ્ઞાનવાપી કેસથી હટવાની અફવા ઉડી હતી.

અન્ય સમાચારો પણ છે...