• Gujarati News
  • National
  • Women Are Also Good At Steering; They Account For 7% Of The Total Drivers In The Country But Only 3% Are Victims Of Serious Accidents

દિલ્હી સરકારનો રિપોર:મહિલાઓ સ્ટિયરિંગ સંભાળવામાં પણ સારી; દેશના કુલ ડ્રાઈવરમાં તેમનો હિસ્સો 7% પણ માત્ર 3% ભીષણ દુર્ઘટનામાં શિકાર બને છે

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2021માં 99% દુર્ઘટના પુરુષ ડ્રાઇવરોએ કરી

જો તમે પણ એ લોકો પૈકી છો કે જેઓ મહિલાઓને સારી ડ્રાઇવર નથી માનતા તો આ સમાચાર જરૂર વાંચો. ભીષણ દુર્ઘટનાનો શિકાર થતા ડ્રાઇવર્સમાં મહિલાઓ માત્ર 3% જ છે. માર્ગ-પરિવહન મંત્રાલયના રિપોર્ટ મુજબ 2020માં દુર્ઘટનાઓમાં 56,334 (97.3%) પુરુષ અને 1,551 (2.7%) મહિલા ચાલકોનું મોત થયું જ્યારે દેશના કુલ 20.58 કરોડ ડ્રાઇવર્સમાં મહિલાઓ માત્ર 1.39 કરોડ (6.76%) છે.

જીવ ગુમાવનારા રાહદારીઓમાં પણ 19,188 (81.6%) પુરુષઅને 4,299 (18.4%) મહિલા છે. દિલ્હી સરકારના લેટેસ્ટ રિપોર્ટ મુજબ 2021 દરમિયાન દિલ્હીમાં માર્ગ અકસ્માતોમાં કુલ 1,239 લોકોના મોત થયા, જેમાંથી માત્ર 1% દુર્ઘટનાઓ માટે જ મહિલા ડ્રાઇવર જવાબદાર હતી જ્યારે દિલ્હીના ડ્રાઇવર્સમાં મહિલાઓની હિસ્સેદારી 8% છે.

5 વર્ષના રિસર્ચનું પરિણામ; મહિલા ડ્રાઇવર 50%થી વધુ હોય તો પણ દુર્ઘટનાઓ ઓછી
જો તમે એમ વિચારતા હો કે ભારતમાં મહિલા ડ્રાઈવરની સંખ્યા ઓછી છે તો દુર્ઘટના પણ ઓછી જ હોવાની તો જુઓ, ઓસ્ટ્રેલિયાના સંશોધનના તારણ.

  • ઓસ્ટ્રેલિયામાં 52% ડ્રાઇવર મહિલા છે. ત્યાં 2015થી 2019માં 65,781 ડ્રાઇવર ગંભીરપણે ઘવાયા કે મોતને ભેટ્યા, જેમાં 54.5% પુરુષ અને 45.5% મહિલા હતા.
  • 1996થી 2019માં થયેલા સંશોધન મુજબ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવનારી મહિલાઓ માત્ર 26% હતી. 2020માં 78% દુર્ઘટનાઓ પુરુષ ચાલકોથી અને 22% મહિલા ચાલકોથી થઇ.

સુરક્ષાની ગેરંટી; મહિલાઓની તુલનામાં પુરુષોના ડ્રાઇવિંગમાં જોખમ પણ બમણું
બ્રિટનમાં 2005થી 2015 દરમિયાન થયેલા ટ્રાવેલ સરવેના આંકડા કહે છે...

  • કાર ડ્રાઇવિંગમાં મહિલાઓની તુલનામાં પુરુષડ્રાઇવર દર કિ.મી.એ બમણાં અને બાઇકચાલક 10 ગણાં વધુ ખતરનાક હોય છે. { પુરૂષોની તુલનામાં સ્ત્રીઓ સ્પીડ લિમિટનો ભંગ 12% ઓછો કરે છે અને લાંબો સમય એકાગ્ર રહે છે.
  • બ્રિટનમાં પુરૂષ-મહિલા ડ્રાઇવરની સંખ્યા લગભગ સરખી છે પણ 72% ટ્રાફિક ઉલ્લંઘન પુરૂષો કરે છે. ડ્રંક ડ્રાઇવિંગમાં 84% અને ઓવરસ્પીડમાં 78% પુરુષડ્રાઇવર જ પકડાય છે.
અન્ય સમાચારો પણ છે...