તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Woman With 5 Daughters Jumps Under Train, Two Daughters Rescue Life, Woman And 3 Girls Killed

દૌસામાં કાળજું કંપાવનારી ઘટના:5 પુત્રી સાથે મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, બે પુત્રીએ હાથ છોડાવીને બચાવ્યો જીવ, મહિલા અને 3 બાળકીનાં મોત

દૌસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મંડાવરમાં રેલવેના પાટા નજીક પડેલા મૃતદેહ. - Divya Bhaskar
મંડાવરમાં રેલવેના પાટા નજીક પડેલા મૃતદેહ.
  • મહિલાએ પોતાની પાંચ પુત્રી સાથે ટ્રેનની આગળ ઝંપલાવીને મોતને વહાલું કર્યું
  • દુર્ઘટનામાં ત્રણ પુત્રીનાં મોત, બે પુત્રીનો બચાવ

જિલ્લાના મંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે સવારે એક મહિલાએ પોતાની પાંચ પુત્રી સાથે ટ્રેનની આગળ ઝંપલાવ્યું હતું. મહિલા અને તેની ત્રણ પુત્રીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં અને બે પુત્રી માંડ માંડ બચી ગઈ હતી. આ મામલો પરિવારિક વિવાદ જણાવવામાં આવી રહ્યો છે. મૃતકનો પતિ રેલવે કર્મચારી છે.

પોલીસના જણાવ્યા મુજબ, દૌસાના બાવડીખેડામાં રહેતી વિનિતા (34) પત્ની ખેમરાજ મીણા તેનાં પાંચ બાળકો સાથે આગરાથઈ બાંદીકુઇ તરફ જતી ટ્રેનની આગળ ઝંપલાવ્યું હતુ, જેને પગલે મહિલા સહિત તેની ત્રણ પુત્રી કોમલ (10), અમની (8) અને પાયલ (2)નાં દુઃખદ મોત થયાં હતાં, જ્યારે ધસમસતી ટ્રેન આવતી જોઈને પરી અને કોયલ નામની બે પુત્રીઓએ જેમ તેમ મહિલાથી હાથ છોડાવીને પોતાનો જીવ બચાવ્યો હતો.

બાળકોની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મંડાવર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નથુલાલ મયા ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મહવા ડી.એસ.પી. હવસિંહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતક મહિલા અને ત્રણ બાળકોના મૃતદેહને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા.

પોલીસં સમગ્ર ઘટના બાબતે વધુ તપાસ કરી
પોલીસનું કહેવું છે કે મૃતક મહિલાનો પતિ મંડાવર વિસ્તારમાં જ રેલવે ફાટક પર ગાર્ડ છે. તે મંડાવર પોલીસ મથક વિસ્તારના જ બાવડી ખેડા ગામનો રહેવાસી છે. પરિવારિક ઝઘડાનો મામલો જણાવવામાં આવી રહ્યો છે, જેના કારણે મહિલા પોતાનાં 5 બાળકો સાથે રેલવે ક્રોસિંગ પર પહોંચી હતી અને ટ્રેન આગળ ઝંપલાવ્યું હતું. મહિલા કરૌલી જિલ્લામાં ટોડાભીમ વિસ્તારના થેડીમેરડા ગામની રહેવાસી હતી. હાલમાં મંડાવર પોલીસ સમગ્ર ઘટના બાબતે વધુ તપાસ કરી રહી છે.