મધ્યપ્રદેશના બેતુલમાં બે રોમિયોએ એક મહિલા પર અશ્લીલ ટિપ્પણી કરવી ભારે પડી ગયું. ગુસ્સામાં આવેલી મહિલાએ બંનેને ઓન ધ સ્પોટ જ લમધારી નાખ્યા. બંનેને ચંપલથી માર્યા અને જમીન પર પછાડી પછાડીને લાતો પણ મારી. આ ઘટના ગુરુવાર રાતની છે, જેનો વીડિયો શુક્રવારે સામે આવ્યો. મહિલાએ રોમિયોને બચાવવા આવેલા યુવકને પણ માર્યો.
આ ઘટનાને નજરે જોનારાઓનું કહેવું છે કે આ મહિલા માર્કેટમાંથી પરત ફરી રહી હતી. આ દરમિયાન બંને યુવકે મહિલા પર અશ્લીલ ટિપ્પણી કરી. પહેલા તો મહિલાએ બંનેને શાંતિથી તેમને સમજાવ્યા અને ભગાડી દીધા, પરંતુ રોમિયો ફરી આવ્યા અને તેની છેડતી કરવા લાગ્યા. બસ, પછી તો મહિલાનો ગુસ્સો તૂટી પડ્યો.
મોઢા પર માર્યા ચંપલ
મહિલાએ તરત જ ચંપલ ઉતારી અને એક યુવકને પકડીને સતત ચંપલોથી ફટકાર્યો. તેને જમીન પર પાડી દીધો અને લાતો પણ મારી. એટલી વારમાં બીજો યુવક ગભરાઈને હાથ જોડીને તેની માફી માગવા લાગ્યો, પરંતુ મહિલા તેના મોઢા પર પણ ચંપલ મારવા લાગી. થોડીવાર પછી બંનેએ મહિલાના પગ પકડી લીધા અને તેની માફી માગવા લાગ્યા.
TI અપાલા સિંહનું કહેવું છે કે આ પ્રકારની કોઈ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી. તમારા માધ્યમથી જ આ વીડિયો મારી સામે આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.