તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ-પત્ની ઔર વો:જેઠ સાથે હતા સંબંધો, પતિની હત્યા કરાવી કહ્યું- કોરોનાથી મોત થયું, પાંચ મહિને થયો ખુલાસો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પત્નીએ જ કરાવી પતિની હત્યા - Divya Bhaskar
પત્નીએ જ કરાવી પતિની હત્યા

પ્રેમ આંધળો હોય છે એવું ઘણી વખત સાંભળ્યું છે. પરંતુ રાજસ્થાનના ઉદેપુરમાં આ વાતને સાબીત કરે તેવી જ એક ઘટના સામે આવી છે. ઉદેપુરમાં પત્નીએ જેઠ સાથેના ગેરકાયદે સંબંધોના કારણે પતિની હત્યા કરાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે પાંચ મહિનાની તપાસ પછી આ ઘટસ્ફોટ કર્યો છે.

આ ઘટના ભદેપુર શહેરના પ્રતાપનગર વિસ્તારની છે. અહીં અંદાજે 5 મહિના પહેલાં એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. હવે આ કેસમાં પોલીસે આરોપી જેઠ, મૃતકની પત્ની અને આ કેસ સાથે સંકળાયેલા અન્ય પાંચ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. એસપી ડૉ. રાજીવ પ્રચારે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે.

નકલી ડેથસર્ટીફિકેટ બનાવવા જતા ખુલી પોલ
પોલીસના જણાવ્યા પ્રમાણે, પોલીસની એક સ્પેશિયલ ટીમના કોન્સ્ટેબલ પ્રહલાદ પાટીદારને માહિતી મળી હતી કે, અમુક લોકો એક ડેથ સર્ટીફિકેટ બનાવવાની વાત કરીને પંચાયતના આટાં ફેરા મારતા હતા. આ ટીમે જ્યારે બે લોકો પર નજર રાખી તો તેમને ખબર પડી કે કોઈ વ્યક્તિના મોત પછી તેનું નકલી ડેથ સર્ટીફિકેટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો.
ટીમે જ્યારે તે બંને લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી ત્યારે તે લોકોએ તેમના અન્ય 3 સાથીઓ સાથે મળીને હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. આરોપીઓએ આ હત્યા માટે ત્રિપુરાના પ્રદીપદાસ નામના વ્યક્તિને સોપારી આપી હતી. સ્પેશિયલ ટીમ અને પ્રતાપનગર પોલીસ સ્ટેશન એક પછી એક કડી જોડી ત્યારે સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.

મોટાભાઈએ સોપારી આપી નાના ભાઈની હત્યા કરાવી
આ કેસમાં વધારે તપાસ કરતાં મૃતકના મોટા ભાઈ તપનદાસ અને મૃતકની પત્ની વચ્ચે ગેરકાયદે સંબંધો હોવાની વાત સામે આવી છે. પોલીસે આ હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ મૃતકની પત્ની અને મોટાભાઈની ધરપકડ કરી લીધી છે. એસપી રાજીવ પ્રચારે જણાવ્યું કે, પૂછપરછમાં સામે આવ્યું છે કે, આસામમાં રહેતા મૃતક ઉતમદાસના મોટા ભાઈએ સોપારી આપીને તેના નાનાભાઈની હત્યા કરાવી હતી.
આ લોકોએ હત્યા પછી જાતે ગામડે જઈને તેનું મોતનું કારણ કોરોના જણાવ્યું હતું. ત્યારપછી બધી વિધિ પણ કરવામાં આવી હતી. પોલીસે મૃતકની પત્ની, મોટા ભાઈ અને ઉદેપુરના 5 સ્થાનીક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે ફિલ્મી સ્ટાઈલે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

ફિલ્મી સ્ટાઈલે કરી હત્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કન્સ્ટ્રક્શનના વેપારી મૃતક ઉત્તમદાસની એક કંપની છે. જેનું વાર્ષિક 5 કરોડનું ટર્નઓવર છે. ઉત્તમે તેમની કંપની મારફતે રાજસ્થાનના કાઉન્સીલ કાર્યાલયને મોડ્યુલર ઓફિસ બનાવવાનું નક્કી કર્યું હતું. જેનું કામ 5 અન્ય આરોપીઓમાં સામેલ રાકેશ જોતો હતો.
મૃતકના મોટા ભાઈ તપન અને તેની પત્ની રુપાએ ઉત્તમને ઉદેપુર મોકલ્યા અને રાકેશ અને તેના 4 સાથીઓને 12.50 લાખ રૂપિયા આપીને હત્યા કરવાની સોપારી આપી હતી. ઉત્તમ ઉદેપુર આવ્યો ત્યારે રાકેશ અને તેના સાથીઓએ દારૂની પાર્ટી કરી અને ઉત્તમનું ગળુ દાબીને હત્યા કરીને તેની લાશ ઉદયસાગર નદી કિનારે ફેંકી દીધી હતી.

આરોપી પત્ની રુપા
આરોપી પત્ની રુપા

સંપત્તિ મેળવવા જોઈતું હતું નકલી ડેથ સર્ટીફિકેટ
આ કિસ્સામાં રસપ્રદ વાત એ છે કે, પહેલાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી અને ત્યારપછી મૃતકની ઓળખ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે આસામ જઈને ઉત્તમના ઘરે દરોડા પાડ્યા અને ત્યાંથી ઘણાં મહત્વના પુરાવા મળી આવ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઉત્તમની હત્યા કર્યા પછી પત્ની દ્વારા વિધિ-વિધાનથી તેની અંતિમ ક્રિયાઓ તેના પૈતૃક ગામમાં જઈને કરવામાં આવી હતી. પરંતુ ઘણો સમય પસાર થઈ ગયા પછી પણ ઉત્તમનું ડેથ સર્ટીફિકેટ નહતું મળતું. તેથી તેની પત્ની રુપાને ઉત્તમની સંપત્તિનો લાભ નહતો મળતો.
આ જ કારણ છે કે, રુપા ઉત્તમનું નકલી ડેથ સર્ટીફિકેટ બનાવડાવા માંગતી હતી. તેના કારણે તે ઘણાં સમયથી ઉદેપુરના અમુક વચેટિયા અને સરકારી અધિકારીઓના સંપર્કમાં હતી. પોલીસને આ સર્ટીફિકેટ બનાવડાવા આવતા લોકો પર શંકા થતાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.