આખલાએ મહિલાને એડફેટે લીધી LIVE VIDEO:રસ્તા પર પછાડી દેતા મહિલા બેભાન થઈ ગઈ, લોહી લુહાણ હાલતમાં જોધપુર રીફર કરાઈ

તિંવરી (જોધપુર)3 મહિનો પહેલા
  • દુર્ઘટનામાં મહિલા બેભાન થઈ ગઈ હતી.

રાજસ્થાનમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે સરકારો દરેક બજેટમાં જાહેરાતો કરે છે, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. છેલ્લા કેટલાક સમયથી કૂતરાથી લઈને આખલા અને અન્ય પ્રાણીઓનાં હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી ઘટનાઓમાં બાળકોના મોત પણ થયા છે, પરંતુ સરકાર આ બાબતે કોઈ જ ધ્યાન આપતી નથી કે જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાતા નથી.

આખલાએ મહિલાને એડફેટે લેતા ઉછાળીને રસ્તા પર પટકી હતી
આ મામલો જોધપુરનાં તિંવરી વિસ્તારનો છે. અહીં ગયા બુધવારે ઘરે પરત ફરી રહેલ એક આંગણવાડી કાર્યકર સીમા રાજપુરોહિત (39) બે આખલા વચ્ચેની લડાઈનો શિકાર બની હતી. એક આખલાએ મહિલાને એડફેટે લેતા ઉછાળીને રસ્તા પર પટકી હતી અને આખલો તેની ઉપરથી પસાર થઈ ગયો હતો. દુર્ઘટનામાં મહિલા ત્યાં જ બેભાન થઈ ગઈ હતી અને તેના કાનમાંથી લોહી વહી રહ્યું હતુ. તેના માથામાં પણ ઈજા થઈ હતી. મહિલા હાલમાં જોધપુરની એમડીએમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી
સ્થાનિકોએ જણાવ્યું કે સીમા બુધવારે બપોરે ઘરે પરત ફરી રહી હતી. હંમેશાની જેમ રસ્તામાં બે-ત્રણ આખલા ઊભા હતા. તે આખલાઓની વચ્ચેથી જેવી આગળ વધી કે અચાનક બે આખલા તેની તરફ દોડ્યા હતા. તેમાંથી એક આખલાએ સીમાને એડફેટે લેતા રસ્તા પર પછાડી દીધી હતી. તે રસ્તા પર પડતાની સાથે જ બેભાન થઈ ગઈ હતી. આસપાસનાં લોકો તરત જ આવી પહોંચ્યા હતા અને કોઈક રીતે તેને સંભાળી હતી.ઈજાગ્રસ્ત હાલતમાં સીમાને સારવાર માટે તિંવરી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી જોધપુર રીફર કરાઈ હતી.

મંગળવારે પણ તિંવરીમાં જ એક વૃદ્ધ મહિલા કમલા દેવી પણ આખલાએ અડફેટે લેતા ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં તેમના પગનું હાડકું તૂટી ગયું હતું. તેમની પણ હજુ સારવાર ચાલી રહી છે. રાજ્ય સરકાર
પહેલા પંચાયત સમિતિ કક્ષાએ અને હવે ગ્રામ પંચાયતના મુખ્યાલયમાં નંદીશાળા બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ જાહેરાતના ત્રણ વર્ષ બાદ પણ નગરમાં નંદીશાળા ખુલી નથી. સ્થાનિક ભંવરલાલ મીણાએ જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક ગૌશાળા સંચાલકો અને ગ્રામ પંચાયત વહીવટીતંત્ર સાથે વાત કરીને તેનો ઉકેલ લાવશે.
ઇનપુટ અને ફોટો: જેઠમલ જૈન, તિંવરી

અન્ય સમાચારો પણ છે...