તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Woman Jailed For 29 Days To Marry SDM Judge, High Court Grants 10 Days Conditional Bail

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચ લેનારી પિંકીના લગ્ન થશે:29 દિવસથી જેલમાં બંધ મહિલા SDM જજ સાથે લગ્ન કરશે, હાઈકોર્ટે 10 દિવસના શરતી જામીન આપ્યા

જયપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
દૌસા જિલ્લામાં બાંદીકુઈ SDM આરએએસ પિંકી મીણાને 13 જાન્યુઆરીના રોજ એસીબીએ રૂપિયા 10 લાખની લાંચ લેતા પકડવામાં આવ્યા હતા - Divya Bhaskar
દૌસા જિલ્લામાં બાંદીકુઈ SDM આરએએસ પિંકી મીણાને 13 જાન્યુઆરીના રોજ એસીબીએ રૂપિયા 10 લાખની લાંચ લેતા પકડવામાં આવ્યા હતા

રૂપિયા 10 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયેલી આરોપી SDM પિંકી મીણા આગામી 16મી ફેબ્રુઆરીના રોજ જજ સાથે લગ્ન કરવા જઈ રહી છે. પિંકી અત્યારે જેલમાં છે. રાજસ્થાન હાઈકોર્ટની જયપુર ખંડપીઠના ન્યાયમૂર્તિ ઈન્દ્રજીત સિંહે તેને 10 દિવસના શરતી જામીન આપ્યા છે.

દૌસામાં ધોરીમાર્ગનું નિર્માણ કરી રહેલી કંપની પાસેથી પૈસા લેવાનો આરોપ ધરાવતી SDM પિંકી 29 દિવસથી જેલમાં બંધ છે. પિંકી મીણાએ લગ્નના પાંચ દિવસ બાદ એટલે કે 21 ફેબ્રુઆરીના રોજ સરેન્ડર કરવાનું રહેશે. આ કેસની હવે પછીની સુનાવણી 22 ફેબ્રુઆરીના રોજ યોજાશે.

નીચલી કોર્ટે નકારી દીધી હતી જામીન અરજી
SMD મીણાએ જાન્યુઆરી 2021માં નીચલી કોર્ટે જામીન માટેની અરજી નકારી દીધી હતી,પણ કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. સરકારી વકીલે તપાસને અસર થવાની સ્થિતિ ટાંકી જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, ત્યારબાદ હાઈકોર્ટ સમક્ષ અરજી કરતા લગ્ન માટે છ દિવસના જામીન આપ્યા છે.

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે નિર્માણ કરતી કંપની પાસે લાંચ માંગી હતી
ACBએ 13 જાન્યુઆરીના રોજ હાઈવે નિર્માણ કરનારી કંપની પાસેથી રૂપિયા 5 લાખની લાંચ લેતા દૌસા SDM પુષ્કર મિત્તલ તથા 10 લાખની લાંચ માગવાની ફરિયાદને ધ્યાનમાં લઈ બાંદીકુઈ SDM પિંકી મીણાની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે એવો પણ આરોપ છે કે બન્ને SDMએ ભારતમાલા પરિયોજના (દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે) કંપનીના અધિકારીઓ પાસેથી લાંચ માંગી હતી.

નાની ઉંમરમાં પસંદગી થઈ હતી
પિંકી અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી. પિંકી બાળપણથી જ ઉચ્ચ અધિકારી બનવાનું સ્વપ્ન ધરાવતી હતી. તે ખેતીવાડી અને પશુપાલનમાં માતા-પિતાને મદદ કરતી હતી. 12 સુધી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા પ્રથમ વખત આરએએસ પરીક્ષા પાસ કરી હતી, પણ 21 વર્ષથી નાની ઉંમર હોવાથી ઈન્ટર્વ્યુ આપી શકી ન હતી. જોકે ત્યારબાદ તેણે આ પરીક્ષા પાસ કરી હતી.

લાલચ એવી કે ગમે ત્યારે લાંચની રકમ વધારી દેતી હતી
SDM પદ પર રહી પિંકી હાઈવે બનાવતી કંપની પાસેથી રૂપિયા 6 લાખ લાંચ માંગી હતી. ત્યારબાદ કંપનીએ સંપર્ક કર્યો તો રૂપિયા 6 લાખના બદલે રૂપિયા 10 લાખ માંગ્યા હતા. કંપનીએ પ્રશ્ન કર્યો હતો પિંકીએ કહ્યું કે કરોડોનું કામ કરી રહ્યા છો તો આટલા પૈસા લાગશે.

મીણાએ પ્રથમ વખતમાં RAS ક્લિયર કર્યું
પિંકી મીણા જયપુર જિલ્લામાં ચૌમુંના ચિથવાડી ગામની રહેવાસી છે. સરકારી શાળામાં અભ્યાસ પૂરો કરનારી પિંકી મીણાના પિતા એક ખેડૂત છે. તેણે પ્રથમ વખતમાં જ RAS પરીક્ષા પાસ કરી હતી,પણ 21 વર્ષની ઉંમર ન હોવાથી ઈન્ટરવ્યુ આપી શકી ન હતી. ત્યારબાદ વર્ષ 2016માં ફરીથી મેરિટ સાથે પરીક્ષા પાસ કરી. પ્રથમ પોસ્ટીંગ ટોંકમાં મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો