તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્દોર:નર્સનો ડ્રેસ પહેરીને આવેલી મહિલા ચોરે નવજાતને ચોર્યું, હાઈટેક હોસ્પિટલના સ્ટાફને પણ છેતર્યો

5 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ મધ્યપ્રદેશના ઇન્દોરની સરકારી એમવાય હોસ્પિટલમાં ગત રવિવારે નવજાત બાળકની ચોરી થયાંની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં એક મહિલા નર્સ બનીને આવી અને બાળકની નાની સાથે વોર્ડથી બાળકને બહાર લઈ આવી. બાળકની ચોરી થતાં પરિજનોએ હોસ્પિટલમાં જ જોરદાર હોબાળો કર્યો. બાળકના પિતાએ એમવાય હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવતાં કહ્યું, ‘ડોક્યુમેન્ટ વગર બાળક બહાર જઈ શકતો નથી. ગાર્ડને ખબર હશે કે બાળક આખરે બહાર કેવી રીતે ગયું?’ આ બાબતે પોલીસનું કહેવું છે કે, ‘અમે CCTV ફૂટેજને આધારે તપાસ શરૂ કરી દીધી છે, પણ હજી સુધી કોઈ સફળતા મળી નથી.’ મહત્ત્વનું છે કે, એમવાય હોસ્પિટલમાં વર્ષ 2016માં પણ એક બાળકની ચોરી થઈ હતી. આ ઘટનાએ ફરી હોસ્પિટલના તંત્રની પોલ ખોલી નાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો