• Gujarati News
  • National
  • Woman Falls From Moving Bus, Dies Before Reaching Station, Horrific Scenes In Tamil Nadu

LIVE વીડિયો:ચાલતી બસમાંથી મહિલા નીચે પડી, સ્ટેશન આવતાં પહેલાં જ મોતનો ભેટો, તામિલનાડુનાં ભયાનક દૃશ્યો

એક મહિનો પહેલા

તામિલનાડુના તેનકાસી જિલ્લામાં થયેલા અકસ્માતના ભયાનક CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં દીકરીના લગ્ન માટે ખરીદી કરીને આવી રહેલી મહિલા ચાલતી બસમાંથી નીચે પડી ગયા. CCTV ફૂટેજ મુજબ મહિલા મિનિ બસમાં મુસાફરી કરી રહ્યા છે. સ્ટેશન નજીક આવતાં સીટ પરથી ઉભા થાય છે અને બેલેન્સ ગુમાવતાં અચાનક જ ખુલ્લા દરવાજામાંથી પડી જાય છે. બસની બહારના CCTVમાં તેમને રોડ પર પટકાતાં પણ જોઈ શકાય છે. આ સાથે જ બસ ઉભી રહે છે અને સૌ કોઈ નીચે ઉતરી મહિલાને સંભાળે છે. જો કે, નીચે પડતાની સાથે જ તેઓ બેભાન થઈ જાય છે. ત્યારબાદ મહેશ્વરી નામના આ મહિલાને તરત જ હૉસ્પિટલ ખસેડવામાં આવે છે, જો કે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દીકરીના લગ્ન હોવાથી આ મહિલા ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યાં હતાં.