તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Woman Falls Asleep Under Train After Quarrel With Husband Over Selfie, Horrific Death Captured On CCTV

મહારાષ્ટ્ર:સેલ્ફી અંગે પતિ સાથે ઝઘડો થતાં મહિલા ટ્રેન નીચે સૂઈ ગઈ, કમકમાભર્યું મોત CCTV કૅમેરામાં કેદ

3 મહિનો પહેલા

મહારાષ્ટ્રના વિક્રોલીના રેલવે સ્ટેશન પર એક મહિલાએ આત્મહત્યા કર્યાંની ઘટના સામે આવી છે. એક 27 વર્ષીય મહિલાનો તેના પતિ સાથે સેલ્ફી અંગે ઝઘડો થયો હતો. આ પછી મહિલા આત્મહત્યા કરવા માટે રેલવે સ્ટેશન આવી હતી. મહિલા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર ટ્રનની રાહ જોઈને બેઠી હતી. ટ્રેન આવતાંની સાથે જ મહિલા ટ્રેક પર સૂઈ ગઈ અને ટ્રેન નીચે કચડાઈ જતાં મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. મહત્ત્વનું છે કે, પોલીસે આ અંગે ફરિયાદ નોંધી મૃતક મહિલાના પતિની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...