• Gujarati News
  • National
  • Woman Eloped With Boyfriend From Buxar; Said Husband Kills, Is Disabled, Does Not Live Together

પતિ નહીં, પ્રેમીની સાથે રહીશ...નહિતર મોત વહાલું કરીશ:બિહારના બકસરથી બોયફ્રેન્ડની સાથે ભાગી મહિલા; કહ્યું- પતિ મારે છે, દિવ્યાંગ છે, સાથે નથી રહેવું

બક્સર15 દિવસ પહેલા

બિહારના બકસરમાં એક મહિલા પતિને છોડીને પ્રેમીની સાથે રહેવા માગે છે. તેનું કહેવું છે કે પ્રેમીની સાથે જ રહેશે, નહિતર મોતને વહાલુ કરશે. બકસરમાંથી પ્રેમીની સાથે ભાગી ગયેલી મહિલાને પોલીસે ઝારખંડમાંથી પકડી છે. મહિલા તેની મરજીથી પ્રેમી સાથે પોતાની બહેનના ઘરે જતી રહી હતી. આ અંગેની વાત મળતાં જ સાસરિયાં ટાટાથી બંનેને લઈને બક્સરના ચોગાઈના મુરારા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

અહીં પણ પરિણીતા તેના પતિની સાથે ન રહેવાની વાત પર અડગ રહી હતી. તેણે પોતાના પ્રેમીની સાથે જ રહેવાની જીદ પકડી છે. તેણે કહ્યું- હવે પ્રેમીની સાથે જ આખી જિંદગી રહીશ કે મરી જઈશ. આ અંગે પોલીસ સ્ટેશનમાં જ બંને પરિવારને બોલાવવામાં આવ્યા હતા અને લેખિતમાં સામાધાન કરીને પરિણીતાને પ્રેમીની સાથે રહેવા મોકલી દેવામાં આવી હતી.

સ્કુલમાં પ્રેમ થયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, 6-7 વર્ષ પહેલાં ભોજપુર જિલ્લાના દૌલતપુરના રહેવાસી મંજિત કુમાર(પિતા-ઉમેશ યાદવ)ને જિલ્લાના બખ્તિયારપુરની રહેવાસી ચિંતા કુમારી(પિતા-જીતન યાદવ) સાથે સ્કૂલમાં અફેર થયું હતું. એ પછી બંનેની વચ્ચે વાતચીત અને હળવા-મળવાનું વધતું ગયું. ચિંતાકુમારી ડરથી આ અંગે પોતાના પરિવારના લોકોને કઈ કહીં શકી નહોતી. આ દરમિયાન તેના પિતાએ તેના લગ્ન બક્સર જિલ્લાના પુરૈના ગામના યુવક સાથે કરાવી દીધા છે.

મનજિત કુમારે કહ્યું હતું કે સ્કૂલમાં અભ્યાસ દરમિયાન અમને એકબીજા સાથે પ્રેમ થયો હતો.
મનજિત કુમારે કહ્યું હતું કે સ્કૂલમાં અભ્યાસ દરમિયાન અમને એકબીજા સાથે પ્રેમ થયો હતો.

પતિ મારે છે, સાથે રહેવું નથી- ચિંતા કુમારી
ચિંતાકુમારીના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. તેનું કહેવું છે કે તેને પતિની સાથે રહેવું નથી, તે મારે છે, દિવ્યાંગ છે. આ કારણે ત્રણ દિવસ પહેલાં રાતે 10 વાગ્યાની આસપાસ તેણે પોતાના પહેલા પ્રેમી મનજિત કુમારને ફોન કરીને બોલાવ્યો અને બંને તેની બહેનના ત્યાં ટાટા જતા રહ્યા. તેણે તેના પ્રેમીની સાથે જ રહેવું છે. બીજી તરફ, સાસરિયાંને જ્યારે તે ન મળી તો આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ત્યારે અચાનક જ જાણવા મળ્યું કે તે તેની બહેનની સાથે રહે છે, જ્યાંથી બંનેને મુરારા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે.

પ્રેમીને લગ્ન પછી છોડી દેવાનું વિચાર્યું, પરંતુ ન ભૂલી શકી
ચિંતાના પ્રેમી મનજિત કુમારે જણાવ્યું કે સ્કૂલમાં અભ્યાસ દરમિયાન અમને બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. અમે બંને લગ્ન કરવા માગતા હતા, જોકે ચિંતા ડરને કારણે પોતાના પિતાને આ વાત કહી શકી નહોતી. તેના લગ્ન પછી અમે થોડા દિવસો સુધી વાત પણ કરી નથી. સોતાના હવે લગ્ન થઈ ગયા તો તે હવે તેની દુનિયામાં ખુશ રહે. જોકે થોડા દિવસ પછી ફરીથી વાતચીત શરૂ થઈ ગઈ. તે વારંવાર ભાગી જવાની વાત કહેવા લાગી, તું હું પણ તેના સાસરે પુરૈના ગયો, ત્યાંથી તેને લઈને ટાટા જતો રહ્યો. હવે અમે બંને સાથે જ રહીશું.

અન્ય સમાચારો પણ છે...