તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૉકિંગ CCTV:બાળક સાથે ચાલતી ટ્રેનમાંથી ઊતરી મહિલા, બીજી જ સેકન્ડે લોકોના શ્વાસ અદ્ધર, બિહારના ભયાનક દૃશ્યો

16 દિવસ પહેલા

બિહારના મુંગેર જિલ્લાનો શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં જમાલપુર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી ઉતરવા જતાં મહિલા પ્લેટફોર્મ પર પડે છે, અને બાળકી સાથે જ નીચે જતી રહે છે. પ્લેટફોર્મ પર હાજર લોકોની નજર સામે જ આ ઘટના બને છે. મહિલાને બાળકી સાથે પડતી જોઈ મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ જાય છે. આ દરમિયાન ટ્રેન ઉભી રહે છે અને પછી આગળ જતી રહે છે. પ્લેટફોર્મ પર હાજર સૌ કોઈને એમ જ હતું કે મહિલા અને બાળક કપાઈ ગયા હશે. જો કે ટ્રેન જતી રહેતાં જ મહિલા તેના બાળક સાથે ઉભી થઈ જાય છે. આ ચમત્કાર જોઈને સૌ કોઈ રાહતનો શ્વાસ લે છે.