તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતા દીકરીનો કાળ બની:પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ 8 વર્ષની દીકરીનું ગળું અને પોતાની નસ કાપી; દીકરીનું મોત, મહિલા સારવાર હેઠળ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક તરફ દીકરીનો મૃતદેહ, બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી માતા - Divya Bhaskar
એક તરફ દીકરીનો મૃતદેહ, બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી માતા
  • માનસિક તણાવમાં આવીને પતિની ગેરહાજરીમાં દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી
  • મહિલાએ પણ ફિનાઈલ ગટગટાવીને પોતાની નસ કાપી નાખી હતી

બિહારના કટિહારમાં પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ દીકરીને ધારદાર હથિયાર વડે મોતને ઘાટ ઉતારી અને પછી પોતાની પણ નસ કાપી નાખી હતી. આ ઘટના મુફસ્સિલ વિસ્તારના ચિલમાડા ગામની છે. સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી હતી; અત્યારે તેની હાલત ગંભીર છે. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા તે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મહિલાની દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. મુફસ્સિલ પોલીસે જણાવ્યું હતું કે પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આ પગલું ભર્યું હતું. પોલીસે સમગ્ર બનાવની જાણકારી મેળવ્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે.

માતાએ દીકરીને મારવાનું કારણ જણાવ્યું
દીકરીને મોતને ઘાટ ઉતારી દેનારી માતાએ સમગ્ર ઘટનાને પોલીસ સમક્ષ રજૂ કરી હતી. જખીરા ખાતૂને જણાવ્યું હતું કે, તેનો પતિ મો. સૈફુલ તેણીને હેરાન કરતો હતો. ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાએ કંટાળીને આખરે આ પગલું ભરવાનો નિર્ણય લીધો હતો. પતિ-પત્ની વચ્ચે લગભગ 3 દિવસ પહેલા કેટલીક બાબતોના પગલે વિવાદ સર્જાયો હતો, જેના કારણે તે માનસિક તણાવમાં આવી ગઈ હતી. મહિલાનો પતિ જ્યારે વ્યવસાય કરવા માટે ગયો હતો, ત્યારે તેણીએ ધારદાર હથિયાર વડે 8 વર્ષની દીકરીની હત્યા કરી હતી. ત્યારપછી મહિલાએ આત્મહત્યા કરવાના ઈરાદે ઘરમાં રાખેલી ફિનાઈલની બોટલ ગટગટાવી ગઈ અને નસ પણ કાપી નાખી હતી.

10 વર્ષ પહેલા પ્રેમ વિવાહ કર્યો હતો
10 વર્ષ પહેલા મો. સેફુલ અને જખીરા ખાતૂન લગ્નના બંધનમાં બંધાયા હતા. મહિલા સાથે પ્રેમ થઈ ગયા પછી, સૈફુલ તેનો આશિક બની ગયો હતો. બન્ને પ્રેમીએ સમાજની હાજરીમાં નિકાહ કબૂલ કર્યો હતો. જખીરાને કોઈપણ પ્રકારની તકલીફ ન પહોંચે તેના માટે સૈફુલ પોતાના ઘરવાળાથી પણ જૂદો થઈ ગયો હતો અને અલગ ગૃહસ્થી વસાવી હતી. નિકાહના 2 વર્ષ પછી બન્નેના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો, જેનું નામ માતા-પિતાએ શહનાઝ ખાતૂન રાખ્યું હતું.

સૈફુલ કટિહારી મહિલા કોલેજની પાસે આવેલી જય માતા દી ટ્રાન્સપોર્ટની કંપનીમાં નોકરી કરતો હતો. સૈફુલને કંપની તરફથી સારો પગાર મળવા લગ્યો હતો, જેના પરિણામે ઘરની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવ્યો હતો અને પરિવારનું ભરણ ભોષણ પણ સારી રીતે થતું હતું. પરંતું, સમયાંતરે પતિ-પત્ની વચ્ચે નાની-મોટી વાતોને લઈને વિવાદ થતો રહેતો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો