• Gujarati News
  • National
  • Woman Commits Suicide, Falls Asleep In Middle Of Railway Track, Miraculous Rescue Despite 40 car Train Passing

ઉત્તર પ્રદેશનો વીડિયો:મહિલા આપઘાત કરવા રેલવે ટ્રેકની વચ્ચોવચ સૂઈ ગઈ, 40 ડબ્બાવાળી આખેઆખી ટ્રેન પસાર થઈ છતાં ચમત્કારિક બચાવ

5 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશનૈ ઔરૈયામાં એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. અહીં ફફૂંદા રેલવે સ્ટેશન પર આપઘાત કરવા આવી હતી. મહિલા આપઘાત કરવા માટે રેલવે ટ્રેકની વચ્ચોવચ સૂઈ ગઈ હતી. જે બાદ 40 ડબ્બાવાળી આખેઆખી વેગન ટ્રેન તેના પરથી પસાર થઈ ગઈ હતી. જોકે, મહિલાને જરા પણ ઈજા થઈ નહોતી. મહત્ત્વનું છે કે, આ પછી તરત આરપીએફના જવાન મહિલા પાસે પહોંચ્યા હતાં અને મહિલાને ટ્રેક પરથી હટાવીને સ્ટેશન લઈ ગયા હતાં. આ વીડિયો સ્થળ પર હાજર લોકોએ મોબાઇલમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...