મુંબઈમાં કોરોનાએ ફરી ઝડપ પકડી છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 506 નવા કોવિડ દર્દી મળ્યા છે. જે આ વર્ષે 6 ફેબ્રુઆરી (536 કેસ) બાદ સૌથી વધારે સંખ્યા છે. શહેરમાં ટેસ્ટ સમયે પોઝિટિવિટી રેટ 6 ટકા પહોંચી ગયો છે. મુંબઈમાં એપ્રિલમાં આવેલા કેસની તુલનામાં મે મહિનામાં કોવિડના દર્દીઓની સંખ્યામાં 100 ટકા કરતા વધારે વૃદ્ધિ નોંધાઈ છે.
અનિલ દેશમુખ કેસમાં સચિન વઝે બન્યા સરકારી સાક્ષી
સ્પેશિયલ CBI કોર્ટે ભ્રષ્ટાચારને લગતા કેસમાં આરોપી મહારાષ્ટ્રના ભૂતપુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના કેસમાં ડિસમિસ પોલીસ અધિકારી સચિન વઝેને સરકારી સાક્ષી બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. વઝેએ કોર્ટમાં કહ્યું હતું કે તેણે પોતાની ધરપકડ અગાઉ અને બાદમાં પણ CBIનો સહયોગ કર્યો છે. ત્યારબાદ તેમનું નિવેદન મેજીસ્ટ્રેટના રેકોર્ડમાં લેવામાં આવ્યું હતું. CBI કોર્ટે કેટલીક શરતો સાથે વઝેને રાહત આપી છે.
એશિયા કપ હોકીમાં ભારતને બ્રોઝ મેડલ
ભારતીય હૉકી ટીમે એશિયા કપમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. બુધવારે ત્રીજા સ્થાન માટે રમાયેલી આ મેચમાં ભારતે જાપાનને 1-0થી રહાવ્યું હતું. મેચમાં એકમાત્ર ગોલ રાજકુમાર પાલે કહ્યો હતો. સુપર-4ની અંતિમ મેચમાં સાઉથ કોરિયા સાથેની ટૂર્નામેન્ટ 4-4 થી રમાવાને લીધે ભારતીય ટીમ ફાઈનમાં પહોંચી શકી ન હતી. તે મેચમાં ભારત માટે જીત હાંસલ કરવાની જરૂર હતી.
દક્ષિણ-પશ્ચિમ ચીનના પ્રાંતમાં 6.1નો ભૂકંપ
દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતના લુશાન કાઉન્ટીના યાન શહેરમાં બુધવારે 5 વાગે (ભારતીય સમય પ્રમાણે 2.30 વાગે) ભૂકંપનો ઝાટકાનો અહેસાસ કરવામાં આવ્યો છે. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવેલ છે. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદલ 17 કિમી હતું. ચાઈના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટરે આ જાણકારી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.