ગત મહિનાથી, એટલે કે 11 ડિસેમ્બરથી લઈને આજે 11 જાન્યુઆરી સુધી ભાજપના 17 મોટા નેતાએ પાર્ટી છોડીને સમાજવાદી પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કરી લીધું છે, જેમાં યોગીના એક કેબિનેટ મંત્રી સહિત 11 ધારાસભ્ય સામેલ છે.
સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા પછી ભાજપના વધુ સાત ધારાસભ્ય રાજીનામાં આપી શકે છે, જેમાં રોશનલાલ વર્મા, ભગવતી સાગર, બૃજેશ પ્રજાપતિ, મમતેશ શાક્ય, વિનય શાક્ય, ધર્મેન્દ્ર શાક્ય અને નીરજ મૌર્ય સામેલ છે. રોશનલાલ વર્મા જ સ્વામી પ્રસાદ મૌર્યનું રાજીનામું લઈને રાજભવન ગયા હતા. આ રાજીનામા બાદ ભાજપ છોડનાર ધારાસભ્યની સંખ્યા 11 થઈ ગઈ છે.
ભાજપ છોડનાર સ્વામી પ્રસાદ મૌર્ય સૌથી નવો અને મોટો ચહેરો છે. યોગી સરકારમાં સેવા યોજના વિભાગ સંભાળનાર મૌર્ય સપાની સાઇકલમાં સવાર થઈ ગયા છે. ભાજપમાં જોડાયા પહેલાં તેઓ બહુજન સમાજ પાર્ટીમાં હતા. 2007થી 2012 વચ્ચે માયાવતી સરકારમાં મંત્રી હતા.
પહેલાં આ ત્રણ ધારાસભ્યે પક્ષ છોડ્યો
ભાજપના આ નેતાઓ પણ હવે સપાની સાઇકલ પર સવાર થયા
રાજભરે કર્યો હતો દાવો
સમાજવાદી પાર્ટીની સહયોગી પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે એક દિવસ પહેલાં જ દાવો કર્યો હતો કે ભાજપના અનેક મંત્રી અને ધારાસભ્યો પાર્ટી છોડવાનું મન બનાવી ચૂક્યા છે. ચૂંટણી નજીક આવતાં જ એક-એક કરીને તમામ પાર્ટી છોડી દેશે. ચર્ચા એવી પણ છે કે મંત્રી ધર્મસિંહ સૈની સહિત 12થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડવાની તૈયારીમાં છે. આ ધારાસભ્યોને ભાજપમાંથી આ વખતે ટિકિટ નહીં મળે એવું લાગી રહ્યું છે.
સપામાં કેમ જઈ રહ્યા છે નેતાઓ?
ભાજપ અને બસપા છોડનારા મોટા ભાગના નેતાઓએ સમાજવાદી પાર્ટી જોઈન કરી છે. રાજનીતિક વિશ્લેષક પ્રો.એમપી સિંહ જણાવે છે કે એનું મુખ્ય કારણ એ છે કે આ વખતની ચૂંટણી ભાજપ અને સપા વચ્ચે જોવા મળી રહી છે. એવામાં દરેક નેતા પોતાના રાજકીય લાભ લેવા માટે આવું કરી રહ્યાં છે.
આ ફેરફારથી સપાને ફાયદો મળશે?
રાજકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સમાજવાદી પાર્ટીએ આ વખતની ચૂંટણીમાં MY ફેક્ટર, એટલે કે મુસ્લિમ અને યાદવની ફોર્મ્યુલાને છોડીને ભાજપની રણનીતિ અપનાવી છે. 2017ની ચૂંટણીમાં ભાજપે યાદવ ન હોય તેવા ઓબીસી વોટર્સને કેશવ પ્રસાદ મૌર્યની મદદથી પોતાના પક્ષમાં કર્યા હતા. જે ક્ષેત્રોમાં બહુજન સમાજનો ઉમેદવાર મજબૂત ન હતો ત્યાં દલિત વોટર્સે પણ ભાજપને જ સાથ આપ્યો. આ વખતે સમાજવાદી પાર્ટી પણ કંઈક આવું જ કરવાનો પ્રયાસ કરી રહી છે. સપા માટે યાદવ વોટર્સના મત લગભગ નક્કી જ માનવામાં આવે છે. એવામાં હવે તેમનું ફોકસ બિનયાદવ અને બ્રાહ્મણ વોટર્સ પર છે. સપા ઠાકુર વોટર છોડીને પોતાનું ફોકસ ઓબીસી અને બ્રાહ્મણ વોટર્સ પર કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.