• Gujarati News
  • National
  • Within 36 Hours Of The Martyrdom Of The Soldiers, 5 Terrorists From Toiba Were Killed

કાશ્મીરમાં આતંક પર સેનાના પ્રહાર:જવાનોની શહીદીના 36 કલાકમાં જ તોઈબાના 5 આતંકવાદી ઠાર કરાયા

શ્રીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરક્ષાદળોએ મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં જુદાં જુદાં સ્થળે પાંચ આતંકવાદીને ઠાર માર્યા છે. આ કાર્યવાહી પાંચ ભારતીય જવાનની શહીદીના 36 કલાકમાં જ કરાઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શોપિયામાં બે સ્થળે અથડામણ થઈ હતી.

એક તુલરાનમાં અને બીજી ફીરીપોરામાં. તેમાં સુરક્ષાદળોએ પાંચ આતંકવાદીને ઠાર માર્યા છે. તુલરાનમાં ત્રણ આતંકીને ઠાર કરાયા છે, જેમાં ગંદેરબલનો રહેવાસી મુખ્તાર શાહ પણ સામેલ છે. તે શ્રીનગરના લાલબજારમાં એક પરપ્રાંતીય દુકાનદારની હત્યાનું કાવતરું ઘડવામાં પણ સામેલ હતો.

અન્ય બે આતંકીની ઓળખ શોપિયાના દાનિશ હુસૈન ડાર અને પહલીપોરાના રહેવાસી યાવર હુસૈન નાઈકુ તરીકે થઈ છે. આ તમામ લશ્કર-એ-તોઈબા સાથે જોડાયેલા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, ફીરીપોરામાં થયેલી બીજી અથડામણમાં બે આતંકી માર્યા ગયા છે, જેમાંના એકનું નામ ઉબૈદ અહમદ ડાર (શોપિયાં) અને બીજાનું નામ ખુબૈબ અહમદ નેંગરુ (બ્રારીપોરા) છે. તેઓ પણ તોઈબા સાથે જોડાયેલા હતા. તેઓ કાશ્મીર ખીણમાં થયેલી અનેક દેશવિરોધી ઘટનાઓમાં સામેલ હતા.

અન્ય સમાચારો પણ છે...