તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હજી તો લગ્નને બે મહિના જ થયા હતા. દીકરીને આશા સાથે વિદાય આપી હતી. દીકરીના લગ્નમાં 88 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 20 લાખની તો સ્કોર્પિયો જ આપી હતી. પરંતુ દહેજનાં લાલચી 32 લાખની ફોર્ચ્યુનર માંગી રહ્યા હતા. મને શું ખબર હતી તે દીકરીને મારી જ નાખશે. નહિંતર, તેની પણ વ્યવસ્થા કરી આપી હોત. આ વાત પોસ્ટ મોર્ટમ હાઉસની બહાર રડી રહેલા રવિનાના પિતા ભૂપેન્દ્રસિંહે કહી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમમાં રાખવામા આવ્યો હતો.
બુધવારે અલવરના આંબેડકર નગરમાં પુત્રવધૂ રવિનાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યુ હતું કે બુધવારે સાંજે લગભગ 3 વાગ્યે રવિનાના સાસરીયાઓએ એનઇબી પોલીસ સ્ટેશન ફોન કર્યો હતો. ફોન પર તેમણે જણાવ્યું હતું કે પુત્રવધૂએ દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાધો છે. જો તમે (પોલીસ) કહો તો દરવાજો તોડીને તેને હોસ્પિટલમાં લઈ જઈએ. લાગે છે કે તે બચી શકે છે. આ સાંભળીને પોલીસે જવાબ આપ્યો કે જો તેના બચવાની આશા છે તો દરવાજો તોડી નાખો. જો કે જ્યારે સાસરિયાઓ રવિનાને હોસ્પિટલમાં લઈને પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
શરીર પર ઘા નાં નિશાન, દહેજ અને હત્યાનો કેસ દાખલ
માહિતી મળતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત રવિનાના શરીરમાં પણ ઘા નાં નિશાન હતા. પોલીસે જણાવ્યું કે મૃતકના પિતાએ તેના પતિ અને સાસરિયાઓ સામે દહેજ હત્યાનો કેસ દાખલ કર્યો છે. મૃતકનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. ફોરેન્સિક ટીમે તે રૂમમાં પણ તપાસ કરી છે જેમાં પરિણીતાએ ગળે ફાંસો ખડેલી હાલતમાં લટકેલી મળી હતી.
પરિણીતાનાં પિતાએ કહ્યું- 4 વાગે સાસરિયાવાળાનો ફોન આવ્યો હતો, તમારી દીકરી મૃત્યુ પામી છે, તેને લઇ જાઓ
રવિનાના પિતા ભૂપેન્દ્રએ જણાવ્યું હતું કે લગ્ન થયા બાદથી સાસરિયાં દીકરીને ત્રાસ આપતા રહ્યા. બુધવારે બપોરના 4 વાગ્યે મને પુત્રીના સાસુ-સસરાનો ફોન આવ્યો કે તમારી પુત્રી મૃત્યુ પામી છે. તેને લઇ જાઓ. અમે સાંજે સાત લગભગ સાડા સાત વાગે અલવરની હોસ્પિટલમાં પહોંચ્યા. અહીં આવ્યા પછી, મેં પુત્રીનો મૃતદેહ જોયો તો તેના શરીર પર ઘા નાં નિશાન હતા. તેમણે કહ્યું કે સાસરીયાઓએ પુત્રીની હત્યા કરી છે અને પછી પંખા સાથે મૃતદેહને લટકાવી દીધો.
છેતરપિંડી કરીને લગ્ન કર્યા, પછી દહેજ માંગતા રહ્યા
મૃતકના પિતાએ જણાવ્યું કે 25 નવેમ્બરના રોજ પુત્રીના લગ્ન પ્રદીપ સાથે થયા હતા. ત્યારે પ્રદીપના માતા-પિતાએ જણાવ્યું કે તેમનો પુત્ર વેટરનરીનો અભ્યાસ કરી રહ્યો છે. જલ્દી નોકરી લાગી જશે. પ્રદીપના પિતા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેથી, ઘરે ખાવા-પીવાની કોઈ સમસ્યા નહોતી. આથી પૂર્ણ ક્ષમતા સાથે દીકરીના લગ્ન કર્યા. લગ્નમાં 88 લાખનો ખર્ચ કર્યો હતો, પરંતુ હજી પણ સાસરીયાવાળા વારંવાર દહેજની માંગ કરી રહ્યા હતા. જણાવી દઈએ કે મૃતકના પિતા ભૂપેન્દ્ર પણ કોન્ટ્રાક્ટર છે.
પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સાસરિયા પક્ષના વ્યક્તિને સખત માર માર્યો
પરિણીતાનું પિયર અલવર શહેરથી લગભગ 80૦ કિલોમીટર દૂર કોટપુટલી નજીક સાંગટેડા ગામ છે. ગુરુવારે સવારે મોટી સંખ્યામાં ગ્રામજનો જિલ્લા હોસ્પિટલમાં આવ્યા હતા. તેઓ કહે છે કે આટલી મોટી ઘટના હોવા છતાં પોલીસે સાસરિયા પક્ષના લોકોની ધરપકડ કરી નથી. તરત જ ધરપકડ કરવામાં આવે. આ અંગે ગ્રામજનોમાં રોષ છે. ગ્રામજનો સાથે ધરણા કરી રહેલા મૃતકના માતા-પિતાએ જવાબદારો સામે જ્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા કરવાની વાત જણાવી હતી. જ્યારે, આ વચ્ચે દરમિયાનગીરી કરવા પહોંચેલા સાસરિયાં પક્ષના એક વ્યક્તિની પિયર પક્ષના લોકોએ સખત માર માર્યો હતો.પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
પતિ સહિતના પરિવાર વિરુદ્ધ પિતાએ દહેજ હત્યાનો કેસ કર્યો
પોલીસે જણાવ્યું છે કે મૃતક રવિનાના પિતાએ તેના પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ દાખલ કર્યો છે. મૃતકના પિતાએ લગ્નમાં કરવામાં આવેલા ખર્ચની વિગતો પણ આપી છે. તેમાં તેમણે જણાવ્યું હતું કે લગ્નમાં 11 લાખ 51 હજાર રૂપિયા રોકડ આપવામાં આવ્યા હતા. 19 લાખ 65 હજારની સ્કોર્પિયો કાર પણ આપી હતી. 30 તોલા સોનાનાં દાગીના પણ દીકરીને આપવામાં આવ્યા હતા, જ્યારે 15 તોલાના ઘરેણાં સાસરીયાવાળા માટે બનાવવામાં આવ્યા હતા. 9 લાખનું ફર્નિચર અને અન્ય સામાન પણ આપ્યો હતો. આ ઉપરાંત 4.72 લાખ રૂપિયા રોકડ કપડા માટે આપવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.