• Gujarati News
  • National
  • With The Possibility Of A Reshuffle Of The Union Cabinet, The Shinde Group Could Find A Place

પુનર્ગઠન:કેન્દ્રીય મંત્રીમંડળના પુનર્ગઠનની શક્યતા, શિંદે જૂથને સ્થાન મળી શકે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેડીયુના ક્વોટામાંથી પણ નવા ચહેરાને જગ્યા મળી શકે છે

નવી રાજકીય સ્થિતિ મુજબ કેન્દ્રીય મંત્રીમંડળનું પુનર્ગઠન થઇ શકે છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળનું નવું જૂથ એનડીએમાં જોડાયું છે, જેને ભાજપ કેન્દ્રમાં પ્રતિનિધિત્વ આપી શકે છે. બિહારથી જેડીયુના ક્વોટામાંથી પણ નવા ચહેરાને સ્થાન મળી શકે છે. જેડીયુના ક્વોટામાંથી જુલાઇ, 2021માં મંત્રી બનેલા આર. સી. પી. સિંહને તેમના પક્ષે રાજ્યસભાની ટિકિટ નથી આપી.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીથી પણ એક બેઠક ખાલી પડી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું આ બીજું કેબિનેટ પુનર્ગઠન હશે. પહેલું ગત 7 જુલાઇએ થયું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર 2022-23માં જે રાજ્યોમાં ચૂંટણી છે તે રાજ્યોને વધુ પ્રતિનિધિત્વ મળી શકે છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ જેવાં રાજ્યોનો સમાવેશ થાય છે. કેબિનેટનું પુનર્ગઠન 18 જુલાઇથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર પહેલાં કે 12 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાદ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...