તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • With The Map Of The Country, Cheda, Jammu And Kashmir And Ladakh Were Shown As Separate Countries From India

Twitterએ ભૂલ સુધારી:વિવાદ બાદ વેબસાઈટથી દેશનો ખોટો નકશો હટાવ્યો, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ દેખાડ્યા હતા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ટ્વિટર દ્વારા જાહેર કરાયેલા ભારતના નકશાનો ફોટો વાઇરલ થયો હતો
  • સરકાર ટ્વિટર સામે કાર્યવાહી કરવાનું વલણ અપનાવ્યું હતું

સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરે તેની વેબસાઈટ પર ચેડા કરવામાં આવેલા ભારતના નકશાને હટાવ્યો છે. વિવાદમાં રહેતા ટ્વિટરે હવે આ વખતે દેશના નક્શા સાથે ચેડાં કરતાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખને ભારતથી અલગ બતાવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, આ મામલો સામે આવ્યા બાદ તરત જ કેન્દ્ર સરકાર સફાળી જાગી હતી. વિવાદ વધ્યા બાદ સોમવારે સાંજે ટ્વિટરે પોતાની ભૂલ સુધારી હતી.

આ અગાઉ ટ્વિટરે શુક્રવારે ભારતના કાયદા અને IT મંત્રી રવિશંકર પ્રસાદના અકાઉન્ટને એક કલાક માટે બ્લોક કર્યું હતું.નવા IT કાયદા આવ્યા બાદથી કેન્દ્ર સરકાર અને ટ્વિટરમાં સતત વિવાદની સ્થિતિ જળવાઈ છે. હવે તેમાં દેશના નકશા સાથે ચેડા કરવાની કડી જોડાઈ ગઈ છે.

એક યુઝરે ખોટા નકશાને નોટિસ કર્યો
ટ્વિટરનું આ કૃત્ય સૌપ્રથમ સોશિયલ મીડિયા પર @thvaranam નામના યુઝર દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. ત્યાર બાદથી ટ્વિટર દ્વારા જાહેર કરાયેલા ભારતના નકશાનો ફોટો વાઇરલ થઇ રહ્યો છે. આ પોસ્ટ 28 જૂન 2021ના રોજ સવારે 10:38 વાગ્યે શેર કરવામાં આવી છે. એના પર લખાયેલું છે ટ્વિટર કેરિયર પેજ પર ભારતનો નક્શો.

આ પહેલાં ટ્વિટરે શુક્રવારે ભારતના કાયદા અને IT મંત્રી રવિશંકર પ્રસાદનું અકાઉન્ટ એક કલાક માટે બ્લોક કરી દીધું હતું. નવા IT કાયદા આવ્યા બાદથી કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે સતત વિવાદની સ્થિતિ બનેલી છે. હવે એમાં દેશના નક્શા સાથે ચેડાં કરવાના નવી કડી જોડાઈ ગઈ છે.

પ્રથમ વખત નથી કરી આવી ભૂલ, સાત મહિનાની અંદર બીજી વખત ભૂલ
જણાવી દઈએ કે આવું પ્રથમ વખત નથી થયું કે ટ્વિટર દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય. આ પહેલાં 12 નવેમ્બરે પર આવી જ ભૂલ કરી હતી. એ વખતે લદાખને ચીનનો ભાગ દર્શાવ્યો હતો. સરકાર દ્વારા કડક કાર્યવાહી બાદ ટ્વિટરે આ મામલે લેખિતમાં માફી માગી હતી. આ લેખિત માફીમાં ટ્વિટરે કહ્યું હતું કે ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય, પરંતુ આ છતાં પણ સાત મહિનાની અંદર બીજી વખત નક્શા સાથે ચેડાં કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...