• Gujarati News
  • National
  • With The Closure Of 422 Engineering Colleges Of The Country In 7 Years, The Number Of Seats Decreased By 4.18 Lakh ... However, The Good Thing Is That The Placement Increased From 28% To 46%.

ભાસ્કર ઓરિજિનલ:7 વર્ષમાં દેશની 422 એન્જિનિયરિંગ કોલેજ બંધ થતા 4.18 લાખ બેઠક ઘટી ગઈ... જોકે સારી વાત એ છે કે, પ્લેસમેન્ટ 28%થી 46% સુધી પહોંચ્યું

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 2014થી 2021 વચ્ચે દર મહિને 5 કોલેજ બંધ થઈ, સરેરાશ 45% બેઠક 1 દસકા પહેલા ખાલી રહેતી હતી
  • AICTEનું આકલન: કોલેજોની ગુણવત્તા જાળવવા ફેકલ્ટી સર્ટિફિકેશન અને 5 ઉદ્યોગગૃહ સાથે કરાર ફરજિયાત

કોરોના કાળમાં પરીક્ષા વિના એસેસમેન્ટના કારણે 12મુ પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ છે. આ સ્થિતિમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે, આ વિદ્યાર્થીઓને યોગ્ય ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તક આપવા માટે એન્જિનિયરિંગ-મેડિકલ કોલેજોમાં બેઠકો વધારવી જોઈએ. જોકે, 2014-15થી 2020-21નો ટ્રેન્ડ કહે છે કે, ​​​​​​​દેશમાં એન્જિનિયરિંગ કોલેજો અને ઉપલબ્ધ બેઠકોની સંખ્યા સતત ઘટી ગઈ છે. આ દરમિયાન 422 એન્જિનિયરિંગ કોલેજો બંધ થઈ ગઈ અને 4.18 લાખ બેઠકો ઘટી ગઈ. ઓક્ટોબરથી શરૂ થનારા 2021-22ના નાવ સત્રમાં તો પાછલા વર્ષની તુલનામાં 34,952 બેઠક ઘટી ગઈ અને 86 કોલેજ પણ બંધ થઈ ગઈ.

જોકે, ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) આ ટ્રેન્ડ પોઝિટિવ માને છે. એઆઈસીટીઈના મતે, છેલ્લા એક દસકામાં સરેરાશ 45% એન્જિનિયરિંગ બેઠકો ખાલી રહેતી હતી. તેનું કારણ એ હતું કે, કોલેજો જરૂરિયાતથી વધુ હતી. હવે આ પ્રક્રિયામાં ફેરફારના કારણે શિક્ષણની ગુણવત્તા સુધરી છે. તેના કારણે જ પ્લેસમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. 2012-13માં એન્જિનિયરિંગમાં પ્રવેશ લેનારા 28% વિદ્યાર્થીઓને જ પ્લેસમેન્ટ મળ્યું હતું, જ્યારે 2020-21માં આ આંકડો 46% સુધી પહોંચી ગયો છે.

એઆઈસીટીઈના ચેરમેન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધેએ કહ્યું કે, 1985થી 2014 સુધી એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા સતત વધી. જો એ સમયે માંગ પ્રમાણે યોગ્ય રીતે મંજૂરી અપાઈ હોત, તો આ સ્થિતિ ના સર્જાઈ હોત. એક દસકામાં આશરે 45% બેઠક ખાલી રહેતી. મંજૂર બેઠકોની રીતે ફેકલ્ટી પણ રાખવી પડતી. હવે પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓના પ્રવેશ નથી થતા, તો સંસ્થાઓ ફેકલ્ટીને પગાર કેવી રીતે આપે? એટલે ખરાબ ગુણવત્તાની કોલેજો બંધ થઈ રહી છે. અમે બંધ કોલેજોમાં સ્કિલ ડેવલપમેન્ટ ખોલવાની સલાહ આપી છે, જેથી તે રોકાણ બરબાદ ના થાય.

ગુણવત્તા માટે આ પગલાં લેવા સૂચન

  • મિકેનિકલ, સિવિલ, એગ્રિકલ્ચર કે મેજર ડિગ્રી કોર્સમાં માઈનર સબ્જેક્ટ તરીકે મશીન લર્નિંગ, એઆઈ, ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા કોર્સ ઓફર કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને મેજર-માઈનર બંને ડોમેનમાં નોકરી મળશે.
  • છેલ્લા ત્રણ વર્ષમાં તમામ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે ઈન્ટરશિપ ફરજિયાત કરાઈ છે.
  • કોર્સીસમાં સંશોધન કરાઈ રહ્યું છે. ફેકલ્ટી સર્ટિફિકેશન કરાઈ રહ્યું છે.
  • તમામ સંસ્થાઓને કહેવાયું છે કે, ઓછામાં ઓછા પાંચ ઉદ્યોગગૃહ સાથે કરાર કરો.

2014-15ની તુલનામાં આ વખતે 4.5 લાખ બેઠક ઓછી

વર્ષસંસ્થાઉપબલ્ધ બેઠકોનામાંકનપ્લેસમેન્ટ
2014-15340017,05,4378,75,2373,35,374
2015-16336316,30,8807,88,4153,62,227
2016-17329315,57,1107,85,9083,64,206
2017-18322414,76,1287,50,3203,43,904
2018-19312414,04,6407,21,9553,96,312
2019-20305013,29,3397,40,4083,96,814
2020-21297812,86,7257,07,9423,27,622
2021-22289212,51,773----
અન્ય સમાચારો પણ છે...