હિમાચલના 6% વોટર્સે ભાજપને હરાવ્યું:2% વધુ વોટ મળ્યા તો કોંગ્રેસને 19 સીટનો ફાયદો થયો, બળવાખોરોએ ખેલ બગાડ્યો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિમાચલ પ્રદેશમાં એક વાર ફરીથી સરકાર બદલવાની પરંપરા ચાલુ રહી. રાજ્યની 68 સીટોમાંથી કોંગ્રેસે 40 સીટો જીતીને બહુમતી, એટલે કે 35નો આંકડો પર કરી લીધો. તો રિવાજ બદલવાની પરંપરાનું સૂત્ર આપનારી ભાજપા 44થી 25 સીટો પર સમેટાઇ ગઇ. તેને 19 સીટોનું નુકસાન થયું. 3 સીટો પર અપક્ષ ઉમેદવારોએ જીત નોંધાવી છે. એન્ટિ ઇન્કમબન્સી, પરફોર્મન્સ, ટિકિટ વહેંચણી કે પછી પોતાના લોકોનો બળવો.

આવો 10 પોઇન્ટમાં જાણો કે આખરે કયાં કારણને લીધે ભાજપા સત્તા ન બચાવી શકી...

1. લોકોની નારાજગી અને રેકોર્ડ વોટિંગ
2022ની ચૂંટણીમાં હિમાચલમાં રેકોર્ડ 76% વોટિંગ થયું. જોકે છેલ્લાં 37 વર્ષમાં હિમાચલમાં વોટની ટકાવારી વધે કે ઘટે સત્તાધારી પક્ષને સરકારી ગુમાવવી પડી છે. આ વખતે સરકારી કર્મચારી અને સફરજનની ખેતી કરતા ખેડૂતો સરકારથી નારાજ હતા. પરિણામ, ભાજપાને છેલ્લી ચૂંટણીના મુકાબલે આ વખતે 6% ઓછા વોટ મળ્યા.

આમાંથી 2% વોટ કોંગ્રેસના ખાતામાં શિફ્ટ થયા, જ્યારે બાકીના 4% અપક્ષ અને આમ આદમી પાર્ટીના ખાતામાં ગયા. કોગ્રેસને તેનાથી 19 સીટોનો ફાયદો થયો. ગઇ વખતની જેમ આ વખતે પણ અપક્ષ 3 સીટ જીતવામાં સફળ થયા. તો પહેલી વાર મેદાનમાં ઊતરેલી આમ આદમી પાર્ટી પણ 1.1% વોટ લેવામાં સફળ રહી.

2. પ્રેમકુમાર ધૂમલની અવગણના મોંઘી પડી
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધૂમલના ગૃહ જિલ્લા હમીરપુરમાં ભાજપાનાં સૂપડાં સાફ થઇ ગયાં. અહીંની 5માંથી 4 સીટો કોંગ્રેસ અને 1 અપક્ષે જીતી. આ વખતે ધૂમલ પોતે ચૂંટણી ન લડ્યા. આખી ચૂંટણીમાં ધૂમલ કેમ્પ શાંત રહ્યું, કારણ કે છેલ્લાં 5 વર્ષ દરમિયાન નડ્ડા અને CM જયરામ ઠાકુરે ધૂમલના કેમ્પને સાઇડલાઇન કરી દીધા.

જોકે, અનુરાગ ઠાકુરે હમીરપુર સંસદીયમાં સભાઓ કરી, પરંતુ ધૂમલ પોતે ખાસ એક્ટિવ ન રહ્યા. એવી ચર્ચા છે કે અંદરખાને ધૂમલ કેમ્પ પણ નહોતું ઇચ્છતું કે આ વખતે પાર્ટી ચૂંટણી જીતે.

3. BJPનો ઊંધો પડ્યો ટિકિટ કાપવાનો દાવ
ભાજપાએ ચૂંટણી પહેલાં પોતાના સિટિંગ વિધાયકો પ્રત્યેની નારાજગીને પહેલાંથી જાણી લીધી હતી, પરંતુ તેઓ તેનું સોલ્યુશન લાવવાની રણનીતિમાં ફેલ થયા. જે 10 સિટિંગ MLAની ટિકિટ કપાઇ તેમણે અંદરખાને બળવો કરી દીધો. કેટલાક એવા MLAને ટિકિટ આપવામાં આવી જેનો વિરોધ થયો. આ લોકો પણ જીતી ન શક્યા. ધર્મપુર સીટ પર સતત 7 ચૂંટણી જીતવાનો રેકોર્ડ બનાવી ચૂકેલા મંત્રી મહેન્દ્રસિંહ ઠાકુરની જગાએ તેમના પુત્ર રજત ઠાકુરને ટિકિટ આપી, પરંતુ તેઓ પણ હારી ગયા.

4. ભાજપાના 21 બળવાખોર ભારે પડ્યા
ટિકિટ વહેંચણી બાદ રાજ્યની 68માં 21 સીટો પર ભાજપામાં બળવો થઇ ગયો. કિન્નોરમાં પૂર્વ MLA તેજવંત નેગીને ટિકિટ ન મળવાથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને ભાજપા ત્યાં હારી ગઇ. દેહરા સીટ પર પણ અપક્ષ ચૂંટણી લડતા હોશિયારસિંહે સતત બીજી વાર જીત નોંધાવી. ચૂંટણી પહેલાં ભાજપાએ હોશિયારસિંહને પાર્ટીમાં સામેલ તો કર્યા, પરંતુ ટિકિટ ન આપી.

ત્યાર બાદ તેઓ ભાજપ છોડીને ચૂંટણી લડ્યા. ફતેહપુરા સીટ પર પાર્ટી ઉપાધ્યક્ષ કૃપાલ પરમારના બળવાથી મંત્રી રાકેશ પઠાણિયા હારી ગયા. કુલ્લુ અને મનાલી સીટ પર પણ ભાજપાના બળવાખોરોએ પાર્ટી ઉમેદવારની હારમાં મુખ્ય ભૂમિકા નિભાવી. નાલાગઢ સીટ પર BJPના બાગી કેએલ ઠાકુર અપક્ષ તરીકે જીતી ગયા. ચંબા સદર સીટ પર પહેલા ટિકિટ આપવી અને પછી પાછી લઇ લેવાને કારણે બાગી થયેલી ઇન્દિરા કપૂરના લીધે ભાજપાને કોંગ્રેસના હાથે હાર મળી.

5. મંત્રીઓને બીજી વાર ટિકિટ આપવી મોંઘી પડી
આ વખતે ભાજપા સરકારના 10માંથી 8 મંત્રી ચૂંટણીમાં હારી ગયા. ચૂંટણી હારનારા મંત્રીઓમાં સુરેશ ભારદ્વાજ, રામલાલ મારકંડા, વીરેન્દ્ર કંવર, ગોવિંદસિંહ ઠાકુર, રાકેશ પઠાનિયા, ડો. રાજીવ સૈજલ, સરવીણ ચૌધરી, રાજેન્દ્ર ગર્ગ સામેલ રહ્યા. CM જયરામ ઠાકુર સિવાય બિક્રમ ઠાકુર અને સુખરામ ચૌધરી જ ચૂંટણી જીતી શક્યા.

હકીકતમાં જયરામના મંત્રીઓને લઇને લોકોમાં જબરજસ્ત નારાજગી હતી. લોકોની એ ફરિયાદ રહી કે આ મંત્રીઓ સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું. તેમનાં જરૂરી કામ પણ આ મંત્રીઓ નહોતાં કરાવતાં. વર્ક ફ્રન્ટ પર પણ આ મંત્રીઓનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું. ચૂંટણી પહેલાં કરાવેલા સર્વે પછી પણ કેટલાક મંત્રીઓને મેદાનમાં ઉતારવા તે ખોટો નિર્ણય રહ્યો.

6. ઓલ્ડ પેન્શન સ્કીમ પર ભાજપાનું મૌન
હિમાચલ કુલ અઢી લાખ કર્મચારી છે, એટલે કે દર બીજા ઘરમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ સરકારી નોકરીમાં છે. કર્મચારી ડોમિનેન્ટ સ્ટેટ હોવાને કારણે કહેવામાં આવે છે કે અહીં કર્મચારીઓ જે પાર્ટીની વિરુદ્ધમાં હોય છે, તે સરકારથી બહાર થઇ જાય છે. હિમાચલ માં તમામ કર્મચારી છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) માટે આંદોલન કરી રહ્યા હતા, પરંતુ સત્તારૂઢ BJP આ મુદ્દા પર કંઇ પણ ખૂલીને નથી બોલી. બીજી બાજુ કોંગ્રેસે સત્તામાં આવતા પહેલી કેબિનેટમાં OPS લાગુ કરવાની ગેરંટી આપી છે. તેનો ફાયદો તેમને મળ્યો.

7. સફરજની ખેતી કરતા ખેડૂતો ભાજપાથી નારાજ
જયરામ ઠાકુર સરકારના કાર્યકાળમાં સફરજનના પેકિંગના સામાન પર GST લાગવાથી ખેડૂતો ભાજપાથી નારાજ હતા. હિમાચલમાં 24 વિધાનસભા ક્ષેત્રો એવાં છે, જ્યાં મોટા ભાગના પરિવાર સંપૂર્ણ રીતે સફરજન પર નિર્ભર છે. તેમણે આના માટે આંદોલન પણ કર્યું, પરંતુ સરકારી ન સાંભળ્યું.

અપર હિમાચલ અને સફરજન બેલ્યમં ભાજપની ભૂંડી હાર થઇ. સિમલા, કુલ્લુ, લાહોલ-સ્પીતિ અને કિન્નોરમાં તેમની ખરાબ હાલત થઇ. કિન્નોર અને લાહોલ સ્પીતિમાં કોંગ્રેસ જીતી. સોલનમાં ભાજપાનાં સૂપડાં સાફ થઇ ગયાં. સિમલા જિલ્લામાં પણ 8માંથી 5 સીટો કોંગ્રેસને મળી.

8. કોંગ્રેસનો વાયદો-દરેક મહિલાને 1500 રૂપિયા
કોંગ્રેસના રાજ્યમાં 18 વર્ષથી મોટી ઉંમરના દરેક મહિલાને દર મહિને 1500 રૂપિયા આપવાની ગેરંટી આપી. જોકે આ વાયદો આમ આદમી પાર્ટી દ્વારા પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે ચૂંટણી પહેલાં જ મેદાન છોડી દીધું. તેના કારણે મહિલાઓએ કોંગ્રેસના પક્ષમાં વોટિંગ કર્યું. હિમાચલમાં આ વખતે મહિલાઓના વોટિંગની ટકાવારી પુરુષોના મુકાબલે 6 ટકા વધુ રહ્યું હતું.

9. પાંચ લાખ નોકરીઓ આપવાનો વાયદો
હિમાચલને કર્મચારીઓનું સ્ટેટ કહેવામાં આવે છે, જોકે જયરામની આગેવાનીવાળી ભાજપા સરકાર છેલ્લાં 5 વર્ષમાં નોકરીઓ આપવામાં નિષ્ફળ રહી. જયરામ ઠાકુર પોતાના કાર્યકાળમાં થયેલી ભરતીને લઇને સતત વિવાદમાં રહ્યા. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દાને સમય પહેલાં જ જાણી લીધો. પ્રિયંકા ગાંધીએ પોતાની દરેક સભામાં અમે રેલીમાં વાયદો કર્યો હતો કે કોંગ્રસ પાર્ટીની સરકાર બનતા જ પહેલી કેબિનેટમાં 1 લાખ નોકરીઓ આપવાનો ફેંસલો લઇ લીધો. એટલે કે કોંગ્રેસે 5 વર્ષમાં 5 લાખ નોકરીઓ આપવાનો વાયદો કર્યો.

10. અગ્નિવીર સ્કીમથી નુકસાન
હિમાચલમાંથી મોટી સંખ્યામાં યુવકો સેનામાં જાય છે. કેન્દ્ર સરકારે આર્મીમાં ભરતી માટે અગ્નિવીર સ્કીમ લાગુ કરી જેના કારણે હિમાચલમાં વધુ નારાજથી હતી. કોંગ્રેસની તરફથી પ્રચારની કમાન સંભાળનારી પ્રિયંકા ગાંધીએ પોતાની દરેક રેલીમાં ખૂલીને તેનો વિરોધ કર્યો અને એટલે સુધી કહ્યું કે કોંગ્રસમાં એમની સરકાર બનશે તો આ સ્કીમને જ બંધ કરી નાખવામાં આવશે. જોકે કોંગ્રેસને આનો સીધો ફાયદો થયો કારણ કે લોકો ભાજપાથી નારાજ હતા.

અન્ય સમાચારો પણ છે...