તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Winners Of Bhartiya Sahitya Akademi Award And Sport Persons In Punjabi Returned Their Awards Farmer Protest

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવોર્ડ વાપસી-2:પંજાબના ખેડૂતોના સમર્થનમાં અવોર્ડ વાપસી ચાલુ, બાદલ-ઢીંઢસા પછી સાહિત્યકારોએ પરત કર્યા પુરસ્કાર

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સાહિત્યકાર ડૉ. જસવિન્દર સિંહ (ફાઈલ ફોટો) - Divya Bhaskar
સાહિત્યકાર ડૉ. જસવિન્દર સિંહ (ફાઈલ ફોટો)
 • ગુરુવારે પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને રાજ્યસભાના સાંસદ સુખદેવ સિંહ ઢીંઢસાએ તેમના પદ્મ પુરસ્કાર પરત કર્યા છે

ખેડૂત આંદોલનના સમર્થનમાં પંજાબમાં અવોર્ડ વાપસીનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ગુરુવારે પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને રાજ્યસભાના સાંસદ સુખદેવ સિંહ ઢીંઢસાએ તેમનો પદ્મ પુરસ્કાર પરત કરી દીધા છે.

શુક્રવારે પંજાબીમાં ભારતીય સાહિત્ય એકેડ્મી પુરસ્કારના વિજેતા પંજાબના પ્રખ્યાત શાયર ડૉ. મોહનજીત, પ્રખ્યાક વિચારક ડૉ. જસવિન્દર સિંહ અને પંજાબી નાટકકાર અને એક ન્યૂઝ પેપરના સંપાદકે ખેડૂતોના સમર્થનમાં તેમના પુરસ્કાર પરત કરી દીધા છે. આ માહિતી સેન્ટ્રલ પંજાબી રાઈટર્સ એસોસિયેશન દ્વારા આપવામાં આવી છે.

ભારતીય સાહિત્ય એકેડમી પુરસ્કાર પરત કરવા વિશે ઉપન્યાસકાર ડૉ. જસવિન્દર સિંહે કહ્યું છે કે, જો કોઈ લેખક લોકોના અવાજને પ્રસ્તુત ન કરી શકે તો તે કઈ કામનું નથી. મેં પુરસ્કાર માટે લખવાનું શરૂ નથી કર્યું. કેન્દ્રીય સરકારને ખેડૂતો સાથે નિર્દયતાથી વર્તન કરવું અને તેમના મૂળ પાયાના અધિકારોનું ઉલ્લંઘન કરતાં જોઈને ખૂબ નિરાશા થઈ છે.

બીજી બાજુ પૂર્વ હોકિ કેપ્ટન પરગટ સિંહ સહિત પંજાબના 27 ખેલાડીઓએ ખેડૂતોના સમર્થનમાં પોતાના પુરસ્કાર પરત કરવાની જાહેરાત કરી છે. પરગટ સિંહ સહિત દરેક ખેલાડીઓ પાંચ ડિસેમ્બરે તેમના પુરસ્કાર પરત કરશે. પરગટ સિંહ જાલંધર કેન્ટથી કોંગ્રેસના ધારાસભ્ય છે અને ખેડૂત પરિવાર સાથે જોડાયેલા છે.

પરગટ સિંહ સિવાય કરતાર સિંહ પહેલવાન, બ્રિગેડિયર હરચરણ સિંહ, દવિંદર સિંહ ગરચા, સુરિંદર સોઢી, ગુનદીપ કુમાર, સુશીલ કોહલી, મુખબૈન સિંહ, કર્નલ બલબીર સિંહ, ગુરમૈલ સિંહ, ગોલ્ડન ગર્લ રાદબીર કૌર, જગદીશ સિંહ, બળદેવ સિંહ, અજીત સિંહ, બરમીક સિંહ, અજીત પાલ સિંહ, ચંચલ રંધાવા, સજ્જન સિંહ ચીમા, હરદીપ સિંહ, અજૌબ સિંહ, શામ લાલ, હરવિંદર સિંહ, હરમિંદર સિંહ, સમુન શર્મા, પ્રમચંદ ડોગરા, બલવિંદર સિંહ અને સરોજ બાલા જેવા ખેલાડીઓ તેમના પુરસ્કાર પરત કરવાના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો