તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Will Ravi Shankar Prasad, Prakash Javadekar, Harshvardhan Get Responsibility In BJP Organization ?; There Are Elections In Five States Next Year

શું કરશે આ નેતાઓ:રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, હર્ષવર્ધનને શું BJP સંગઠનમાં જવાબદારી મળશે?; આગામી વર્ષે પાંચ રાજ્યોમાં છે ચૂંટણી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રસાદ અને જાવડેકરે પહેલા પણ બીજેપી સંગઠનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે
  • આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે

કેન્દ્રીય કેબિનેટમાંથી રવિશંકર પ્રસાદ, હર્ષવર્ધન અને પ્રકાશ જાવડેકર સહિતના 12 મંત્રીઓની વિદાઈ પછી હવે આ નેતાઓના રાજકીય ભવિષ્યને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. હાલ એવી શક્યતાઓ પણ છે કે કેટલાકને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના સંગઠનમાં મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવશે

સંગઠનમાં જવાબદારી સંભળી રહેલા નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા
કેન્દ્રીય કેબિનેટમાં બુધવારે થયેલા વિસ્તરણમાં બીજેપી સેક્રેટરી ભૂપેન્દ્ર યાદવ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અન્નપૂર્ણ દેવી સહિત પાર્ટી સંગઠનમાં વિવિધ જવાબદારી સંભાળી રહેલા પાંચ નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. યાદવને કેન્દ્રીય શ્રમ અને રોજગાર સિવાય વન અને પર્યાવરણ મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. અન્નપૂર્ણા દેવીને શિક્ષા રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓ સિવાય પાર્ટીના રાષ્ટ્રીય સેક્રેટરી વિશ્વેશ્વર ટુડુ, રાષ્ટ્રીય પ્રવકત્તા રાજીવ ચંદ્રશેખર અને તમિલનાડુ બીજેપીના અધ્યક્ષ એલ મુરગનને કેન્દ્રીય મંત્રીપરિષદમાં સામેલ કરવામાં આવ્યા છે.

પ્રસાદ, હર્ષવર્ધનને મળી શકે છે સંગઠનમાં ભૂમિકા
ટુડેને જનજાતીય કાર્ય મંત્રાલય અને જળશક્તિમાં રાજ્યમંત્રીની નવી જવાબદારી મળી છે. જ્યારે ચંદ્રશેખરને ઈલેક્ટ્રોનિક અને સૂચના ટેક્નોલોજી મંત્રાલયની સાથે કૌશલ્ય વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. મુરગનને મત્સયપાલન, પશુપાલન અને ડેરીની સાથે જ ઈન્ફોર્મેશન અને પ્રસારણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. હાલ તે કોઈ પણ સદનના સભ્ય જ નથી, એવામાં છ મહિનાની અંદર જ તે કોઈ પણ સદનમાં ઈલેક્ટ થાય તે જરૂરી છે. બીજેપીમાં એક વ્યક્તિ, એક પદનો સિદ્ધાંત લાગુ છે, આ કારણે એમ માનવામાં આવી રહ્યું છે કે સરકારમાં સામેલ કરવામાં આવેલા નેતાઓની જગ્યાએ સંગઠનમાં નવા લોકોને જવાબદારી આપવામાં આવી શકે છે. એવી શકયતા છે કે પ્રસાદ, હર્ષવર્ધન અને જાવડેકર સહિતના કેન્દ્રીય કેબિનેટમાંથી બહાર કરવામાં આવેલા નેતાઓને સંગઠનમાં ભૂમિકા મળી શકે છે.

રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદ

સંતોષ ગંગવાર, રમેશ પોખરિયા નિશંક પણ કેબિનેટમાંથી હટાવાયા
આ ત્રણ નેતાઓ સિવાય થાવરચંદ ગેહેલોત, સંતોષ ગંગવાર, રમેશ પોખરિયા નિશંક, સદાનંદ ગૌડા, બાબુલ સુપ્રિયો, દેવશ્રી ચૌધરી, સંજય ધોત્રે, રતનલાલ કટારિયા અને પ્રતાપચંદ્ર સારંગીને પણ કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા છે. ગેહેલોતની કર્ણાટક રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જોકે તેમના રાજીનામાંથી રાજ્યસભામાં સદન નેતાનું પદ પણ ખાલી છે. તેઓ પાર્ટીના સર્વોચ્ચ નીતિ નિર્ધારક યુનિટ સંસદીય બોર્ડમાં લાંબા સમય સુધી દલિત પ્રતિનિધિના રૂપમાં પણ રહ્યાં છે. પાર્ટી બંધારણ મુજબ સંસદીય બોર્ડમાં અધ્યક્ષ ઉપરાત 10 સભ્ય હોય છે. પાર્ટી મહાસચિવોમાંથી એક સંસદીય બોર્ડનો સચિવ હોય છે.

સંગઠનમાં નિમણૂંકનો કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર અધ્યક્ષને
જોકે વર્તમાન સંસદીય બોર્ડમાં સાત જ સભ્ય છે. તેમાં બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી, અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને સંગઠન મહામંત્રી બી એલ સંતોષ સામેલ છે. સંસદીય બોર્ડમાં પણ હાલ ત્રણ પદ ખાલી છે. વર્તમાનમાં બીજેપી સંગઠનમાં ભુપેન્દ્ર યાદવ સહિત આઠ મહાસચિવ, અન્નપૂર્ણ દેવી સહિત 12 ઉપાધ્યક્ષ અને ટુડુ સહિત 13 સચિવ છે. જાન્યુઆરીમાં બીજેપી અધ્યક્ષ બન્યા પછી નડ્ડાએ લગભગ આઠ મહિના પછી પોતોની ટીમ બનાવી હતી. આ અંગે પાર્ટીના એક વરિષ્ઠ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે સંગઠનમાં નિમણૂંકનો કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર અધ્યક્ષને છે.

પ્રકાશ જાવડેકર
પ્રકાશ જાવડેકર

આ રાજ્યોમાં થવાની છે ચૂંટણી
આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રસાદ, જાવડેકર, નિશંક અને હર્ષવર્ધન સહિત કેટલાક નેતાઓને સંગઠનમાં સામેલ કરીને જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે, તેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

પ્રસાદ અને જાવડેકર અગાઉ સંગઠનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે
પ્રસાદ અને જાવડેકરે પહેલા પણ બીજેપી સંગઠનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. નિશંક ઉત્તરાખંડના મુખ્યમંત્રી પણ રહ્યાં છે, જ્યારે હર્ષવર્ધન દિલ્હી બીજેપીના અધ્યક્ષના તરીકે પણ કામ કરી ચૂક્યા છે. જે 36 નવા ચેહરાઓને મંત્રીપરિષદમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમાં ઉત્તરપ્રદેશના સૌથી વધુ સાત ચહેરાઓને સ્થાન મળ્યું છે. ઉત્તરપ્રદેશ પછી સૌથી વધુ પ્રતિનિધિત્વ પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મહારાષ્ટ્રને મળ્યું છે. આ રાજ્યોમાંથી ચાર-ચાર સાંસદોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાતમાંથી ત્રણ, મધ્યપ્રદેશ, બિહાર અને ઓરિસ્સામાં બે-બે નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે ઉત્તરાખંડ, ઝારખંડ, ત્રિપુરા, નવી દિલ્હી, આસામ, રાજસ્થાન, મણિપુર અને તમિલનાડુમાંથી એક-એક નેતાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...