• Gujarati News
  • National
  • Will Perform Puja In Kedarnath Badrinath, Will Lay The Foundation Stone Of Development Projects Worth More Than 3400 Crores

કેદાર-બદ્રીનાં દર્શન બાદ માણામાં મોદીનું સંબોધન:મોદીએ કહ્યું- સરહદ પર રહેતા તમે બધા દેશના મજબૂત ચોકીદાર છો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કેદારનાથમાં હિમાચલી ટોપી અને વિશેષ સફેદ ડ્રેસમાં બાબાનાં દર્શન કર્યાં હતાં
  • આ ડ્રેસ હિમાચલની મહિલાઓએ ભેટમાં આપ્યો છે
  • મોદીએ કેદારનાથમાં 20 મિનિટ ભોલેનાથની પૂજા કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પહેલા કેદારનાથ અને પછી બદ્રીનાથ બાદ માણા પહોંચ્યા હતા. તે ચીનની સરહદ પર ઉત્તરાખંડનું છેલ્લું ગામ છે. અહીં જાહેરસભા યોજી છે. PMએ કહ્યું કે આજે બાબા કેદાર અને બદ્રી વિશાલજીનાં દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા પછી મારું જીવન ધન્ય થઈ ગયું અને મારું મન ખુશ થયું. આ ક્ષણ મારા માટે ચિરંજીવી થઈ ગઈ. આ દરમિયાન તેમણે માણા ગામ સાથે જોડાયેલી એક કહાની પણ સંભળાવી હતી.

સરહદ પર રહેતા તમે બધા દેશના મજબૂત ચોકીદાર છો
મોદીએ કહ્યું, 'માણા ગામને ભારતના છેલ્લા ગામ તરીકે ઓળખવામાં આવે છે. હવે મારા માટે પણ સરહદ પરનું દરેક ગામ દેશનું પ્રથમ ગામ છે. સરહદ પર વસેલા તમે બધા મારા સાથી દેશના મજબૂત ચોકીદાર છો. આજે મારે મનની જૂની યાદો તાજી કરવી છે. હું સીએમ બન્યો, પીએમ બન્યો, તેથી સરહદ પરના આ ગામને યાદ કરી રહ્યો છું એવું નથી. 25 વર્ષ પહેલાં જ્યારે હું ઉત્તરાખંડમાં ભાજપના કાર્યકર તરીકે કામ કરતો હતો, ત્યારે કોઈ મને બહુ ઓળખતા નહોતા. હું સંગઠન માટે કામ કરતો હતો. તે સમયે માણામાં મેં ઉત્તરાખંડ ભાજપ કાર્યકારી સમિતિની બેઠક બોલાવી હતી. ત્યારે ઉત્તરાખંડના કાર્યકર્તાઓ મારા પર નારાજ થયા હતા કે આટલી મહેનતથી જવું પડશે, દુર જવું પડશે.

કેદારનાથ અને બદ્રીનાથ બાદ મોદી માણા પહોંચ્યા હતા.
કેદારનાથ અને બદ્રીનાથ બાદ મોદી માણા પહોંચ્યા હતા.

PMના ભાષણમાં મોટી વાતો

કેદારનાથ, બદ્રીનાથ, ઉજ્જૈન, અયોધ્યા જેવાં શ્રદ્ધાનાં કેન્દ્રો પોતાની ભવ્યતા દર્શાવી રહ્યાં
મોદીએ નામ ન લેતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું- આપણા દેશને ગુલામાની સાંકળોમાં એવો જકડી રાખ્યો કે કેટલાક લોકો વિકાસનાં કાર્યો પર સવાલો ઊભા કરે છે. પહેલાં દેશમાં પોતાની સંસ્કૃતિ વિશે હીન ભાવના હતી. પરંતુ હવે કેદારનાથ, બદ્રીનાથ, હેમકુંડ સાહિબ, કાશી, ઉજ્જૈન, અયોધ્યા જેવાં શ્રદ્ધાનાં કેન્દ્રો તેમની ભવ્યતા દર્શાવી રહ્યાં છે. દેશમાં ગુલામીની માનસિકતાના અંતની જરૂર છે.

મોદીએ માણામાં શિલ્પકારો સાથે વાતચીત કરી હતી.
મોદીએ માણામાં શિલ્પકારો સાથે વાતચીત કરી હતી.

આસ્થાનાં ઘરોને જર્જરિત સ્થિતિમાં લાવી દીધાં હતાં
'આઝાદી પછી સોમનાથ મંદિરના નિર્માણ વખતે શું થયું તે સૌ જાણે છે. રામમંદિરના ઈતિહાસથી પણ આપણે પરિચિત છીએ. ગુલામીની આ સ્થિતિએ આપણાં આસ્થાનાં ઘરોને બરબાદ કરી દીધાં હતાં. આ બધું નાશ કરવામાં આવ્યું હતું. દાયકાઓ સુધી આપણા આધ્યાત્મિક કેન્દ્રોની હાલત એવી હતી કે ત્યાંની યાત્રા સૌથી મુશ્કેલ યાત્રા બની જતી હતી. ત્યાં જવું એ જીવનનું સપનું છે, પણ સરકારો એવી હતી કે પોતાના નાગરિકોને ત્યાં જવાની સુવિધા આપવાનું વિચાર્યું નહીં. આ અન્યાય હતો કે નહીં? તમારો હા જવાબ તમારો નહીં, 130 કરોડ લોકોનો છે. તેથી જ મને ભગવાનનું કામ સોંપવામાં આવ્યું છે.'

આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે
'હું જ્યારે છેલ્લી વખત બાબાની હાજરીમાં તેમની કૃપાથી આવ્યો હતો, ત્યારે કેટલાક શબ્દો નીકળ્યા હતા. તે મારા ન હતા. તેઓ કેવી રીતે આવ્યા, શા માટે આવ્યા, કોણે આપ્યા, મને ખબર નથી. આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે એવું મોઢામાંથી નીકળી ગયું હતું. હું નિશ્ચિતપણે માનું છું કે આ શબ્દો પર બાબા, બદ્રી વિશાલ અને મા ગંગાના આશીર્વાદની શક્તિ બની રહેશે.

કેદારનાથમાં બાબા ભોલેનાથનાં દર્શન કર્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બદ્રીનાથ પહોંચ્યા હતા. પીએમ મોદી આજે રાત્રે વિષ્ણુનું ધામ બદ્રીનાથમાં જ રોકાશે. મોદી શુક્રવારે 9.45 વાગ્યે કેદારનાથ પહોંચ્યા હતા. તેમણે અહીંના ગર્ભગૃહમાં લગભગ 20 મિનિટ સુધી પૂજા-અર્ચના કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બદ્રીનાથ પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બદ્રીનાથ પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. બાબા કેદારનાથનાં દર્શન કર્યા બાદ તેઓ બદ્રીનાથ પહોંચી ગયા છે. અહીં તેમણે બદ્રીનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ પછી અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો. મોદીએ અહીં 3400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પાંચ વખત કેદારનાથની મુલાકાત લીધી હતી. મોદીએ શુક્રવારે બાબા કેદારનાથનાં દર્શન કર્યાં હતાં. મોદીએ ગર્ભગૃહમાં લગભગ 20 મિનિટ સુધી બાબા કેદારનાથની પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન બન્યા બાદ તેઓ પહેલીવાર 3 મે 2017ના રોજ કેદારનાથ ગયા હતા.

બાબાનાં દર્શન બાદ મોદી આદિ શંકરાચાર્યની સમાધિનાં દર્શન કરવા ગયા હતા. આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી આ પ્રતિમાનું વજન 28 ટન છે. તે મૈસૂરમાંથી પસંદ કરાયેલા ગ્રેનાઈટ પથ્થરોમાંથી બનાવવામાં આવી છે.

મોદી હિમાચલી ટોપી અને ખાસ સફેદ ડ્રેસમાં જોવા મળ્યા
બાબાનાં દર્શન કરવા પહોંચેલા મોદી હિમાચલી ટોપી અને ખાસ સફેદ ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ ડ્રેસ ચંબાની મહિલાઓ દ્વારા હાથથી બનાવવામાં આવ્યો છે. સફેદ ડ્રેસમાં પીઠના ભાગે સ્વસ્તિક બનાવેલું છે. મહિલાઓએ આ ડ્રેસ વડાપ્રધાનને ભેટમાં આપ્યો છે. પીએમ 8 વર્ષમાં છઠ્ઠી વખત કેદારનાથ પહોંચ્યા છે. મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોમાં પણ પીએમ મોદીની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

મંત્રોચ્ચાર બાદ પૂજારીએ વડાપ્રધાન મોદીને તિલક લગાવ્યું હતું.
મંત્રોચ્ચાર બાદ પૂજારીએ વડાપ્રધાન મોદીને તિલક લગાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્ભગૃહમાં બાબા કેદારનાથનાં દર્શન કર્યાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્ભગૃહમાં બાબા કેદારનાથનાં દર્શન કર્યાં.
કેદારનાથનાં દર્શન બાદ વડાપ્રધાન મોદીએ નંદીને વંદન કર્યા હતા.
કેદારનાથનાં દર્શન બાદ વડાપ્રધાન મોદીએ નંદીને વંદન કર્યા હતા.
મોદીએ દર્શન કર્યા બાદ મંદિર પરિસરની બહાર લોકોનું અભિવાદન કર્યું.
મોદીએ દર્શન કર્યા બાદ મંદિર પરિસરની બહાર લોકોનું અભિવાદન કર્યું.
વડાપ્રધાને હિમાચલી કેપ અને સફેદ ડ્રેસ પહેર્યો હતો, જે તેમની હિમાચલ મુલાકાત દરમિયાન તેમને ભેટ આપ્યો હતો.
વડાપ્રધાને હિમાચલી કેપ અને સફેદ ડ્રેસ પહેર્યો હતો, જે તેમની હિમાચલ મુલાકાત દરમિયાન તેમને ભેટ આપ્યો હતો.
વડાપ્રધાને આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમાનાં દર્શન કર્યાં હતાં.
વડાપ્રધાને આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમાનાં દર્શન કર્યાં હતાં.

કેદારનાથમાં રોપ-વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
પીએમ મોદીએ કેદારનાથમાં લગભગ 946 કરોડના ખર્ચે બનાવવામાં આવનારા સોનપ્રયાગ-કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રાષ્ટ્રીય હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડના એન્જિનિયરે જણાવ્યું હતું કે વડાપ્રધાનને વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા પ્રોજેક્ટ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ રોપવે 9.7 કિલોમીટર લાંબો હશે, જે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. હાલમાં આ અંતર કાપવામાં લગભગ છ કલાકનો સમય લાગે છે, રોપ-વેના નિર્માણ બાદ આ યાત્રા 30 મિનિટમાં પૂર્ણ થશે.

વડાપ્રધાન મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. આ દરમિયાન મોદીએ કેદારનાથ મંદિરમાં પૂજા કરી હતી.
વડાપ્રધાન મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. આ દરમિયાન મોદીએ કેદારનાથ મંદિરમાં પૂજા કરી હતી.
કેદારનાથમાં બનાવવામાં આવનારા રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપવેમાંથી એક હશે.
કેદારનાથમાં બનાવવામાં આવનારા રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપવેમાંથી એક હશે.

રોપ-વેનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિનાં દર્શન કર્યાં. આ મુલાકાત દરમિયાન તેઓએ મંદાકિની અને સરસ્વતી નદીના કિનારે ચાલી રહેલાં વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. કેદારનાથ ધામના દરવાજા 27 ઓક્ટોબરે, જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 19 નવેમ્બરે બંધ થઈ રહ્યા છે.

પીએમ અત્યાર સુધીમાં પાંચ વખત કેદારનાથ જઈ ચૂક્યા છે
પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીની કેદારનાથની આ છઠ્ઠી મુલાકાત છે. પહેલીવાર તેઓ 3 મે 2017ના રોજ કેદારનાથ ધામ ગયા હતા. એ પછી 19 ઓક્ટોબર 2017માં તેમણે કેદારનાથ ધામમાં દર્શન કર્યાં હતાં અને પૂજા કરી હતી, સાથે સાથે અનેક નિર્માણકાર્યોનો શિલાન્યાસ પણ કર્યો હતો. 7 નવેમ્બર 2018માં દિવાળીના અવસર પર પીએમ મોદી કેદારનાથ ધામમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

આ તસવીર 2019ની છે, જ્યારે PM લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયા બાદ કેદારનાથની ગુફામાં ધ્યાનમાં બેઠા હતા.
આ તસવીર 2019ની છે, જ્યારે PM લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયા બાદ કેદારનાથની ગુફામાં ધ્યાનમાં બેઠા હતા.

આ પછી 18 મે, 2019ના રોજ લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરો થયા પછી બીજા દિવસે તેઓ કેદારનાથ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે એક ગુફામાં ધ્યાન ધર્યું હતું. પીએમ મોદીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો હતો. 5 નવેમ્બર, 2021ના રોજ તેમણે કેદારનાથમાં અનેક વિકાસ પરિયોજનાઓ શરૂ કરી. ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...