• Gujarati News
  • National
  • Will Mamata Banerjee Win In Bhawanipur Or BJP's Priyanka? Decision Today; Start Counting Votes

બંગાળ પેટાચૂંટણી:ભવાનીપુર બેઠક પરથી મમતાનો વિજય, ભાજપની પ્રિયંકાને 58 હજાર મતથી હરાવી: 'ખેલા હોબે' પર ઝૂમી રહ્યા TMC કાર્યકરો

કોલકાતા22 દિવસ પહેલા
  • મમતા બેનર્જીએ ભવાનીપુર બેઠક પર શાનદાર જીત મેળવી

પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી TMC પ્રમુખ મમતા બેનર્જીએ પેટાચૂંટણી જીતી છે. CM મમતાએ ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,832 મતોથી હરાવી છે. 21 રાઉન્ડની મતગણતરી બાદ CM મમતાને 84,709 મત મળ્યા. TMC ના કાર્યકરો CM મમતાની જીતની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે. મમતા બેનર્જી માટે આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની હતી.

CM મમતાએ કહ્યું કે મેં ભવાનીપુર વિધાનસભાની પેટાચૂંટણી 58,832 મતોથી જીતી છે અને મતવિસ્તારના દરેક વોર્ડમાં જીત મેળવી છે. તેમણે કહ્યું કે જ્યારે બંગાળની ચૂંટણી શરૂ થઈ ત્યારથી અમારી પાર્ટી વિરુદ્ધ ઘણું ષડયંત્ર રચાયું હતું. કેન્દ્ર સરકારે અમને હટાવવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ હું જનતાની આભારી છું કે જનતાએ અમને જીતાડ્યા.

ભાજપની પ્રિયંકા ટિબરેવાલને હરાવી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુરની હાઇપ્રોફાઇલ બેઠક પરથી ભારે જીત મેળવી છે. આ પેટાચૂંટણીમાં મમતા બેનર્જીએ પોતાની નજીકની હરીફ ભાજપની પ્રિયંકાને હરાવી છે. ભાજપની પ્રિયંકા ટિબરેવાલ 58 હજાર મતથી હારી છે. ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે પોતાની હાર સ્વીકારી લીધી છે અને મમતાને તેમની જીત માટે અભિનંદન આપ્યા છે.

પ્રિયંકાએ હાર સ્વીકારી
ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે પોતાની હાર સ્વીકારીને કહ્યું કે હું હાર સ્વીકારું છું, પણ હું કોર્ટમાં નથી જય રહી, પણ તે લોકો કહી રહ્યા હતા કે મમતા 1 લાખ મતથી જીતી જશે, પરંતુ તેમને લગભગ 50 હજાર મત મળ્યા છે. હું મમતા બેનર્જીને અભિનંદન આપું છું પરંતુ દરેક વ્યક્તિએ તે જોયું છે કે તેઓ કઈ રીતે ચૂંટણી જીત્યા છે.

મમતાના ઘરે 'ખેલા હોબે' પર ઝૂમી રહ્યા TMC કાર્યકરો

અખિલેશે મમતાને અભિનંદન પાઠવ્યા
મત ગણતરીના રુઝાન વચ્ચે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે મમતા બેનર્જીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આ મમતા દીદીની જે જીત છે, તે સત્યમેવ જયતેની રીત છે.

TMC ના કાર્યકરો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં મમતા બેનર્જીના ઘરે ઉજવણી કરી રહ્યા છે.

ભાજપે પ્રિયંકા ટિબરેવાલને મમતા સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. બંગાળની હાઇ પ્રોફાઇલ સીટ ભવાનીપુર સહિત 3 વિધાનસભાઓમાં TMC અને BJP વચ્ચે સીધી લડાઈ હતી. TMC ચીફ મમતા બેનર્જી પોતે ભવાનીપુરથી મેદાનમાં હતા.

સઘન સુરક્ષા બંદોબસ્ત હેઠળ મત ગણતરી શરૂ કરવામાં આવી હતી.
સઘન સુરક્ષા બંદોબસ્ત હેઠળ મત ગણતરી શરૂ કરવામાં આવી હતી.

મતગણતરી માટે સઘન સુરક્ષા વ્યવસ્થા પશ્ચિમ બંગાળમાં વિધાનસભા પેટાચૂંટણી માટે મત ગણતરી માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોલકાતામાં મતગણતરી સંકુલ પાસે અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. પેટાચૂંટણી માટે 30 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે સાંજે 5 વાગ્યા સુધી ભવાનીપુર બેઠક પર 53.32% મતદાન નોંધાયું હતું. મુર્શીદાબાદ જિલ્લાની શમશેરગંજ બેઠક અને જંગીપુર બેઠકમાં અનુક્રમે 78.60% અને 76.12% મતદાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...