વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ ભારતની બે દિવસીય મુલાકાતે છે. પીએમ મોદી શુક્રવારે બેંગલુરુ પહોંચ્યા હતા. તેમણે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2નું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા મોદીએ બેંગલુરુ રેલવે સ્ટેશન પર મૈસુર-ચેન્નઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.આ દેશની 5મી અને દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન છે. આ ઉપરાંત મોદીએ ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી.
ત્યારબાદ પીએમ મોદીએ શ્રી કનક દાસ અને મહર્ષિ વાલ્મીકિની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કર્યું હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટર્મિનલ લગભગ 5,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
મુલાકાત પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને પોતાની મુલાકાતની માહિતી આપી હતી. તેમણે લખ્યું- હું 11 નવેમ્બરે બેંગ્લોરમાં આવવા માટે આતુર છું. મને શ્રી નાદપ્રભુ કેમ્પેગૌડાની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી તેને હું મારુ સન્માન માનું છું.
પીએમના કાર્યક્રમની માહિતી
PM મોદી 11 નવેમ્બરના રોજ સવારે 9:45 વાગ્યે બેંગલુરુના વિધાન સૌધા ખાતે સંત કવિ શ્રી કનક દાસ અને મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી આ પછી વડાપ્રધાને બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન સવારે 11:30 વાગ્યે બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કર્યું હતુ. આ પછી, વડાપ્રધાને નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યુ્ હતુ.
કર્ણાટક બાદ મોદી તામિલનાડું જશે
બપોરે લગભઘ સાડા ત્રણ વાગે વડાપ્રધાન તામિલનાડુંના ડિંડીગુલમાં ગાંધીધામ ગ્રામીણ સંસ્થાના 36માં દીક્ષાત સમારોહમાં સામેલ થશે. પીએમ મોદી 12 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને તેલંગાણા પણ જશે. આ દરમિયાન તેઓ અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.