ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે રાત્રે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા અને પોતાના ભાષણમાં વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું- અમારી જીતથી ડરેલા કેટલાક કટ્ટર વિરોધીઓ કહે છે કે 'મર જા મોદી', પરંતુ મારા દેશવાસીઓ કહે છે કે 'મત જા મોદી' . પીએમે ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ પૂછ્યું કે શું નોર્થ-ઈસ્ટનાં પરિણામો પછી ટીવી પર ઈવીએમને ગાળો પડી કે નહીં.
તેમણે કહ્યું- અમે ઉત્તર-પૂર્વને નવી દિશામાં આગળ વધતા જોઈ રહ્યા છીએ. હવે નોર્થ ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. ઇતિહાસ રચવાનો સમય છે. હું આને ઉત્તર પૂર્વ માટે સમૃદ્ધિ અને વિકાસના સમય તરીકે જોઈ રહ્યો છું.
થોડા દિવસો પહેલાં જ્યારે હું ત્યાં ગયો ત્યારે કોઈએ કહ્યું, મોદીજી, તમારી અડધી સદી માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. મેં પૂછ્યું કેવી અડધી સદી તો તેણે કહ્યું કે જ્યારથી તમે વડાપ્રધાન બન્યા છો ત્યારથી તમે 50થી વધુ વખત ઉત્તર પૂર્વની મુલાકાત લીધી છે.
મોદીના ભાષણની ખાસ વાતો...
મોદીએ ભાજપની જીતનું રહસ્ય ખોલ્યું - ત્રિવેણી શક્તિ
પહેલી શક્તિ: ભાજપ સરકારનું કામ.
બીજી શક્તિ: ભાજપની કાર્ય સંસ્કૃતિ.
ત્રીજી શક્તિઃ ભાજપના કાર્યકરોની સેવાભાવના.
આ બંને મળીને ભાજપની શક્તિને વન પ્લસ વન પ્લસ વન એટલે કે 111 ગણી વધારે છે.
ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને બહુમતી મળી છે
ત્રણેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ત્રિપુરા અને નાગાલેન્ડનાં પરિણામો આવી ગયા છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપને ફરી બહુમતી મળી છે. ભાજપ ગઠબંધનને બંને રાજ્યોમાં 37 અને ત્રિપુરામાં 33 બેઠકો મળી છે.
બીજી તરફ મેઘાલયમાં મુખ્યમંત્રી કોનરાડ સંગમાની NPP સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. NPPને હાલમાં તેમના ખાતામાં 25 બેઠકો મળી રહી છે. મતદાન પછી, એક્ઝિટ પોલમાં ત્રિપુરા-નાગાલેન્ડમાં બીજેપી ગઠબંધન માટે બહુમતીનું અનુમાન કરવામાં આવ્યું હતું. દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કર્યું કે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ગૃહમંત્રી અમિત શાહને ફોન કર્યો અને સરકાર બનાવવા માટે તેમની મદદ માગી છે.
PMએ ટ્વીટ કરી કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી
નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપ ગઠબંધનને જીત મળ્યા પછી પીએમ મોદીએ ટ્વીટ કરી લોકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ડબલ એન્જિન સરકાર લોકોના વિકાસ માટે કામ કરી રહી છે. હું પાર્ટી કાર્યકર્તાઓની મહેનતની સરાહના કરું છું, મને તમારા બધા પર ગર્વ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.