તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Will Freeze Snowmen On The Icy Mountains Of Ladakh From The Cold; Solar Snow Melter Will Also Provide Drinking Water

ઉપાય:લદાખના બર્ફીલા પહાડો પર હિમતાપક જવાનોને ઠંડીથી બચાવશે; સોલર સ્નો મેલ્ટરથી પીવાનું પાણી પણ મળશે

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીઆરડીઓએ જવાનોને સુરક્ષિત રાખવા ક્રીમ, 2 ઉપકરણ વિકસાવ્યા

ડીઆરડીઓએ પૂર્વ લદાખ, સિઆચેન અને બર્ફીલા શિખરો પર તહેનાત સૈન્યના જવાનોને સુરક્ષિત રાખવા હિમ તાપક અને સોલર સ્નો મેલ્ટર એમ 2 ઉપકરણ વિકસાવ્યા છે. હિમ તાપક સ્પેસ હીટિંગ ડિવાઇસ છે, જે બેકબ્લૉસ્ટ અને કાર્બન મોનોક્સાઇડના ઝેરથી જવાનોનું મોત ન થાય તે સુનિશ્ચિત કરશે જ્યારે સ્નો મેલ્ટર બર્ફીલા પહાડો પર પીવાના પાણીની સમસ્યા દૂર કરશે. ડીઆરડીઓએ ઠંડીમાં જવાનોને ઇજાથી બચાવતી ક્રીમ પણ વિકસાવી છે. હિમતાપકના ઉપયોગથી ઇંધણની ખપત ઘટશે અને સૈન્યને વાર્ષિક 3,650 કરોડ રૂ.ની બચત થશે.

હિમ તાપક: ઇંધણની ઓછી ખપત, કાર્બન ઉત્સર્જન પણ નહીં
હિમ તાપકમાં કેરોસીન વપરાય છે. આ ડિવાઇસ રૂમમાં વિસ્ફોટથી ઘણાં સ્તરે સુરક્ષા આપે છે. રૂમમાં ઝેરી ગેસ નથી છોડતી અને પરવડે તેવી પણ છે, કેમ કે તેમાં દર કલાકે 500થી 700 મિ.લી. કેરોસીન વપરાય છે. પર્યાવરણની દૃષ્ટિએ સાનુકૂળ હિમ તાપક વાર્ષિક 1 ટન કાર્બન ડાયોક્સાઇડ અને 0.3 ટન બ્લેક કાર્બનનું ઓછું ઉત્સર્જન કરે છે.

સોલર સ્નો મેલ્ટર: સૌર ઊર્જાથી દર કલાકે 5થી 7 લીટર પાણી
આ ઉપકરણ સૌર ઊર્જાથી બરફ ઓગાળે છે અને દર કલાકે પીવાનું 5-7 લીટર પાણી પૂરું પાડે છે. સિઆચેન, ખારડુંગળા અને તવાંગમાં તેનું પરીક્ષણ થયું. તેનાથી જવાનોને પાણીની તકલીફ નહીં રહે.

એલોકલ ક્રીમ: જવાનોને ઘા, સંક્રમણથી બચાવશે
જવાનોને ઠંડીથી પડતા ઘા અને સંક્રમણથી બચાવવા એલોકલ ક્રીમ બનાવાઇ છે. ઠંડા વિસ્તારોમાં તહેનાત જવાનો માટે સૈન્ય દર વર્ષે ક્રીમની 3.5 લાખ જાર ઓર્ડર કરે છે.

અન્ય સમાચારો પણ છે...