• Gujarati News
  • National
  • Will Form A New Party In Punjab, Will Fight Elections In Alliance With BJP If The Farmers' Movement Is Resolved

અમરિંદરનો રાજકીય ધડાકો:પંજાબમાં નવી પાર્ટી બનાવશે, ખેડૂત આંદોલનનું યોગ્ય સમાધાન નીકળ્યું તો ભાજપની સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે

જલંધરએક મહિનો પહેલા

એક મહિના પહેલા પંજાબના CMની ખુરસી છોડનાર કેપ્ટન અમરિંદર સિંહે મોટો રાજકીય વિસ્ફોટ કર્યો છે. કેપ્ટને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પંજાબમાં નવી પાર્ટી બનાવશે અને 4 મહિના પછી થનારી વિધાનસભા ચૂંટણી લડશે. ચૂંટણી પહેલાં ભાજપ સાથે ગઠબંધન થઈ શકે છે.

આ ગઠબંધનમાં શિરોમણી અકાલી દળ (બાદલ)થી અલગ થઈ ગયેલા સુખદેવસિંહ ઢીંડસા અને રણજીત બ્રહ્મપુરાના લોકો પણ જોડાશે. જો કે તે પહેલાં કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનું યોગ્ય સમાધાન નીકળે તે જરૂરી છે.

ઈન્ટરવ્યૂમાં આપ્યા સંકેત
અમરિંદરે એક ઈન્ટરવ્યૂમાં સંકેત આપ્યા કે દિલ્હીમાં સિંધુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને થોડો જ સમયમાં એક પ્રસ્તાવ તરફ આગળ વધી શકે છે. જેમાં કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાત કરશે. તેઓએ કહ્યું કે કૃષિ સુધાર કાયદાનો ઉકેલ આવ્યા બાદ જ ભાજપની સાથે ગઠબંધન કરશે.

પંજાબમાં સરકાર બનાવવાની વાત પર ફોકસ
અમરિંદરે કહ્યું કે તેમનું ફોકસ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને પંજાબમાં સરકાર બનાવવા પર રહેશે. ભાજપ સાથે કોઈ પણ પ્રકારના વૈચારિક મુશ્કેલીના મામલે અમરિંદર સિંહે કહ્યું કે તેઓ પંજાબની સાથે ઊભા છે. તેમના માટે પંજાબનું હિત સૌથી ઉપર છે.

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ પહેલી વખત છે કે અમરિંદર સિંહે રાજકારણમાં પોતાના પ્લાનિંગ અંગે ખુલીને વાત કરી છે. 18 સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ કોંગ્રેસ છોડવા અંગે અને ભાજપ નહીં જોઈને કરે તે વાત કરી ચુક્યા છે.

ભાજપ સાંપ્રદાયિક પક્ષ નથી
અમરિંદરે કહ્યું કે ભાજપ સાંપ્રદાયિક પાર્ટી નથી. તેઓએ ભાજપને એન્ટી મુસ્લિમ હોવાની વાતને પણ ખોટી ગણાવી છે. અમરિંદરે કહ્યું કે ખેડૂત આંદોલન પહેલા પંજાબમાં મોદી સરકારનો કોઈ જ વિરોધ ન હતો. તેઓએ ખુલાસો કર્યો કે કિસાન આંદોલન ખતમ થાય તે અંગેના પણ પ્સયાસો ચાલી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...