તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
CBSEએ ધો. 10 અને 12ની બાકીની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે થયેલી સુનાવણીમાં આ જાણકારી આપી હતી. હવે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન છેલ્લી 3 પરીક્ષાના આધારે થશે. ત્યાર પછી વિદ્યાર્થી પાસે પરીક્ષા આપવાનો વિકલ્પ રહેશે.
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ICSE બોર્ડમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેઓ વિદ્યાર્થીઓને ત્યાર પછી પેપર આપવાનો વિકલ્પ આપવા માંગતા નથી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
CBSEના નિર્ણય પછી આગળ શું? વિદ્યાર્થી પાસે શું વિકલ્પ છે?
ઈન્ટરનલ એસેસમેન્ટ
સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે બાળકો ધો.10 અને 12ના બાકી પેપર નહી આપી શકે તો નવી સ્કીમ મુજબ આવા વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ તેમના ત્રણ વર્ષની પરીક્ષાના આધારે થશે.
પરીક્ષાનો વિકલ્પ પણ ખુલ્લો
વિદ્યાર્થી પાછળથી પરીક્ષા આપવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે, જેનાથી તે પોતાનું પરીણામ સુધારી શકે. સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે જેવો માહોલ સુધરશે તો ધો.12ના વિદ્યાર્થીઓ તેના બાકી પેપર આપી શકશે. જો કે આના ઉપર સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે અલગ-અલગ રાજ્યમાં માહોલ સુધરવાની સંભાવના અલગ-અલગ છે. શું કેન્દ્ર સરકાર તેને જોશે કે રાજ્ય સરકાર?
નવું એકેડમિક વર્ષ અને એડમિશન
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પુછ્યું કે નવું એકેડમિક વર્ષ ક્યારથી શરૂ કરશો, તે સ્પષ્ટ હોવું જોઈએ. જો ઓગસ્ટમાં પરીક્ષા યોજાશે તો એકેડમિક વર્ષ સપ્ટેમ્બરમાં શરૂ થવું જોઈએ. આ અંગે CBSE દ્વારા જણાવાયું છે કે જેટલું બનશે તેટલું ઝડપથી પરીણામ જાહેર કરીશુ. આશા છે કે આ મહીને જ પરીણામ જાહેર કરીશું.એસેસમેન્ટના આધારે વિદ્યાર્થીઓ એડમિશન માટે અરજી કરી શકશે.
29 વિષયની પરીક્ષા લેવાની બાકી હતી
વાલીઓએ સુપ્રીમમાં અરજી કરી હતી કે પરીક્ષા રદ્દ થવી જોઈએ
આ પહેલા પેરેન્ટ્સના એક સમૂહે CBSEની પરીક્ષા રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમા દલીલ કરાઈ હતી કે CBSE વિદેશમાં રહેલી 250 સ્કૂલોમાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય પહેલા લઈ ચૂક્યું છે. દાખલ કરાયેલી અરજીમાં ઉદાહરણ અપાયું કે કર્ણાટકમાં પરીક્ષા દરમિયાન એક બાળકના પિતા કોરોના પોઝિટિવ મળ્યા હતા અને 24 વિદ્યાર્થીઓએ ક્વોરન્ટિન થવું પડ્યું હતું.
ત્રણ રાજ્ય તમામ પરીક્ષા નથી લેવા માંગતી
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પિટીશન ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓરિસ્સા સરકારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલયને પત્ર લખીને કહ્યું હતું કે પરીક્ષા રદ્દ કરવી જોઈએ. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતુંકે દિલ્હીમાં પરીક્ષા કરાવવા માટે હાલ સ્કૂલમાં જગ્યા નથી.
કુલ 29 વિષયની પરીક્ષા બાકી હતી
દેશભરમાં ધો.12ની 12 વિષયની પરીક્ષા બાકી છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં આ 12 ઉપરાંત 11 બીજા મુખ્ય વિષયોની પરીક્ષા બાકી છે. 18 માર્ચે આ પરીક્ષા સ્થગિત કરાઈ હતી. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ધો. 10ના વિદ્યાર્થીઓની 6 વિષયની પરીક્ષા બાકી છે. આ પરીક્ષા દિલ્હીમાં થયેલી હિંસાના કારણે રદ્દ કરાઈ હતી. આમ ધો. 10 અને ધો.12માં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓએ 29 વિષયની પરીક્ષા બાકી હતી.
આ 3 પરીક્ષા અંગે સ્થિતિ સ્પષ્ટ થવી બાકી
વિદ્યાર્થીઓ સામે પડકાર
1.જ્યા મેરિટના આધારે એડમિશન મળે છે, ત્યાં શું થશે?
2. બીજીવાર ધો.12ની પરીક્ષા આપતા હોય તેમનું શું થશે?
સુપ્રીમકોર્ટ લાઈવ જસ્ટિસ એ.એમ.ખાનવિલકરના વડપણ હેઠળની 3 જજોની બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકાર વતની સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પક્ષ રજૂ કર્યો. વાંચો સુપ્રીમકોર્ટની સુનાવણી લાઈવ... તુષાર મહેતા : 10મા અને 12માની જુલાઈમાં પ્રસ્તાવિત પરીક્ષાઓ રદ કરાઈ છે. મહામારીની સ્થિતિ ભયાવહ છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુએ પણ પરીક્ષા યોજવામાં અક્ષમતા દર્શાવી છે. વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે. સ્થિતિ સુધર્યા પછી 12માની પરીક્ષાઓ લઈ શકાશે. ઋષિ મલ્હોત્રા(વાલીઓના વકીલ) : તેનાથી શૈક્ષણિક સત્રમાં વિલંબ થશે. વિદ્યાર્થીઓના સ્પર્ધાત્મક પરીક્ષામાં સામેલ થવાની તકો પણ ખતમ થશે. જસ્ટિસ ખાનવિલકર : સરકાર જણાવે કે રિઝલ્ટ ક્યારે આવશે? નવું શૈક્ષણિક સત્ર કેવી રીતે નક્કી કરાશે? જો તમે 12માની પરીક્ષાઓ ભવિષ્યમાં ફરી આયોજિત કરશો તો અન્ય પરીક્ષાઓનું સંચાલન અટકાવવું પડશે. પરીક્ષા ઓગસ્ટમાં થશે તો એકેડેમિક યર સપ્ટેમ્બરમાં શરૂ થશે. મહેતા : નોમિનેશન હવે ફક્ત આંતરિક આકલનના આધારે થશે. વિદ્યાર્થીઓ તેના આધારે ફોર્મ ભરી શકે છે. આકલનના આધારે 10 અને 12માનાં પરિણામ 15 જુલાઈ સુધી જારી કરી દેવાશે. સરકારના જવાબથી અસંતુષ્ટ કોર્ટે શુક્રવાર સવારના 10:30 વાગ્યા સુધી સુનાવણી ટાળતા સીબીએસઈને કોઈ નિર્દેશ આપવાથી ઈનકાર કરી દીધો.
બોર્ડના નિર્ણયની મહત્ત્વપૂર્ણ વાતો
સીબીએસઈ : 10માની પરીક્ષાઓ રદ કરાઈ છે. હવે તે આપવાની જરૂર નથી. ઈન્ટરનલ એસેસમેન્ટના આધારે તેમને માર્ક્સ અપાશે. 12માની 1થી 15 જુલાઈ સુધી યોજાનાર પરીક્ષાઓ સ્થગિત. વિદ્યાર્થીઓને ગત 3 ઈન્ટરનલ એસેસમેન્ટના આધારે માર્ક્સ અપાશે. જે વિદ્યાર્થી તેનાથી ખુશ નથી તે સ્થિતિ અનુકૂળ થયા પછી યોજાનાર પરીક્ષામાં બેસવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
સીઆઈસીએસઈ : 10મા અને 12માની પરીક્ષાઓ રદ. 12માના વિદ્યાર્થીઓએ પછી પરીક્ષા નહીં આપવી પડે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.