હવે મોહમ્મદ પયગંબર પર ટિપ્પણીના મામલે આતંકી સંગઠન અલકાયદા પણ કૂદી પડ્યું છે. અલકાયદા ઇન ધ સબકોન્ટિનેન્ટ (AQIS)એ ભારતને ધમકી આપતો પત્ર જારી કર્યો છે. આ પત્રમાં દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર પર તારીખ 6 જૂન, 2022 છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
અલકાયદાના પત્રમાં લખાયું છે
અલકાયદાએ પત્રમાં કહ્યું છે કે થોડા દિવસો પહેલાં એક હિંદુત્વ પ્રચારકે ટીવીની ચર્ચા દરમિયાન ઈસ્લામનું અપમાન કર્યું હતું. તેમનાં નિવેદનોથી વિશ્વભરના મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
અલકાયદાએ વધુમાં કહ્યું હતું કે અમે પયગંબરના અપમાનનો બદલો લઈશું. અમે અમારા શરીર અને અમારાં બાળકોના શરીર સાથે વિસ્ફોટકો જોડીશું, જેથી આવા લોકોને ઉડાવી શકાય. દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં ભગવા કાર્યકરોને ખતમ કરશે. તેઓ ન તો તેમના ઘરમાં છુપાઈ શકશે કે ન તો સેના તેને બચાવી શકશે.
OIC વિરોધ વ્યક્ત કરી ચૂક્યું છે
57 મુસ્લિમ દેશના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)એ પહેલાં આ મુદ્દે વિરોધ કર્યો અને ત્યાર બાદ કેટલાક આરબ દેશોએ ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું. આ સાથે ઈરાન, ઈરાક, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, ઓમાન, યુએઈ, જોર્ડન, અફઘાનિસ્તાન, બહરીન, માલદિવ્સ, લિબિયા, ઈન્ડોનેશિયા, તુર્કી, મલેશિયા અને પાકિસ્તાને પણ આ નિવેદનનો વિરોધ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.