તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં પબજી પર ભલે પ્રતિબંધ હોય, પરંતુ ભારતમાં રમાતી ઓનલાઈન ગેમ્સમાં 98% વિદેશી જ છે. ટેમ્પલ રન, સબ વે સર્ફરથી લઈને એંગ્રી બર્ડ્સ જેવી ગેમ્સનું કન્ટેન્ટ, કેરેક્ટર અને મૂલ્યો વિદેશી છે. કેન્દ્ર સરકાર તેને બદલવાની તૈયારીમાં છે. જો આ પ્રયાસ સફળ રહ્યોતો મા દુર્ગા અને કાલીની સાથે શિવાજી અને ઝાંસીની રાણી જેવી મહાન હસ્તીઓ પર આધારિત દેશી ગેમ્સ બાળકોને ભારતીય મૂલ્યોની સાથે ગેમિંગની મજા કરાવશે.
કમિટીએ સરકારને ગેમની બ્લૂપ્રિન્ટ આપી
ઓનલાઈન ગેમ્સ થકી વિદેશી વિચારો તરફ ઢળી જતા બાળકોને ધ્યાનમાં રાખી સ્વદેશી અને સંસ્કારી ગેમ્સ વિકસિત કરવા માટે ડૉ. પરાગ મનકીકરના નેતૃત્વમાં એક કમિટી પણ બનાવાઈ છે. આ કમિટીએ એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (એવીજીસી) માટે સરકારને નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ખોલવાની બ્લૂપ્રિન્ટ આપી છે. મુંબઈમાં સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવાની યોજનાછે. બાકી વર્ટિકલ્સ પર પણ સમયબદ્ધ રીતે અમલ કરાશે.
4 મહાદ્વાર બનાવવાનું સૂચન
એવીજીસીમાં ઉતારાશે પંચતંત્રની વાર્તાઓ
ડૉ. મનકીકરે કહ્યું કે, યુવાનોની લોકપ્રિય ભાષા એનિમેશન, વિઝ્યુઅલ, ગેમિંગ અને કોમિક્સ (એવીજીસી) છે. પં. વિષ્ણુ શર્માએ પંચતંત્રથી મૂલ્યોનું શિક્ષણ આપ્યું. એવીજીસીએથી આ કામ આપણે કરવાનું છે. આ માટે સેન્ટર ફોર એક્સલન્સના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેન્ટર સિવાય સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને રાજ્યસ્તરે ટ્રેનિંગ સેન્ટર ખોલવાનું સૂચન કરાયું છે. દરેક સેન્ટર એક્સલન્સ ક્લાઉડ સાથે જોડાયેલું હશે. આ અભિયાન સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ ચાલશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.