બિહારના ભાગલપુરમાં એક મજૂરને પોલીસની સુરક્ષા આપવામાં આવી છે. તે સ્થાનિક ઈંટના ભઠ્ઠા પર મજૂરી કામ કરતો હતો. ગામની જ અમુક ગુંડા તત્ત્વોના ડરથી તેણે કામ છોડી દીધું હતું. હવે તે કામ કરવા જઈ શકશે, કારણ કે તેની સાથે બિહાર પોલીસનો એક બંદૂકધારી ગાર્ડ તેની સાથે જશે.
આ મામલો ભાગલપુર શહેરથી 26 કિલોમીટર દૂર આવેસા જગદીશપુરનો છે. ત્યાં રહેનાર 24 વર્ષનો સંતોષ કુમાર ઈંટના ભઠ્ઠાએ મજૂરી કામ કરે છે. તેના આ કામથી જ તેના પરિવારનું ભરણ-પોષણ થાય છે. 7 મહિના પહેલા એટલે કે જુન 2022માં સંતોષના નાના ભાઈની ખરાબ રીતે હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં કુલ 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે.
સંતોષે જણાવ્યું હતું કે તેને પણ હત્યા કરી દેવાની ધમકીઓ મળી રહી છે. તેને લઈને તે સિનિયર અધિકારીઓ પાસે આવેદન લઈને પહોંચ્યો હતો. જેના પછી કોર્ટના આદેશ પછી સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી.'
માતાને ડાકણ ગણાવીને ગુંડાઓ ત્રાસ ગુજારતા હતા
સંતોષે જણાવ્યું હતું કે 'ગુંડાઓએ મારા જ 9 વર્ષના ભાઈની હત્યા કરી દીધી હતી. કારણ એ હતું કે તે ગુંડાઓ મારી માતાને ડાકણ ગણાવીને ત્રાસ આપતા હતા. મારો ભાઈની એક વખત તે લોકો સાથે ભિડંત થઈ હતી. બાળકનું આવું કરવું, તે લોકોથી સહન ના થયું. તે લોકોએ મારા ભાઈની તેના મોઢામાં લાકડી ઘુસાડીને નિર્મમ રીતે હત્યા કરી દીધી હતી.
'ઘટના પછી હું સતત અધિકારીઓના ચક્કર લગાવતો હતો. પરંતુ હજું સુધી આ આરોપીઓની ધરપકડી પણ કરવામાં આવી નથી. હંમેશાથી મનમાં ડર રહ્યા કરે છે, ધમકીઓ પણ મળી રહી છે કે કેસ પરત ના લીધો તો મારી પણ હત્યા કરી દેવામાં આવશે. આ જ દરના કારણે મેં કામ કરવાનું છોડી દીધું હતું. હવે ગાર્ડ મળ્યા છે, તો કામ કરવા જઈ શકીશ.'
ઓગસ્ટ 2022માં ગાર્ડ પણ મળ્યો હતો
સંતોષએ વધુમાં જણાવ્યું હતું 'ગયા વર્ષે ઓગસ્ટ 2022માં તેના ભાઈની હત્યાની ઘટના બાદ ભાગલપુર SSPએ એક સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરી દીધી હતી. ત્યારે પણ મેં મારા જીવનની સલામતી માટે ઘણી આજીજી કરી હતી. પરંતુ થોડા દિવસો બાદ તે ફરી પાછી ખેંચી લેવામાં આવી હતી. જ્યારે અમે ફરિયાદ કરતા, ત્યારે અધિકારીઓ અમને ગાળો આપીને કાઢી મૂકતા હતા.'
'આ પછી હું ભાગલપુર કોર્ટમાં ગયો. મેં કોર્ટમાં સુરક્ષા માગી હતી. આ પછી હવે મને ગાર્ડ આપવામાં આવ્યો છે. હવે ઘર છોડવામાં કોઈ ડર નથી રહેતો. હવે ફરીથી કામ પર જઈ શકીશ.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.