વિજય દિવસની 50મી વર્ષગાંઠ:PM મોદી નેશનલ વોર મેમોરિયલ ખાતે સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી; એને દેશના ખૂણેખૂણામાં લઈ જવાશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • વડાપ્રધાને યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન મોદી ગુરુવારે નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં તેમણે 1971ના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સ્વર્ણિમ વિજય મશાલના સ્વાગત અને સન્માન સમારોહમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને શ્રદ્ધાંજલિ સમારોહ દરમિયાન ચાર મશાલની જ્યોતને વોર મેમોરિયલ પર અમર જવાન જ્યોતિ સાથે ભેળવી દીધી હતી. ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ PMએ ચાર સુવર્ણિમ વિજય મશાલને પ્રગટાવી હતી.

ચારેય મશાલમાંથી જ્યોત એકઠી કરતા PM, આ જ્યોતને અમર જવાન જ્યોતિ સાથે ભેળવી દેવામાં આવી હતી.
ચારેય મશાલમાંથી જ્યોત એકઠી કરતા PM, આ જ્યોતને અમર જવાન જ્યોતિ સાથે ભેળવી દેવામાં આવી હતી.

PMO અનુસાર, આ મશાલોને દેશના વિવિધ ભાગોમાં લઈ જવામાં આવી હતી, જેમાં 1971ના યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત થયેલા સૈનિકોનાં ગામ સામેલ છે

મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી

આ મશાલો સમગ્ર દેશમાં સિયાચીનથી કન્યાકુમારી, અંદમાન અને નિકોબારથી લોંગેવાલા, કચ્છનું રણ અને અગરતલા સુધી લઈ જવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ સમારોહ દરમિયાન, આ ચાર મશાલોને જ્યોત તરીકે પ્રગટાવવામાં આવી હતી. યુદ્ધ સ્મારક ખાતે PM સ્વર્ણિમ વિજય વર્ષના સમાપન સમારોહમાં ભાગ લેશે.

સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા
ગુરુવારે એક ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું, “50મા વિજય દિવસ પર, હું સ્વતંત્રતા સેનાનીઓ, બહાદુર જવાનો અને ભારતીય સશસ્ત્ર દળોના વીરતા અને બલિદાનને યાદ કરું છું. આપણે સાથે મળીને દમનકારી તાકાતો સામે લડાઈ લડી અને તેમને હરાવ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશમાં વિજય દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમ માટે ઢાકા પહોંચ્યા છે. તેઓ 3 દિવસના બાંગ્લાદેશ પ્રવાસ પર છે.

જવાનોના સાહસ અને બલિદાનને યાદ કરવાનો દિવસ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સુવર્ણ વિજય દિવસના અવસર પર આપણે 1971ના યુદ્ધ દરમિયાન આપણા સશસ્ત્ર દળોના સાહસ અને બલિદાનને યાદ કરીએ છીએ. 1971નું યુદ્ધ ભારતના સૈન્ય ઈતિહાસનો સોનેરી અધ્યાય છે. આપણને આપણાં સશસ્ત્ર દળો અને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે.

93 હજાર પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું

ભારતના લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોડાની સામે 16 ડિસેમ્બર, 1971ના રોજ ઢાકામાં આત્મસમર્પણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પાકિસ્તાની લેફ્ટનન્ટ જનરલ નિયાઝી.
ભારતના લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોડાની સામે 16 ડિસેમ્બર, 1971ના રોજ ઢાકામાં આત્મસમર્પણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પાકિસ્તાની લેફ્ટનન્ટ જનરલ નિયાઝી.

16 ડિસેમ્બર 1971ના રોજ ભારતે બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી. પહેલા આ દેશ પાકિસ્તાનનો ભાગ હતો અને તેને પૂર્વ પાકિસ્તાનના માને ઓળખવામાં આવતો હતો. પાકિસ્તાનના સૈન્ય સામે ભારતની જીત અને બાંગ્લાદેશની રચનાને કારણે, દર વર્ષે 16 ડિસેમ્બરને ભારત અને બાંગ્લાદેશમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ યુદ્ધના અંતમાં 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું હતું. પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એ.એ.કે. નિયાજીએ ભારતના પૂર્વ સૈન્ય કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજિતસિંહ અરોડા સામે આત્મસમર્પણ કર્યું હતું. 16મી ડિસેમ્બરની સામે જનરલ નિજાઈએ આત્મસમર્પણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા

અન્ય સમાચારો પણ છે...