• Gujarati News
  • National
  • Will Attend Nordic Summit In Denmark Today, Francis Travels To Paris To Greet President

PM મોદીની યુરોપ યાત્રાનો આજે છેલ્લો દિવસ:ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી, જળવાયુ પરિવર્તન પર રહ્યું ફોકસ

18 દિવસ પહેલા

વડાપ્રધાનની ત્રણ દિવસની યુરોપ યાત્રાનો આજે છેલ્લો દિવસ છે.PMની ત્રણ દિવસીય યૂરોપ વિઝિટનો આજે છેલ્લો દિવસ છે. PM આજે ડેનમાર્કમાં સેકેન્ડ ઈન્ડો-નોર્ડિક સમિટમાં ભાગ લેશે. આ પહેલા PM મોદીએ ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના વડાપ્રધાન સાથે બેઠે કરી. આ દરમિયાન જળવાયુ પરિવર્તન સહિત ભારત-નોર્ડિક સહયોગ જેવા વિષયો પર ચર્ચા કરી. તેમણે કહ્યું નૉર્ડિક દેશ ભારત માટે સસ્ટેનેબિલિટી, રિન્યુઅલ એનર્જી, ડિજિટલાઈઝેશન અને ઈનોવેશનમાં મહત્ત્વના ભાગીદાર છે.

વડાપ્રધાન મોદીએ ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં આઈસલેન્ડના PM કેટરિન જેકોબ્સડોટિર સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ વિશેષ રુપે ઉર્જા, આર્કેટિક, મત્સ્ય ઉછેર, ડિજિટલ યૂનિવર્સિટી સહિત શિક્ષા અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. તે સિવાય પીએમ મોદીએ લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે PM જેકબ્સડોટિરના વ્યક્તિગત પ્રયત્નોના વખાણ કર્યા અને તેમને આ સંબંધે ભારતની પ્રગતી વિશે જાણકારી આપી.

PM મોદીએ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સાથે મુલાકાત
ફ્રાન્સની રાજધાની પેરિસ રવાના થતા પહેલા કોપેનહેગનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્વેના PM જોનાસ ગહર સ્ટોર સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોનો વિકાસ કરવા બાબતે ચર્ચા કરી હતી

ડેનમાર્કનું પાટનગર કોપનહેગનમાં થનારી આ બેઠકમાં આર્થિક સુધારો, જળવાયુ પરિવર્તન, ઈનોવેશન, ટેક્નોલોજી, રિન્યુઅલ એનર્જી અને આર્કટિક વિસ્તારમાં ભારત-નૉર્ડિક સહયોગ જેવા વિષયો પર પણ ફોકસ કરવામાં આવશે. આ સિવાય વડાપ્રધાન મોદી ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના સ્ટેટહેડ સાથે પણ મુલાકાત કરશે. આ સમિટની પહેલી બેઠક 2018માં સ્વીડનમાં થઈ હતી.

ઈમેન્યુઅલ મેક્રોનને મળવા પેરિસ જશે
ત્યાર પછી વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળવા પેરિસ જશે. મેક્રોન હમણાં જ ફરી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. તેમની સાથે જ બંને નેતા ઈન્ડો-ફ્રાન્સ સ્ટેટેજિક પાર્ટનરશિપને આગામી લેવલ પર લઈ જવા વિશે ચર્ચા કરશે.
આ મુલાકાત દરમિયાન મોદી અને મેક્રોન ગ્લોબલ મુદ્દા અને બાઈલેટરલ કો-ઓપરેશનની પણ ચર્ચા કરશે. PMOએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુરોપ ઘણા મુદ્દે સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. ભારત અને યુરોપીય ભાગીદારો સાથે સહયોગ વધારવાનું વિચારી રહ્યા છે.

પીએમ મોદીએ આપ્યું 'ચલો ઈન્ડિયા'નું સ્લોગન
વડાપ્રધાન મોદીએ ડેનિશ વડાપ્રધાન ફ્રેડરિક્સન અને ભારત-ડેનમાર્કના ટોપ બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી મોદી ભારતીય સમુદાયને સંબોધન કરલા બેલ્લા સેન્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે દરેક ભારતીયનો આભાર વ્યક્ત કરીને લોકોને 'ચેલો ઈન્ડિયા'નું સ્લોગન આપ્યું હતું.
PM મોદીએ કહ્યું હતું કે અમારો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે. જો તમે મારી વાત માનવાના હોવ તો તમને કહું. પીએમે લોકોનું મૌન જોઈને તેમની મજાક કરતાં કહ્યું હતું કે તમને લોકોને જોઈને એવું લાગે છે કે ચોક્કસ કોઈ મુશ્કેલી આવવાની છે. હું તમને અપીલ કરું છું કે તમારે દર વર્ષે 5 બિનભારતીય મિત્રોને ભારતની મુલાકાતે મોકલવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...