તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Will Ahmed Khan, A Native Of India, Be Biden's Political Adviser? Know The Truth Of This Claim

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યૂઝ એક્સપોઝ:મૂળ ભારતના અહમદ ખાન હશે જો બાઈડનના રાજકીય સલાહકાર? જાણો આ દાવાનું સત્ય

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શું વાઈરલ થઈ રહ્યું છેઃ સોશિયલ મીડિયા પર જો બાઈડન સાથે ઊભેલી એક વ્યક્તિની તસવીર વાઈરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બાઈડન સાથે ઊભેલી આ વ્યક્તિનું નામ અહમદ ખાન છે, અને તે અમેરિકામાં રાષ્ટ્રપતિના રાજકીય સલાહકાર હશે.

8 નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ જાહેર થયા. જેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને બહુમતી હાંસિલ કરી હતી.

અને સાચું શું છે?
ઈન્ટરનેટ પર અમને એવા કોઈ સમાચાર મળ્યા નથી. જેનાથી પુષ્ટી થતી હોય કે જો બાઈડને કોઈ ભારતીય મૂળના વ્યક્તિની તેમના રાજકીય સલાહકાર તરીકે નિમણૂક કરી છે.

વાઈરલ તસવીરને ગૂગલ પર રિવર્સ સર્ચ કરવાથી અમને 5 વર્ષ જુની એક ફેસબુક પોસ્ટમાં આ તસવીર મળી. આ તસવીર અહમદ ખાને પોતે પોસ્ટ કરીને જણાવ્યું કે, તસવીર વાઈસ પ્રેસિડન્ટ રિસડેન્સની છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે તસવીરને વર્ષ 2020માં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી.

5 વર્ષ જૂની ફેસબુક પોસ્ટથી એ સ્પષ્ટ થઈ ગયું કે, હાલની અમેરિકન ચૂંટણી સાથે તેને કોઈ લેવા દેવા નથી. પણ વાઈરલ મેસેજનો આ દાવો સાચો નીકળ્યો કે તસવીરમાં ઊભેલી વ્યક્તિનું નામ અહમદ ખાન છે. કારણ કે 5 વર્ષ પહેલા અહમદ ખાન નામના હેન્ડલથી જ તસવીર પોસ્ટ કરવામાં આવી હતી.

તપાસના બીજા તબક્કામાં જ અમે એ શોધવાનું શરૂ કર્યું કે વાઈરલ તસવીર કઈ ઈવેન્ટની છે. એટલે કે અહમદ ખાન જો બાઈડન સાથે શું કરી રહ્યાં છે.

દાવા સાથે જોડાયેલા કી-વર્ડને ગૂગલ પર રિવર્સ સર્ચ કરવાથી અમને ન્યૂયોર્ક ટાઈમ્સની વેબસાઈટ પર 4 વર્ષ જૂનો આર્ટિકલ મળ્યો. આ આર્ટિકલથી ખબર પડે છે કે અહમદ ખાન ‘ડ્રાફ્ટ બાઈડન 2016’સંગઠનનો ભાગ હતા.

‘ડ્રાફ્ટ બાઈડન 2016’સંગઠન, જો બાઈડનના ચૂંટણી કેમ્પેઈનનો મહત્વનો ભાગ હતા. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમના સમર્થકોએ પણ આવું જ એક સંગઠન બનાવ્યું હતું.

ચૂંટણી જીત્યા પછી જો બાઈડને 500 સભ્યો વાળી ટ્રાન્જિટ ટીમની રચના કરી છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે આ ટીમમાં 13 ભારતીય મૂળના સભ્ય છે. આ 13 સભ્યોમાં અહમદ ખાન નામની કોઈ વ્યક્તિ નથી. જેવો વાઈરલ મેસેજમા દાવો કરવામાં આવી રહ્યો છે. સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર પાંચ વર્ષ જૂની તસવીરના આધારે એ ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો બાઈડને અહમદ નામના ભારતીય નાગરિકની પોતાના રાજકીય સલાહકાર તરીકે નિમણૂક કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો