હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે હવે વન્યપ્રાણીઓ રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. શિમલા જિલ્લામાં ઘણી જગ્યાએ દીપડા જોવા મળે છે. રોહરુના ગંગાનગર બાદ હવે શિમલાના નાનખાડીમાં દીપડો જોવા મળ્યો છે. કેટલાક લોકોએ દીપડાને પકડી લીધો હતો અને બાદમાં તેને જંગલમાં છોડી દીધો હતો. જેનો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે. જેમાં વન વિભાગની ટીમ અને સ્થાનિકો મળીને દીપડાને પકડવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
શિમલા જિલ્લાના રામપુર બુશહરના નાનખાડીમાં વન વિભાગે સ્થાનિક લોકોની મદદથી રહેણાંક વિસ્તારમાં રખડતા દીપડાના બચ્ચાને પકડ્યો હતો. રેસ્ક્યુ ટીમે દીપડાના બચ્ચાને શાકભાજી વેચતા ક્રેટની મદદથી અને વૃક્ષોનું રક્ષણ કરતી જાળ વડે પકડી પાડ્યું હતું. આ દરમિયાન દીપડાએ પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે જાળમાં ફસાઈ ગયો હતો. અને ત્યારબાદ વન વિભાગે તેને જંગલમાં છોડી મુક્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.