તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Wife's Lover Trapped In Honeytrap And Killed In Amritsar Of Punjab, Body Torn In Pieces And Thrown Into Gutter

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંજાબમાં પત્નીના પ્રેમીના ટૂકડા કરીને મર્ડર:હનીટ્રેપમાં ફસાવી સૂમસામ વિસ્તારમાં બોલાવ્યો, 10 દિવસ બાદ ગટરમાંથી ટૂકડાઓમાં લાશ મળી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘટનાને આશરે 10 દિવસ વીતી ગયા હતા. મંજુ અને સંજયને લાગવા માંડ્યું હતું કે પોલીસ હવે આ મામલે ખુલાસો કરી શકશે નહીં. - Divya Bhaskar
ઘટનાને આશરે 10 દિવસ વીતી ગયા હતા. મંજુ અને સંજયને લાગવા માંડ્યું હતું કે પોલીસ હવે આ મામલે ખુલાસો કરી શકશે નહીં.
  • પત્નીના પ્રેમીને હનીટ્રેપમાં ફસાવીને સૂમસામ જગ્યાએ બોલાવીને મર્ડર કર્યું હતું
  • સંજયની પત્ની પૂજા ઘણા લાંબા સમયથી શિવમ સાથે લિવ-ઈનમાં રહેતી હતી
  • તેણે મિત્ર સાથે મળીને શિવમનું મર્ડર કર્યું હતું, મિત્ર લલિત હાલ ફરાર છે

પંજાબમાં શનિવારે પત્નીના પ્રેમીના નાના-નાના ટુકડાઓ કરીને તેને ગટરમાં ફેંકી દેતો એક સનસનાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પતિએ મર્ડરની ઘટનાને અંજામ આપતા પહેલા તબક્કાવારનું આયોજન કર્યું હતું. તેના પ્રેમીને અલબત્ત હનીટ્રેપમાં ફસાવાયો હતો, પરંતું પોલીસે 10 દિવસની અંદર મર્ડરની ગુથ્થી ઉકેલી દીધી હતી.

આ ઘટના અમૃતસરમાં બની હતી. પશ્ચિમ ઝોનના ACP દેવદત્ત શર્માએ જણાવ્યું હતું કે નારાયણગઢના નિવાસી સૌરવ મહાજને પોતાના ભાઈ શિવમ મહાજનના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. શિવમના જણાવ્યા અનુસાર તેનો ભાઈ છેલ્લા ઘણા દિવસોથી લાપતા હતો. તેણે ન્યૂ ગોલ્ડન એવન્યૂની પહેલી ગલીમાં રહેતા સંજય અને 40 ખૂંહ વિસ્તારની રહેવાસી મંજૂ ઉપર શંકા જણાવી હતી. સૌરભની શંકાના આધાર પર પોલીસે સંજય અને મંજૂને કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરતા સચ્ચાઈ સામે આવી હતી.

પૂજા શિવમની સાથે લિવ-ઈનમાં રહેતી હતી
સંજયે કહ્યું હતું કે તે શેરી-શેરીમાં ફરીને ખૂરશીઓનું સમારકામ કરતો હતો. શિવમના તેની પત્ની પૂજા સાથે પ્રેમ-સંબંધો હતા અને એ પણ એની સાથે રહેવા માંગતી હતી. પૂજા ઘણા લાંબા સમયથી શિવમ સાથે લિવ-ઈનમાં રહેતી હતી. સંજયને આ વાત આંખમાં કણીની માફક ખૂંચતી હતી, જેથી તેને રસ્તામાંથી હટાવવાનું આયોજન કર્યું હતું. શિવમ મહાજન કટડા આલૂવાલિયા વિસ્તારમાં એક કપડાની દૂકાનમાં કામ કરતો હતો.

મંજૂ ફોન પર રોજ વાતચીત કરતી હતી, આરોપી ફરાર
સંજયે તેની એક મહિલા મિત્ર મંજૂની સહાયતા માંગી હતી. મંજૂએ શિવમને મોબાઈલ પર હનીટ્રેપ(પ્રેમજાળ)માં ફસાવાનું કાવતરૂ ઘડ્યું હતું અને જેના પગલે રોજ ફોન પર વાતો કરતી હતી. સંજયના કહેવા અનુસાર મંજૂએ શિવમને 17 માર્ચે ઉજાનગર મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં સંજય તેના દોસ્ત લલિત સાથે પહેલાથી નજર માંડીને બેઠો હતો. સંજય જેવા ત્યાં પહોંચ્યો બન્નેએ સાથે મળીને તેની હત્યા કરી નાખી અને લાશના ટૂકડાઓને ગટરમાં ફેંકી દીધા હતા. પોલીસને તપાસ દરમિયાન 10 દિવસ પછી શિવમના મૃતદેહના ટૂકડાઓ મળ્યા હતા. સંજયને મદદ કરનાર લલિત અત્યારે ફરાર થઈ ગયો છે. જેના પકડવા માટે પોલીસે ચૂસ્તબંદોબસ્ત ગોઠવી દીધું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો