તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પ્રલયમાં હિમાચલના ગુમ થયેલા 10 યુવકોમાંથી કાંગડા જિલ્લાના રાકેશ કપૂરનો મૃતદેહ રવિવારે મળ્યો હતો. સોમવારે સાંજે તેમના પાર્થિવ શરીરને ઉત્તરાખંડથી તેમના ગામમાં લવાયો હતો. રાકેશનો મૃતદેહ ગામમાં પહોંચતા જ કોહરામ મચી ગયો. 33 વર્ષના રાકેશ રૂષિગંગા પ્રોજેક્ટના મેનેજર તરીકે કામ કરતા હતા. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 7 ફેબ્રુઆરીએ થયેલા જળપ્રલયમાં પાવર પ્રોજેક્ટમાં કાર્ય કરતા સમયે રાકેશ કપૂર કાટમાળમાં સમાઈ ગયા હતા.
કાંગડા જિલ્લાના ઉપમંડળ પાલમપુરની નચ્છીર પંચાયત નિવાસી પ્રોજેક્ટના મેનેજર રાકેશ કપૂરનો મૃતદેહ સોમવારે સાંજે ઘરે પહોંચ્યો અને આ દરમિયાન આંગણામાં તેમના મૃતદેહને જોઈને તેમની પત્ની અનીતા બેભાન થઈ ગઈ. બાદમાં રાકેશના નાના ભાઈ સંતોષ કપૂરે રાકેશને મુખાગ્નિ આપી. મૃતદેહ પરના આધાર કાર્ડથી રાકેશની ઓળખ થઈ હતી.
દુલ્હનની જેમ સજીધજી પત્ની
રાકેશની માતા મચલો દેવી અને પત્ની અનીતાની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી. રાકેશનો મૃતદેહ ક્ષતવિક્ષત થઈ ગયો હતો. પત્નીએ દુલ્હનની જેમ સજીધજીને પતિને છેલ્લી વિદાયી આપી. અંતિમ યાત્રામાં પાલમુપરના ધારાસભ્ય આશીષ બુટેલ, વૂલ ફેડરેશનના ચેરમેન ત્રિલોક કપૂર, પ્રશાસન તરફથી મામલતદાર વેદ પ્રકાશ અગ્નિહોત્રી, પંચાયત પ્રધાન ઉમા દેવી સહિત અનેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા.
બે વર્ષ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી
રાકેશના પિતાનું નિધન થઈ ગયું છે. રાકેશને પાંચ ભાઈઓ છે. પરિવારમાં પત્ની અને બે વર્ષનો બાળક છે. પરિવાર રાકેશની સુરક્ષાને લઈને ચિંતિત હતો. બંદલા-નછીરમાં રહેતા સગા-સંબંધીઓએ તેઓ હેમખેમ રહે તે માટે પ્રાર્થન કરી રહ્યાં હતા. જો કે કુદરતે તેમની આ પ્રાર્થના સાંભળી નહીં અને અંતે રાકેશનો મૃતદેહ જ ઘરે પરત ફર્યો હતો.
હિમાચલના 9 લોકો હજુ લાપતા
ગ્લેશિયર તૂટ્યા બાદ આવેલા ભયંકર પૂરને કારણે હિમાચલ પ્રદેશના હજુ 9 લોકો લાપતા છે. જેમાં શિમલા જિલ્લાના રામપુરના કિન્નુ પંચાયતના પાંચ, શિંગલાના બે અને એક શખ્સ સિરમૌર જિલ્લાના માજરાથી છે. તેઓ અંગે હજુ સુધી કોઈ જ જાણકારી મળી નથી. મંડી જિલ્લાના બલ્હના શખ્સને સુરંગમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.