ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ધારાસભ્ય સિંઘાર પર બળાત્કારનો આરોપ:પત્નીએ કહ્યું- 'મારા અશ્લીલ વીડિયો બનાવી મને બ્લેકમેઇલ કરે છે', ભાસ્કરમાં વાંચો સંપૂર્ણ FIR

10 દિવસ પહેલા

પૂર્વ મંત્રી અને કોંગ્રેસ ધારાસભ્ય ઉમંગ સિંઘાર વિરુદ્ધ તેમની પત્નીએ રેપનો કેસ નોંધાવ્યો છે. તેમણે પહેલા જબલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાંથી ધાર પોલીસને સૂચના આપવામાં આવી. ધારાસભ્યની 38 વર્ષીય પત્નીએ પણ માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

ધાર એસપી આદિત્ય પ્રતાપ સિંહે કેસ નોંધાયાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે પીડિતાની ફરિયાદ પર બળાત્કાર, અકુદરતી કૃત્યો સહિત કલમ 376, 377, 498 A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આદિવાસી ધારાસભ્ય ઉમંગ સિંઘાર MPમાં કમલનાથની સરકારમાં વનમંત્રી રહી ચૂક્યાં છે. સિંઘાર ધાર જિલ્લાની ગંધવાની વિધાનસભાથી 3 વખત ધારાસભ્ય રહ્યાં છે. સિંઘાર કોંગ્રેસમાં રાષ્ટ્રીય સચિવ હોવાની સાથે ઘણા પ્રદેશોમાં પ્રભારી પણ રહ્યા છે.

વાંચો ધારાસભ્યની પત્નીએ FIRમાં શું લખાવ્યું...
'હું PWD પાછળ ધારમાં રહું છું. મારા પતિ ઉમંગ સિંઘાર સાથે મારી ઓળખ જાહેર કાર્યક્રમમાં થઈ હતી. ત્યારથી મારી ઉમંગ સિંઘાર સાથે ફોનમાં વાતચીત થવા લાગી. ઉમંગ સિંઘારે મને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. તું મારી સાથે ચાલ. હું તેમની સાથે ભોપાલ અને ધારમાં પણ રહી. ધારમાં PWD ઓફિસ પાછળ રહી.

અહીં ઉમંગ સિંઘારે લગ્નના બહાને મારી સાથે શારીરિક સંબંધ બનાવ્યા. પછી જ્યારે મેં ઉમંગ સાથે લગ્ન કરવાનું કહ્યું, ત્યારે તેઓ આનાકાની કરવા લાગ્યા. મેં તેમને કહ્યું કે આટલા દિવસ તમે મારી સાથે શારીરિક શોષણ કર્યું છે. હવે લગ્ન માટે ના પાડો છો. હું તમારી વિરુદ્ધ કાર્યવાહી કરીશ. પછી ઉમંગ સિંઘારે મારી સાથે 16 એપ્રિલ 2022ના રોજ ભોપાલમાં લગ્ન કરી લીધા. લગ્ન પછી મારા પતિ ઉમંગ સિંઘારનું વર્તન મારી પ્રત્યે બદલાઈ ગયું.

લગ્નના બે મહિના પછી મારા પતિ મારી સાથે ગાળાગાળી કરવા લાગ્યા. મારી ઈચ્છા વિરુદ્ધ મારી સાથે શારીરિક સંબંધ બનાવવા લાગ્યા. હું ના પાડતી હતી તો મને મારતા હતા. મને ધક્કો મારતા હતા અને ઘણી વખત જાનથી મારવાની ધમકી પણ આપી ચૂક્યા છે. મારા અશ્લીલ વીડિયો બનાવી મને બ્લેકમેઇલ કરતા હતા. અલગ-અલગ સામાન લઈને આવતા હતા અને એનો ઉપયોગ કરવાનું કહેતા હતા. એવાં કૃત્ય કરવાનું કહેતા હતા, જેમાં હું શારીરિક અને માનસિક રૂપથી તૈયાર નહોતી. તેમ છતાં તેઓ મારી સાથે કરતા હતા.

26 ઓક્ટોબર 2022ના રોજ મારા પતિએ દારૂ પીને ઘણીવાર કહ્યું હતું કે આજે તારું કામ પતાવી દઈશ. ત્યાર પછી મારો હાથ પકડ્યો અને મને બળજબરીપૂર્વક બાલ્કનીથી લટકાવી દીધી. ત્યારે પણ ઘણી મુશ્કેલીથી મારો જીવ બચાવ્યો. 27 ઓક્ટોબર ધારમાં જબરદસ્તી શારીરિક સંબંધ બનાવવાના પ્રયત્નો કર્યા. મેં ના પાડી તો મારી સાથે મારપીટ કરી અને રેપ કર્યો. ત્યાર પછી મને રૂમમાં બંધ કરી. મેં એ જ દિવસે લગભગ 3 વાગ્યે પોલીસને 100 નંબર પર ફોન કર્યો. તેના થોડા સમય પછી પોલીસ આવી. પછી પોલીસના ગયા પછી મારા પતિએ મોબાઈલ લઈ લીધો અને મને ફરીથી રૂમમાં બંધ કરી દીધી. મારા પતિની બહેન જેના છૂટાછેડા થયા છે તે ધારવાળા ઘરે આવતી રહે છે. તેણે પોલીસને બહારથી જ મોકલી દીધી. આ પછી હું ખૂબ ડરી ગઈ હતી.

આ પછી 02 નવેમ્બર 2022ના રોજ મને ફરીથી દબાણ કરવામાં આવ્યું અને ઉમંગ સિંઘાર વારંવાર કહી રહ્યો હતો કે હું તને પતાવી દઈશ. હું તને એવી જ રીતે મારીશ જેમ પહેલાં અંકિતાને મારી હતી. કોઈને કંઈ ખબર પણ નહીં પડે. આના પર ફરીથી મેં રાત્રે 9-10 વાગ્યાની આસપાસ પોલીસને ફોન કર્યો, ત્યાર બાદ પોલીસ ઘરની અંદર આવી. પોલીસે મને બચાવી. તેના પર સિંઘારે લાંબા સમય સુધી પોલીસને રોકી રાખી હતી. પોલીસ પર પોતાની શક્તિ બતાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ મને નૌગાંવ ધાર પોલીસ સ્ટેશન લઈ ગઈ, જ્યાં મેં મારા પતિ વિરુદ્ધ અરજી કરી હતી, પરંતુ પોલીસ સ્ટેશનમાં મને ખબર પડી કે મારા પતિએ થોડા સમય પહેલાં જ નોકરાણી દ્વારા પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી હતી, જ્યારે ગાયત્રીના પતિ ગણેશ ઘણાં વર્ષોથી મારા પતિ સાથે કામ કરે છે. મારા પતિએ ગણેશના નામે બેનામી મિલકત લીધી છે. આ તમામ છેતરપિંડી મારા પતિ દ્વારા કરવામાં આવી છે.'

એફઆઈઆરનું એ પેજ, જેમાં પીડિતાએ ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે.
એફઆઈઆરનું એ પેજ, જેમાં પીડિતાએ ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે.

પરિવારની પ્રતિષ્ઠા અને ડરથી ચૂપ હતી
સિંઘાર દ્વારા સેક્ટર-43 હાઉસ નંબર 7517માં પણ મારી સાથે મારપીટ કરી હતી અને અનૈતિક કૃત્ય કર્યું હતું. એ સમયે સિંઘારે તેના મિત્રોને પણ ઘરે બોલાવ્યા હતા. આવામાં બળજબરીનો વિરોધ કરવો ઘણો મુશ્કેલ રહ્યો. અવાજ સાંભળી ઘરના ઉપર રહેતા પાડોશીએ 100 નંબર પર ફોન કરી પોલીસ બોલાવી. પોલીસ ઘરે આવી ત્યારે સિંઘારે પોલીસને પણ ભગાડી દીધી, જેની ફરિયાદ મેં પોલીસ સ્ટેશન સેક્ટર-43માં નોંધાઈ હતી. છેલ્લા 4 મહિનાથી મને હેરાન કરવામાં આવે છે. મારા પરિવારની પ્રતિષ્ઠા અને મારા પતિના ડરથી હું ચૂપ હતી, પરંતુ હવે વધુ થતું હોવાના કારણે મેં આ એફઆઈઆર નોંધાવી છે.

ધારાસભ્યએ પીડિતા સાથે લગ્ન કર્યા હતા. તેની બીજી પત્નીઓ પણ છે. ધારાસભ્ય પર અનેક ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ધારાસભ્યએ પીડિતા સાથે લગ્ન કર્યા હતા. તેની બીજી પત્નીઓ પણ છે. ધારાસભ્ય પર અનેક ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સિંઘારે કહ્યું- તે મારા પર ખોટા આરોપો લગાવી રહી છે
ધારાસભ્ય ઉમંગ સિંઘારે કહ્યું, મને બદનામ કરવા અને મારી પ્રતિષ્ઠાને કલંકિત કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેણે મારી પાસે 10 કરોડ રૂપિયા માગ્યા હતા. જો હું પૈસા નહીં ચૂકવું તો મારી રાજકીય કારકિર્દી ખતમ કરી નાખીશ અને પોલીસ ફરિયાદ કરીશ એવી ધમકી આપતી હતી. છેલ્લા ઘણા દિવસોથી તે તેને માનસિક ત્રાસ પણ આપતો હતો. તેણે મારી સાથે મારપીટ પણ કરી હતી, જેને કારણે મેં 2 નવેમ્બરના રોજ પોલીસમાં તેની સામે અરજી પણ કરી હતી. હું આદિવાસી સમાજમાંથી આવું છું, તેથી જ મને રાજકીય ષડયંત્ર દ્વારા ફસાવવામાં આવી રહ્યો છે.

ધારના નૌગાંવમાં 2 નવેમ્બરે ધારાસભ્ય ઉમંગ સિંઘારે ફરિયાદ નોંધાવી હતી. તેમણે આ ફરિયાદ અરજી પોલીસને આપી હતી.
ધારના નૌગાંવમાં 2 નવેમ્બરે ધારાસભ્ય ઉમંગ સિંઘારે ફરિયાદ નોંધાવી હતી. તેમણે આ ફરિયાદ અરજી પોલીસને આપી હતી.
અન્ય સમાચારો પણ છે...