• Gujarati News
  • National
  • Wife Rohika Chagla Is A Corporate Icon, Elder Brother Shapur And Both Sons Of Cyrus Are Irish Citizens.

આ છે સાયરસ મિસ્ત્રીનો પરિવાર:પત્ની રોહિકા ચાગલા કોર્પોરેટ આઇકોન છે, મોટાભાઈ શાપુર અને સાયરસના બંને પુત્રો આઈરિશ નાગરિક છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાયરસ મિસ્ત્રી ઉપરાંત, તેમના પરિવારમાં હવે તેમની માતા પેરીન ડુબાસ, બે બહેનો લૈલા મિસ્ત્રી અને આલુ મિસ્ત્રી છે. તેની માતાનું નામ પેટ્સી પેરીન દુબાસા છે. તેમનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ ભારતીય મૂળના આઇરિશ બિઝનેસ ફેમિલીમાં થયો હતો. તેઓ 2012 થી 2016 સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા. સાયરસ મિસ્ત્રી ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. નૌરોજી સકલાતવાલા પછી તેઓ માત્ર બીજા વ્યક્તિ હતા જેમની અટક ટાટા નહોતી. જેમણે ટાટા ગ્રુપના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી
રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી

ત્રણ મહિના પહેલાં જ પિતાનું અવસાન થયું
શાપુરજી પલોનજી ગ્રુપના ચેરમેન પલોનજી મિસ્ત્રીનું 27 જૂન 2022ના દિવસે 93 વર્ષની વયે નિધન થયું હતું. મિસ્ત્રી પરિવાર તેના આઘાતમાંથી બહાર આવ્યો નહોતો ત્યાં 4 સપ્ટેન્બરે સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મૃત્યું થતાં મિસ્ત્રી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પલોનજી પરિવાર એક સદીથી વધુ સમયથી બિઝનેસમાં સક્રિય છે અને તે 1930ના દાયકામાં સાયરસના દાદા શાપૂરજી મિસ્ત્રીએ સૌપ્રથમ ટાટા સન્સમાં હિસ્સો ખરીદ્યો હતો. તે તેમની કંપની સાયરસ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટાટા સન્સમાં 18.4% હિસ્સો ધરાવે છે. વર્ષ 2018માં મિસ્ત્રીની કુલ સંપત્તિ લગભગ 10 અબજ ડોલર હતી.
જાણો સાયરસના પરિવારમાં કોણ કોણ છે
તેમના પિતા પલોનજી મિસ્ત્રીનું ત્રણ મહિના પહેલાં અવસાન થયું હતું. સાયરસ ઉપરાંત, તેમના પરિવારમાં હવે તેમનાં માતા પેરીન ડુબાસ જે આયર્લેન્ડનાં છે, તેમની બે બહેનો લૈલા મિસ્ત્રી અને આલુ મિસ્ત્રી છે. સાયરસના એક મોટા ભાઈ શાપુર મિસ્ત્રી છે, જે આઇરિશ નાગરિક છે. તેમના બંને પુત્રો ફિરોઝ અને ઝહાન પણ આઈરિશ નાગરિક છે. પત્નીનું નામ રોહિકા ચાગલા છે. સાયરસ મિસ્ત્રીની બહેન લૈલાએ લંડન સ્થિત પોર્ટફોલિયો ફંડ મેનેજર રુસ્તમ જહાંગીર સાથે લગ્ન કર્યા છે. આલુએ રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા સાથે લગ્ન કર્યા છે.

માતા-પિતા અને ભાઈ સાથે સાયરસ
માતા-પિતા અને ભાઈ સાથે સાયરસ

"મારી પત્ની મારી સાથે અસંમત થવામાં અચકાતી નથી"
સાયરસ મિસ્ત્રીએ 2 જાન્યુઆરી 1992ના રોજ લગ્ન કર્યા હતા. તેમની પત્નીનું નામ રોહિકા ચાગલા છે. તેમને બે પુત્રો છે, જેમના નામ ફિરોઝ મિસ્ત્રી અને ઝહાન મિસ્ત્રી છે. વર્ષ 2017 માં, તેણે 2 જાન્યુઆરીએ તેમના લગ્નની 25મી વર્ષગાંઠની ભવ્ય રીતે ઉજવણી કરી. પતિ-પત્ની વચ્ચે ક્યારેય મતભેદ નહોતો. કારણ કે તેમના સંબંધો ઘણા સારા હતા. અંગ્રેજી વેબસાઈટ ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, 24 ઓક્ટોબર 2016ના રોજ સાયરસ મિસ્ત્રીએ કહ્યું હતું કે, "રોહિકા મારી સાથે અસહમત થવામાં કે જ્યારે હું કંઈક ખોટું કરી રહ્યો હોઉં ત્યારે મને જણાવવામાં સંકોચ અનુભવતી નથી." રોહિકા ચાગલા પોતે એક કોર્પોરેટ આઇકોન છે અને કેટલીક ખાનગી અને જાહેર લિમિટેડ કંપનીઓમાં ડિરેક્ટરશિપ ધરાવે છે. તે એવા પરિવારમાંથી આવે છે જે દેશના ન્યાયિક ઈતિહાસમાં ઊંડા મૂળ ધરાવે છે. 2017 માં, તેના ભાઈ રિયાઝ ચાગલાની બોમ્બે હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

સાયરસના પિતા પલોનજી અને મોટાભાઈ શાપૂરજી
સાયરસના પિતા પલોનજી અને મોટાભાઈ શાપૂરજી

પત્નીને શ્રેષ્ઠ મિત્ર માનવામાં આવે છે
વાસ્તવમાં, ટાટા ગ્રુપની વેબસાઈટ પર પ્રકાશિત એક ઈન્ટરવ્યુમાં ચેરમેન સાયરસ મિસ્ત્રીએ પોતાના પરિવાર સાથે વિતાવેલા સમય વિશે ખુલાસો કર્યો હતો. મિસ્ત્રી તેમની પત્નીને તેમના શ્રેષ્ઠ મિત્ર તેમજ તેમના ટીકાકાર માનતા હતા. તે શ્વાન પ્રેમી હતો. સાયરસ મિસ્ત્રીએ કહ્યું કે મારી પાસે બે કૂતરા પણ છે જે મને ખૂબ પ્રેમ આપે છે. હું પણ બંનેને ખૂબ ચાહું છું અને જ્યારે હું ઘરે પાછો જાઉં ત્યારે તે મારી આતુરતાથી રાહ જોતા હોય છે.

પત્ની રોહિકા અને સાયરસ મિસ્ત્રી
પત્ની રોહિકા અને સાયરસ મિસ્ત્રી

સાયરસ મિસ્ત્રીનું શિક્ષણ અને જીવનશૈલી
મિસ્ત્રી તેમના પરિવારને સમય આપતા અને ક્યારેક ક્યારેક ગોલ્ફ રમતા હતા. 2016માં તેણે કહ્યું હતું કે તેણે છેલ્લાં 5 વર્ષમાં ગોલ્ફ કોર્સ પર પગ મૂક્યો નથી. સાયરસ મિસ્ત્રીએ તેમનું શિક્ષણ લંડનની ઈમ્પિરિયલ કોલેજમાંથી મેળવ્યું હતું. તેમને 1990માં લંડન યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ એન્જિનિયરિંગની પદવી એનાયત કરવામાં આવી હતી. બાદમાં તેમણે 1996માં લંડન યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટમાં ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ માસ્ટર્સનો એવોર્ડ મેળવ્યો.

અન્ય સમાચારો પણ છે...