તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામા 22 જવાન શહીદ થયા છે. અમુક જવાન ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી એક છે, જમ્મુ જિલ્લાના બરનઈ વિસ્તારમાં રહેતા CRPF કમાન્ડો રાકેશ્વર સિંહ મન્હાસ. તેઓ CRPFની કોબરા બટાલિયનના જવાન છે. 35 વર્ષના રાકેશ્વર બે વર્ષથી છત્તીસગઢના નક્સલી વિસ્તારોમાં પોસ્ટેડ છે. તેઓ ઘણાં એન્ટી નક્સલ ઓપરેશન્સનો ભાગ પણ રહી ચૂક્યા છે.
રાકેશ્વરના પરિવારે તેમને સુરક્ષિત રીતે શોધવાની અપીલ કરી છે. તેમની પત્નીનું કહેવું છે કે, જે રીતે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનના કબજામાંથી છોડાવીને લાવ્યા હતા, તે જ રીતે તેમના પતિને પણ પરત લાવવામાં આવે. શનિવારે થયેલા નક્સલી એટેક પછી સતત પરિવાર રાકેશ્વરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
પરિવારનું કહેવું છે કે, રવિવારે સવારથી જ તેમને કોઈ ખરાબ ઘટના બનવાની આશંકા હતી. CRPF હેડક્વાર્ટરથી સતત સંપર્ક કર્યા પછી ચોક્કસ માહિતી નથી મળી શકતી કે રાકેશ્વર ક્યાં છે? ત્યારપછી એક સ્થાનિક પત્રકારનો ફોન આવ્યો અને તેમણે માહિતી આપી કે રાકેશ્વર નક્સલવાદીઓના કબજામાં છે અને સુરક્ષીત છે. જોકે હજી તેનો ઓફિશિયલ ખુલાસો થયો નથી.
શુક્રવારે સાંજે વાત થઈ હતી, કહ્યું હતું- ઓપરેશન પર જઈ રહ્યો હતો
રાકેશ્વરનો પરિવાર જમ્મુની બહાર બરનઈ વિસ્તારમાં રહે છે. ગુમ થયેલા દિકરાની કોઈ માહિતી ના મળતાં પરિવારના લોકો ચિંતિત છે. તેમની પત્ની અને 6 વર્ષની દીકરીના આંસુ રોકાવાનું નામ જ નથી લેતા.
પત્ની મીનૂ કહે છે કે, હું શું કહું? આ સરકારની જવાબદારી છે કે તેઓ આપણાં જવાનને શોધીને લાવે. બે દિવસથી ગૂમ હોવાની વાત કરવામાં આવી રહી છે. શુક્રવારે રાતે મારે એમની સાથે વાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે, જમવાનું પેક કરુ છું, એક ઓપરેશન પર જઈ રહ્યો છું. ત્યારપછીથી તેમની સાથે કોઈ વાત નથી થઈ. ફનો પણ નથી લાગતો.
પરિવારનું કહેવું છે કે, સરકાર ચૂપ કેમ છે? અમને કેમ કોઈ માહિતી નથી આપતી. ફોર્સને પણ ખબર હોવી જોઈએ કે એમનો જવાન ગુમ છે અને તેને પરત લાવવો જોઈએ. પરંતુ કોઈ જવાબ નથી આપતું. ન સરકાર, ન ફોર્સ.
સોમવારે જમ્મુ CRPF હેડક્વાટરથી બે અધિકારી આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હજી તેમની પાસે કોઈ માહિતી નથી. રાકેશ્વરના સંબંધિત વિક્રાંત સિંહનું કહેવું છે કે, આખો પરિવાર પરેશાન છે. અમે CRPFના હેડક્વાર્ટરનો પણ સંપર્ક કર્યો છે. દર વખતે એક જ જવાબ મળે છે કે, ટીમ ગયેલી છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે, જલદીથી મારા ભાઈને શોધી કાઢો.
સરકારે હજી સુધી અપહરણનો ખુલાસો નથી કર્યો
રાકેશ્વરનો પરિવાર માની રહ્યો છે કે, તેમને નક્સલીઓએ તેમના કબજામાં રાખ્યો છે. પરંતુ હજી સુધી સરકારે કે CRPFએ આ વિશે કોઈ ખુલાસો કર્યો નથી. તેના કારણે પરિવારની ચિંતા સતત વધી રહી છે કે અંતે રાકેશ્વર કઈ સ્થિતિમાં છે. અમે ભગવાનને પાર્થના કરીએ છીએ કે રાકેશ્વર જલદીથી પરત આવી જાય.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.