• Gujarati News
  • National
  • Wife Catches Husband Red handed While Taking Girlfriend Shopping In UP, Hits Both With Slippers, Girl Also Gets Married

'હું​​​​​​ તમને ચાંદ બતાવું', મારામારીનો VIDEO વાઇરલ:UPમાં કરવાચોથના દિવસે ગર્લફ્રેન્ડને શોપિંગ કરાવતો પતિ ઝડપાયો, પત્નીએ બંનેને જાહેરમાં ચંપલથી માર્યા

2 મહિનો પહેલા

આજે દેશમાં પરિણીત મહિલાઓ કડવાચોથની તૈયારીઓમાં લાગી હતી તો ત્યારે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના નગર કોતવાલી વિસ્તારમાં આવેલા તુરાબનગરમાં ભરબજારમાં ભારે હોબાળો થયો હતો. ​એક યુવક પોતાની પત્નીના બદલે પરિણીત ગર્લફ્રેન્ડને શોપિંગ કરાવી રહ્યા હતા. સંજોગોવસાત આ યુવકની પત્ની પણ એજ બજારમાં શોપિંગ કરવા માટે પહોંચી હતી. પતિદેવને તેમણે રંગેહાથ ગર્લફ્રેન્ડને શોપિંગ કરાવતા પકડી લીધા. પછી તો પત્નીએ પતિદેવની ભરબજારમાં ધોલાઇ કરી હતી. પત્નીએ ચપ્પલ ઉતારીને પતિ અને પ્રેમિકા બન્નેને ખૂબ મેથીપાક ચખાડ્યો.

આ દરમિયાન બજારમાં લોકોની ભીડ એકઠી થઇ ગઈ અને આ મામલે ચર્ચાનો વિષય બનેલો છે. મારપીડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ રહ્યો છે. મામલો નગર કોતવાલી સુધી પહોંચી ગયો, પીડિત પત્નીએ પતિ વિરૂદ્ધ ફરિયાદ આપી. પોલીસે આરોપી પતિને શાંતિ ભંગની કલમમાં દંડ કર્યો અને યુવતીને ચેતવણી આપીને છોડી દેવાઈ.

પત્ની પોતાના પિયરમાં રહે છે
પોલીસના અનુસાર, સિહાની ગેટ વિસ્તારમાં પ્રીતિના લગ્ન વર્ષ 2017માં વિજયનગરના રાહુલની સાથે થઇ હતી. લગ્ન બાદ બન્ને વચ્ચે વિવાદ રહેવા લાગ્યા અને છેલ્લા ત્રણ વર્ષથી પ્રીતિ પોતાના પિયરમાં રહે છે. બન્ને વચ્ચે વિવાદથી સંબંધિત એક અરજી કોર્ટમાં થઇ ચૂકી છે.

પત્નીને સાસરિયાંમાં લઇને નથી જતો પતિ
પ્રીતિનો આરોપ છે કે, પતિના સંબંધ બીજી મહિલા સાથે છે અને તે તેને પોતાના સાસરિયામાં લઇને નથી જતો. તે એકલો રહે છે. બુધવારે કડવાચોથના અવસરે રાહુલ પોતાની વિવાહિત પ્રેમિકાને તુરાબનગરમાં શોપિંગ માટે લઇ ગયો હતો. પ્રીતિ પણ પોતાની માં સાથે તુરાબનગરમાં ખરીદી માટે આવી હતી.

પત્નીએ બન્નેને રંગેહાથ ઝડપ્યા, બોલી- હવે હું તમને કડવાચોથનો ચાંદ બતાવું
આ દરમિયાન તેમણે બન્નેને રંગેહાથ પકડી લીધા. આરોપ છે કે, વિરોધ કરવા પર રાહુલે તેમની સાથે ઝઘડો કર્યો. ત્યારબાદ પ્રીતિએ બંને ચપ્પલ ઉતારીને મેથીપાક ચખાડ્યો અને કહ્યું કે હવે કડવા ચોથનો ચાંદ બતાવું છું. ઘટના દરમિયાન દુકાનદારો અને બજારમાં ખરીદી માટે આવેલી મહિલાઓ અને લોકોમાં અફરાતફરીનો માહોલ બની ગયો.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થઇ ગયો
ગર્લફ્રેન્ડ સાથે દેખાતા જ પત્ની ઉશ્કેરાઇ ગઇ અને પતિ અને તેની ગર્લફ્રેન્ડ બંનેની ધોલાઇ શરૂ કરી દીધી. આ વીડિયો ક્લિપ 45 સેકેન્ડનો છે. જેમાં પત્ની તેના પતિ અને તેની ગર્લફ્રેન્ડને માર મારતી નજરે પડે છે. આ વીડિયો થોડી જ ક્ષણોમાં વાયરલ થઇ ગયો. ત્યારબાદ લોકોએ મીમ્સ અને ટ્વીટકરવાનું શરૂ કરી દીધું. લોકોએ આના પર મજા લઇ રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ રિસ્ક આજે લેવું જરૂરી હતું શું. તો કોઇએ લખ્યું કે- બહેન છોડશો નહીં, જોર લગાવીને.

અન્ય સમાચારો પણ છે...