• Gujarati News
  • National
  • Cricket Was Hitting The Bat Every Day At The Sight Of The Boy; The Husband Left The House In Fear

પ્રિન્સિપાલને પત્નીએ માર્યો, VIDEO:છોકરાના દેખતા જ રોજ ક્રિકેટ બેટથી મારતી હતી; પતિએ ડરીને ઘર છોડ્યું

અલવર3 મહિનો પહેલા

મહિલાઓની વિરુદ્ધ ઘરેલુ હિંસાના કેસ સામાન્ય રીતે જોવા મળતા હોય છે, જોકે મધ્યપ્રદેશના અલવરમાં એક પત્ની દ્વારા પતિને મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પત્ની તેના પતિને એટલો ખરાબ રીતે મારતી હતી કે તે બચવા માટે ઘરમાં ભાગતો ફરતો હતો. જોકે પત્ની તેનો પીછો છોડતી નહોતી. ક્યારેક તવાથી તો ક્યારેક ક્રિકેટના બેટથી રોજ મારતી હતી.

પીડિત પતિએ પત્નીના સત્યને બહાર લાવવા માટે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. હવે પતિ આ સીસીટીવી ફુટેજની સાથે બહાર આવ્યો છે અને પત્નીના કારસતાનોનો ખુલાસો કર્યો છે. અંતે પત્નીના મારથી હેરાન પતિએ ઘરે પણ છોડી દીધું છે. મામલો નોંધાયા પછી કોર્ટે પતિને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યા છે.

પુત્રની સામે મારપીટ
આ મામલો ભિવડીનો છે. પીડિત પતિ અજીત સ્કુલમાં પ્રિન્સિપાલ છે. પતિને માર મારવાનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આ વીડિયોમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પત્ની સુમન પોતાના પ્રિન્સિપાલ પતિને જોરદાર રીતે માર મારી રહી છે. પીડિત ફુટેજમાં હાથ પણ જોડી રહ્યો છે.

ખાસ વાત એ છે કે પત્ની પોતાના પુત્રની સામે જ પતિને મારે છે. ઘણા ફુટેજમાં પતિ-પત્ની સિવાય તેનો પુત્ર પણ દેખાઈ રહ્યો છે. પિતાને માર મારવા દરમિયાન તે ડરેલો દેખાઈ રહ્યો છે. પીડિત પ્રિન્સિપાલે ઘરેલુ હિંસાની ફરિયાદ ભિવાડી પોલીસને આપી છે. પોલીસે જણાવ્યું કે પ્રિન્સિપાલે ઘરેલુ હિંસાની ફરિયાદ આપી હતી. તેમાં પત્નીને તેનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવી હતી. જોકે તે હજી સુધી આવી નથી.

અજીત યાદવ અને સુમનના 9 વર્ષ પહેલા લવ મેરેજ થયા હતા.
અજીત યાદવ અને સુમનના 9 વર્ષ પહેલા લવ મેરેજ થયા હતા.

ક્યારેક બેટથી તો ક્યારેક રેકેટથી મારે છે
ભિવાડીની આશિયાના સોસાયટીમાં રહેતા પતિ-પત્નીનો ઝઘડો ઘણા સમયથી ચાલી રહ્યો હતો. આ અંગેની ફરિયાદ અગાઉ પણ પતિએ ભિવાડી પોલીસને આપી હતી. સીસીટીવીમાં પત્ની સુમન ક્યારેક બેટથી તો ક્યારેક રેકેટથી પતિને મારતી દેખાઈ રહી છે. પતિએ પહેલા પણ પોલીસને ફરિયાદ કરી હતી કે પત્ની રોજ ઝઘડો કરે છે. પ્રિન્સિપલે પોતાને માર પડ્યો હોવાના ઘણા ફુટેજ પણ પોલીસને દેખાડ્યા છે.

બંનેની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
બંનેની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

9 વર્ષ પહેલા લગ્ન થયા હતા
અજીત યાદવના લગ્ન નવ વર્ષ પહેલા સુમન સાથે થયા હતા. સતત મારપીટ થતી હોવાની ફરિયાદ પણ પોલીસને આપી છે. આ અંગે કોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે. જોકે હજી પત્નીના નિવેદન લેવામાં આવ્યા નથી. પત્નીના નિવેદન પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં હાઈકોર્ટે પીડિત પતિને સુરક્ષા આપવાના આદેશ પણ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...